જીભ પર પડી ગયેલા કાળા દાગ દુર કરવા અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, મફતમાં જ મોંના દાગ સહિત અનેક સમસ્યા થઈ જશે ગાયબ…

આપણે કોઈપણ વસ્તુનો સ્વાદ લેવો હોય તો જીભની જરૂર પડે છે. જીભ એવું અંગ છે જેનાથી તમને કોઇપણ વસ્તુઓનો ખાટો, મીઠો, કડવો, ખારો, તૂરો, વગેરે ટેસ્ટ આવે છે. પણ આ જીભ પર જયારે તમને કાળા રંગના ડાઘા દેખાઈ તો તે શેના કારણે હોય છે અથવા તો તેને દુર કરવા માટે ક્યાં ઉપાયો અજમાવવા જોઈએ તેના વિશે જાણી લેવું જરૂરી છે. અહી અમે તમને જીભ પર દેખાતા કાળા ડાઘને દુર કરવાના કેટલાક સરળ ઉપાયો જણાવીશું. જે તમારી આ સમસ્યાને દુર કરશે. 

જીભ માત્ર રસોઈનો સ્વાદ જ નથી જણાવતી, પરંતુ જીભના રંગને આધારે તમે એ પણ જાણી શકો છો કે તમારું સ્વાસ્થ્ય સારું છે કે નહીં. ઘણી વખત જીભ પર દેખાતા કાળા ડાઘ કોઈ બીમારીનો સંકેત હોઇ શકે છે. જો તમને જીભ પર કાળા ડાઘ દેખાતા હોય તો તમને લોહીની ઉણપ, ડાયાબિટીસ જેવી બીમારીઓ હોય શકે છે. મોંમાં વધુ બેક્ટેરિયા હોવાને કારણે પણ જીભ પર કાળા ડાઘ દેખાઈ શકે છે. શરીરમાં લોહીની પૂર્તિ સરખી રીતે ન થઈ શકવાથી પણ જીભમાં કાળા ડાઘ દેખાઈ શકે છે. જીભના કાળા ડાઘની સમસ્યા દૂર કરવા માટે તમે અમુક સરળ ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો.1) મોંની સફાઈ કરવી:- જીભ પર કાળા ડાઘ ગંદકીના કારણે પણ દેખાઈ શકે છે. જીભ પર કાળા ડાઘ દૂર કરવા માટે મોંને સરખી રીતે સાફ કરવું જોઈએ. જીભ અને દાંત પર રહેલી ગંદકી દૂર કરવી. દિવસમાં 2 વખત બ્રશ કરવું. પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું. રાત્રે મીઠી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ, તેનાથી મોંમાં બેક્ટેરિયા વધી શકે છે. 

2) પાણીથી કોગળા કરવા:- આપણાં ઘરમાં ઉપયોગમાં લેવાતી લવિંગ ઓરલ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. તેની મદદથી જીભમાં દેખાતા કાળા ડાઘથી છૂટકારો મેળવી શકાય છે. તમે લવિંગને પાણીમાં ઉકાળી લો. પાણી નવશેકું થાય એટલે તે પાણીથી કોગળા કરો. તેનાથી જીભ પર દેખાતા ડાઘ ધીમે ધીમે મટી જાય છે. તમે તજનું પાણી પણ ઉપયોગમાં લઈ શકો છો.3) ઉપયોગ કરવો:- એલોવેરાની મદદથી પણ જીભના કાળા ડાઘ દૂર કરી શકાય છે. એલોવેરાનું તાજું જેલ કાઢીને જીભ પર દેખાતા કાળા ડાઘ પર લગાડવું. એલોવેરા જ્યુસનું સેવન પણ કરી શકાય છે. જીભના કાળા ડાઘ દૂર કરવા માટે તમે અનાનસનો ઉપયોગ પણ કરી શકો છો. 

4) લીમડાનો ઉપયોગ કરવો:- લીમડાની મદદથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી છુટકારો મેળવી શકાય છે. લીમડાનો ઉપયોગ ઓરલ હેલ્થ માટે ઘણા પ્રકારે કરવામાં આવે છે. તમે લીમડાના પાન ઉકાળી લો. પછી પાણી નવશેકું થાય એટલે તેનાથી કોગળા કરો. જીભના કાળા ડાઘનું કારણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ હોય શકે છે. તેને દૂર કરવા માટે લીમડો ફાયદાકારક ગણવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.5) લસણને જીભ પર લગાડવું:- લસણની મદદથી પણ તમે જીભના કાળા ડાઘથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાયને ઉપયોગમાં લેવા માટે લસણના એક નાના ટુકડાને જીભ પર હળવા હાથે રગડો. આ પ્રકારે તમે જીભ પરના કાળા ડાઘની સમસ્યા દૂર કરી શકો છો. 

જીભ પરના કાળા ડાઘ ઉપર જણાવેલ ઉપાયોની મદદથી દૂર થઈ શકે છે. કાળા ડાઘથી બચવા માટે જીભ અને ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું. આમ તમે જીભ પરના આ કાળા ડાઘ દુર કરવા માટે લસણ, એલોવેરા, લીમડો, લવિંગ વગેરેનો ઉપયોગ કરી શકો છો. સાથે તમારે પોતાના મોં ની સફાઈ રાખવી પણ જરૂરી છે. જીભની ઓળ ઉતારવી જરૂરી છે. જે તમને મોં ની દુર્ગંધથી દુર રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment