ઋતુ બદલાતા સર્દી, ઉધરસ અને વાઈરલ ઇન્ફેકશન જેવી સમસ્યાઓ વધવા લાગે છે, શરદીમાં નાક બંધ થઈ જાય ત્યારે ખૂબ તકલીફ ઉભી થાય છે શ્વાસ લેવામાં. નાક બંધ થવાથી રૂટીન ટાઈમ-ટેબલ વિખાય જાય છે અને તમે અસ્વસ્થતા અનુભવો છો.
ગરમ પાણી પીવું અને નાસ લેવો જેવા ઉપાયોથી બંધ નાકમાં ફાયદો થાય છે. આજે અમે તમને બંધ નાકથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાયો વિષે જણાવીશું.
1) પડખું ફરીને સુવું : નાક બંધ થવાના કારણે તમારા સાઈનસમાં લાળ ભરાઈ જાય છે જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ માટે તમારે તકિયો માથા નીચે રાખવું જેથી તમારું માથું ઉચું રહે અને પીઠના પર સુવાના બદલે પડખું ફરીને સુવું જેથી નાક બંધ થવાની સમસ્યામાં ફાયદો મળશે.
2) ગરમ સૂપ અને ચા : ગરમ પદાર્થનું સેવન કરવાથી સર્દીમાં કદાચ સર્દીમાં સંપૂર્ણ છુટકારો ન પણ મળે પરંતુ તેના લક્ષણોમાં જરૂર ફાયદો થાય છે, ગ્રીન ટી, ચીકન સૂપ, લીંબુ અને મધ સાથે ગરમ પાણી વગેરેનું સેવન કરવાથી શરદીમાં રાહત મળે છે.
3) સાઈનસ પર ગરમ સેક કરવાથી : જે રીતે ગરમ સેક કરવાથી સોજમા રાહત મળે એ જ રીતે શ્વસનમાર્ગને અનબ્લોક કરવામાં પણ મદદ કરે છે. એક સાફ કપડું લેવું તેને ગરમ પાણીમાં બોળી નાક અને તેની ઉપરનાં ભાગમાં સેક કરો, સેકની ગરમીના કારણે તમારું નાક ખુલી જશે અને અને તમને શ્વાસ લેવામાં આસાની થશે.
4) એક હ્યુમીડીફાયર ખરીદો : સામાન્ય રીતે ઘરની હવા શુષ્ક હોય છે જેનાથી બંધ નાકની સમસ્યા ઉલટાકની વધે છે. આ સમસ્યામાં હ્યુમીડીફાયર સારું કામ આપે છે તે તમારા રૂમમાં ભેજનું પ્રમાણ વધારે છે અને તેના કારણે તમે આરામદાયક મહેસૂસ કરો છો. આનો ઉપયોગ રાત્રે સૂતા સમયે કરવાથી સારો ફાયદો મળે છે.
5) ઉકળતા લસણનો નાસ : લસણ તેના એન્ટી ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે સર્દીમાં સારો ઉપાય છે. તમે કા તો તેને ખાય શકો છો અથવા પાણીમાં ઉકાળીને તેનો નાસ લેવો. ટુવાલ ઓઢીને લસણને પાણીમાં ઉકાળીને તેનો નાસ લેવાથી ખૂબ ફાયદો થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી