ઘણી વખત મિત્રો ખાસ કરીને સ્ત્રીઓ જયારે રસોડામાં રસોઈ બનાવે છે ત્યારે અચાનક અથવા તો ધ્યાન રહેતા દાજી જાય છે. જેને કારણે જે જગ્યા પર ગરમ વસ્તુ અડી જાય છે ત્યાં થોડા સમય પછી બળવા લાગે છે. શરીરમાં બળતરા થવા લાગે છે. અને આપણે ઠંડક કરવા માટે અનેક ઘરેલું ઉપાય કરીએ છીએ. આજે અમે તમને એવા સરળ ઉપાય અંગે વાત કરીશું જે તમને બળેલા દાગ પર લગાવવાથી રાહત મળશે.
ઘણી વખત રસોઈ બનાવતી વખતે અથવા તો ગરમ પાણી કે ગરમ તેલ ના છાંટા આપણી સ્કીન પર ઉડે છે. અને સ્કીન બળી જાય છે. ત્યાર પછી ત્વચા પર ફોડલો થઈ જાય છે. એવા સમયે શરીરમાં બળતરા ખુબ થવા લાગે છે. આમ શરીરના કોઈ ભાગ ભલે થોડું બળતો હોય તે ખુબ તકલીફ આપે છે. એવા ઘણા ઘરેલું ઉપાય તમને તે તકલીફ માંથી રાહત આપશે.
ઠંડુ પાણી: ઘણી વખત તમને થોડું એવું દાજી જાવ છો, પણ સ્કીન માં થતી જલન તમને ચેન નથી આપતી. એવા પહેલું કામ એ કરો કે પોતાની બળેલી સ્કીન ને લગભગ 20 મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી હળવા હાથે તેને સાફ કરી નાખો. તેમજ બળેલી જગ્યા પર થોડી વાર ભીનું પોતું રાખો. આનાથી દર્દ અને સોજામાં રાહત મળશે.
એલોવેરા જેલ : એક રીપોર્ટ અનુસાર એન્ટી બાયોટીક મલમ અને ક્રીમ સંક્રમણ ને રોકવા માં મદદ કરે છે. તમે તેને લગાવી શકો છો. આ સિવાય એલોવેરા ને બળેલી સ્કીન માટે ખુબ અસરકારક માનવામાં છે. એલોવેરા ના છોડના પાનથી લેવામાં આવતી એલોવેરા જેલ ની એક પરત સીધી જ બળેલી સ્કીન પર લગાવો. તેનાથી આરામ મળશે.
તાપથી બચાવ જરૂરી છે : તમે તાપ કે તડકાના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. ખાસ કરીને તે સ્કીનને બચાવી રાખો જે બળી ગઈ છે. બળેલી સ્કીન સુરજના તાપમાં ખુહ્બ સંવેદનશીલ બને છે. આથી બળેલી સ્કીનને કોઈ કપડાથી ઢાંકી ને રાખો.
મધ : મધ મીઠું હોવાથી સાથે સ્કીન માટે ઘણી રીતે ફાયદાકારક છે. મધને બળેલી સ્કીન પર લગાવવાથી તેનાથી થતી જલનને ઠીક કરવામાં મદદ કરે છે. મધમાં એન્ટી ઇન્ફલેમેટરી અને સ્વાભાવિક રૂપે જીવાણુંરોધી અને એન્ટીફંગલ હોય છે.
ફોડલા ને સ્પર્શ કરવો નહી : જો સ્કીન પર જલનની સાથે ફોડલા પડી ગયા હોય તો, તેને બહુ સ્પર્શ કરવો નહિ. ફોડલા ઓ ફોડવા થી તમને સંક્રમણ વધી શકે છે. જો તમે જલનને કારણે બનેલા ફોડલા થી બહુ ચિંતિત છો તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ખાલી સામાન્ય ઇજા માટે આપેલી છે, વધારે દાજી ગયા હોવ તો તરત દવાખાની ની મુલાકાત લેવી.. અને આ માહિતી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી