સરગવા કરતા પણ ગુણકારી છે તેનું શાક | શરીરની આટલી બીમારીઓનો છે મોટો દુશ્મન…

મિત્રો તમે અનેક શાકભાજીને તમારા ભોજનમાં શામિલ કરો છો. તેમજ તેમાંથી મળતા કેટલાક પોષક તત્વો તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં ખુબ મદદ કરે છે. જો કે કેટલાક એવા શાકભાજી પણ છે જે શાક રૂપે તો ફાયદાકારક છે જ, પણ અમુક શાકની છાલ અને રસ પણ એટલા જ લાભકારક હોય છે. આથી આવા શાકભાજીની છાલને ફેંકી ન દેતા, તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. આથી આવા અનેક શાકભાજી વિશે માહિતી રાખવી ખુબ જરૂરી છે.

સરગવો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે. તેનું શાક ઘણા લોકોને ખુબ જ પસંદ કરે છે. તે ખુબ જ પૌષ્ટિક આહાર છે. સરગવામાં વિટામીન સી સંતરા કરતા 7 ગણું, વિટામિન એ ગાજર કરતા 4 ગણું, કેલ્શિયમ દૂધ કરતા 4 ગણુ, પોટેશિયમ કેળા કરતા 3 ગણું અને પ્રોટીન દહીં કરતા 3 ગણું વધુ જોવા મળે છે.આ સિવાય તેના લીલા અને સુકાયેલ પાનમાં પણ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, સી અને બી અને બી-કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. સરગવાનું સેવન કરીને તમે ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. તેનું બોટેનીકલ નામ ‘મોરીગા ઓલીફેરા’ છે. તેને બીજા ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. ચાલો તો તેના કેટલાક ફાયદા વિશે જાણી લઈએ.

સંધિવા અને વાત્ત : સરગવાના ફળનું શાક ખાવાથી જુનો સંધિવા, સાંધાના દુઃખાવા અને વાત્ત રોગોમાં લાભ થાય છે. તેનાથી સાઈટીકા જેવી બીમારીમાં પણ ફાયદો થાય છે. જે લોકો સાંધાના દુઃખાવાથી પરેશાન છે, તેને સરગવાનું શાક જરૂર ખાવું જોઈએ.પેટ સંબંધી બીમારી : પેટ સંબંધી બીમારીઓમાં પણ સરગવાનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. તે લીવરને મજબુત કરવાનું કામ કરે છે અને પેટના ટોક્સીસ તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના સેવનથી ડાઈજેશન સિસ્ટમ સારી રહે છે.

કફ : સરગવાનું શાક કફની સમસ્યા પણ દુર કરવામાં મદદ કરે છે. જો ઉધરસ લાંબા સમયથી છે તો સરગવાની છાલના રસમાં મધ ભેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. સરગવાના પાનનો ઉકાળો બનાવીને પીવાથી પણ ઉધરસ ખુબ ઝડપથી ઠીક થઈ જાય છે.એસીડીટી : સરગવાનું શાક ખાવાથી એસીડીટીની સમસ્યા દુર થઈ શકે છે. જે લોકોને કબજિયાતની ફરિયાદ રહેતી હોય અને ગેસ થતો હોય છે, તેમણે સરગવાનું શાક જરૂર ખાવું જોઈએ. તેની અસર તરત જ જોવા મળશે.

બ્લડ પ્રેશર : સરગવાના શાકનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે સરગવાનું શાક જરૂર ખાવું જોઈએ.વજન : સરગવાના શાકનું નિયમિત સેવન કરવાથી વજન ઓછો કરી શકાય છે. જે લોકો પોતાનું વજન ઝડપથી ઘટાડવા માંગે છે તેમણે સરગવાના પાનનો રસ સવારે અને સાંજે પાણીમાં મિક્સ કરીને પીવો જોઈએ.

આમ તમે સરગવાના ફળ, પાન અને રસનું નિયમિત સેવન કરો છો તો તમે તમારા શરીરની અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. આ સિવાય તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહે છે. આમ સરગવાના વજન ઘટાડવાથી લઈને પેટ સાફ કરવા સુધીના અનેક ફાયદાઓ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment