કોરોનની બીજી લહેર: દેખાય રહ્યા છે આવા લક્ષણો.. ટેસ્ટ ન કરાવવાથી આખું પરિવાર મુકાય શકે છે જોખમમાં.

કોરોના વાઇરસના હવે નવા લક્ષણો જોવામાં આવી રહ્યા છે જેમાં લોકોને પેટમાં દુખાવો, ઓછી ભૂખ લાગવી, બેચેની થવી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ઘણા લોકોમાં તો એક પણ લક્ષણ જોવા મળતું નથી અને તે કોરોના પોસેટિવ આવે છે. હાલમાં કોરોનાના કેશ એક લાખથી પણ વધારે છે માટે લોકોએ સાવચેત રહેવું પડશે અને સામાજિક અંતર રાખવું પડશે. જો તમને તાવ, શરદી જેવા લક્ષણો પણ જોવા મળે તો કોરોના ટેસ્ટ જરૂરથી કરાવો  અને જો નેગેટિવ આવે તો તમે સામાન્ય દવા લઈ શકો છો. તો ચાલો કોરોનાના નવા લક્ષણો વિષે માહિતી લઈયે.

કોરોના વાઇરસના કેસ વધવાથી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે જ્યારે તાવ, શરદી વગેરે મોસમી રોગ હોય ત્યારે પણ કોવિડ ટેસ્ટ જરૂરથી કરાવવો જોઇ. ગયા દિવસોમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો આને મોસમી રોગ માની લે છે, પરતું ટેસ્ટમાં કોરોના પોસેટિવ જોવા મળે છે. આનાથી કુટુંબીજનો જ નહીં પણ અન્ય લોકોને પણ તેની સમસ્યા થઈ શકે છે

હાજમા(પાચન)માં વિક્ષેપ થઈ શકે છે કોરોનાનો નવો લક્ષણ

  • પેટમાં દુખાવો, ઉલ્ટી જેવી સમસ્યા થાય તો તરત જ થઈ જાવ સતર્ક.
  • મોસમી રોગમાં પણ તરત જ કરાવો કોરોના ટેસ્ટ.
  • તાવ, ઉધરસશરદી થવા પર તરત જ કરાવો કોરોના ટેસ્ટ.
  • ટેસ્ટ ન કરાવવાથી આખું પરિવાર જોખમમાં મુકાય શકે છે.


કોરોનાની બીજી તરંગ ઘણી રીતે અગાઉના તરંગથી જુદી છે. કેટલાક ડોક્ટરોને એવું લાગે છે કે પહેલી વારથી પણ અત્યારે વધારે ખતરનાક થઈ શકે છે. રીપોર્ટ અનુસાર ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં એવા લક્ષણ જોવા મળે છે જે પહેલા જોવા નથી મળ્યા. આમાં પેટમાં દુખાવો, મન ન લાગવું, ઉલ્ટી, ઉધરસ જેવા લક્ષણો થઈ જવા તે છે. આવામાં ડોક્ટર પણ સલાહ આપી રહ્યા છે કે જો તમને તાવ અને ઉધરસ જેવા લક્ષણો નથી તો પણ બાકી રહેલી સમસ્યાથી બચવા માટે  તમારો કોરોના ટેસ્ટ જરૂરથી કરાવો. આ સિવાય હવે કોરોનાના ચેપી દર્દીમાં સાંધાનો દુખાવો, માંસપેશીમાં દુખાવો, પેટની તકલીફ, નબળાઈ અને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

દર્દીમાં જોવા મળી રહ્યા છે નવા-નવા લક્ષણો

ખાસ વાત એ છે કે બ્રિટેન અને બાકીના યુરોપીયન દેશોમાં કોરોનાની બીજી અને ત્રીજી તરંગમાં પણ દર્દીમાં નવા પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે મોટા ભાગના કોરોના કેસોમાં સારવાર ન અપાઈ હોય અથવા તો હળવા લક્ષણ વાળા હોય છે પરંતુ જેમને પહેલેથી જ બહુવિધ બીમારીઓ છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. કોરોનાનો નવો લક્ષણ સામે આવ્યો છે, જે જડપથી બીજા લોકોમાં ફેલાઈ રહ્યો છે, શરીરની અંદર જડપથી ફેફ્સામાં અને શ્વાસ લેવા વાળી નળીમાં પહોચી શકે છે.

આમાં નિમોનિયા થવાની સમસ્યા છે જે કોરોના કેસને અઘરો બનાવી શકે છે. પેટની તકલીફ વાળા લોકો ઘણા આવી રહ્યા છે જેનાથી ડોક્ટરોને એવું લાગી રહ્યું છે કે વાયરસ હવે પાચન સિસ્ટમને જપેટમાં લે છે જેનાથી અતિસાર, પેટમાં દુખાવો, મન ન લાગવું, દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો આવી રહ્યા છે. એવામાં આ બધા લક્ષણો જોવા મળે એટલે તરત જ સાવચેત થઈ જવાની જરૂર છે જેથી વધારે સમસ્યા ન થાય.

હવે યુવાનો આવી રહ્યા છે ઝપેટમાં

કોરોનાના વર્તમાન તરંગમાં ડબલ નિમોનિયા પણ જોવા મળી રહ્યો છે જે જીવન પર ભારે પડી શકે છે. તેમજ, મોટી ઉમરના લોકો ઉપરાંત યુવાન લોકો પણ આની પેટમાં આવી હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. અહિયાં કેટલાક બાળકોમાં તો મલ્ટી સિસ્ટમેટિક ઈન્ફલેમેટ્રી સિન્ડ્રોમ પણ જોવા મળે છે. આ રીતની સમસ્યાના થવાથી શરીરના કેટલાક ભાગોમાં ઇન્ફેક્ન થવાથી સોજો થઈ શકે છે. દેશમાં અત્યારે જે વેક્સિન દેવામાં આવી રહી છે તે નવા વાયરસમાં વધારે સહાયક ન થાય પણ ડોક્ટરની સલાહ છે કે જ્યારે પણ લગાવવાનો મોકો મળે એટલે, તેને લઈ લેવી જોઈએ, કારણ કે તેનાથી મૃત્યુનો ભય નહિ રહે.

જોખમ ન લો, તરત જ ટેસ્ટ કરાવો

કોરોના વાઇરસ ડપથી વધી રહ્યો છે તે ધ્યાનમાં રાખતા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે મોસમી બીમારી જેવી કે તાવ, શરદી હોય તો પણ કોવિડ ટેસ્ટ જરૂરથી કરાવો જોઇ. આગળના દિવસોમાં એવું જાણવામાં આવ્યું છે કે લોકો તેને મોસમી બીમારી સમજી લે છે, પરતું ટેસ્ટમાં કોરોના પોસેટિવ જોવા મળે છે. આ રીતે થવાથી તેના કુટુંબીજનો અને તેની સાથે મળતા લોકો માટે પણ જોખમી બની શકે છે. રીપોર્ટ અનુસાર મોસમી બીમારીના કિસ્સામાં કોવિડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. એનું કહેવું છે કે તાવ, શરદી ને માત્ર મોસમી તાવ ન માનવો જોઇ. અને જો કોઈને આવું થાય તો તરત જ કોવિડ ટેસ્ટ કરાવવો જોઇ. ટેસ્ટમાં જો નેગેટિવ આવે તો, તમે સાધારણ દવા લઈ શકો છો અને જો રીપોટ પોસેટિવ આવે તો,  સમય રહેતા આની ખબર પડી જાય છે અને પરિવારના અન્ય સદસ્યને આનાથી બચાવી શકાય છે

જો તમે ફક્ત આને એક મોસમી બીમારી સમજીને છોડી દેશો તો તમે તમારા પૂરા પરિવારને સમસ્યામાં મૂકો છો. અને તમારા સંપર્કમાં આવતા લોકો માટે પણ સમસ્યાનું કારણ બને છે. આવી સમસ્યામાં કોવિડ ટેસ્ટ કરાવવું જરૂરી છે. માસ્ક અને સોશલ ડીસ્ટેસિંગનું પાલન જરૂરથી કરવું. લોકોની આ બેદરકારીના લીધે જ કે વધારે સંખ્યામાં વધી રહ્યા છે.

જણાવી દઈએ કે દેશમાં પહેલીવાર કોરોના વાયરસના કે  એક લાખ થી પણ વધારે ટેસ્ટ થયાછે અને ઘણા ઓછા સમયમાં નવા કેસની સંખ્યા પણ એક લાખ સુધી પહોચી જશે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે વધારે લોકોમાં કાય પણ લક્ષણ ન હોય તે આવી રહ્યા છે. લોકોમાં લક્ષણ જોવા નથી મળી રહ્યા, તો પણ ટેસ્ટ કરવાથી પોસેટિવ આવે છે. આ પરિસ્થિતિમાં માસ્ક અને સોશલ ડીસ્ટેટિંગને ફોલો કરવું જરૂરી છે

Leave a Comment