થાઈલેન્ડમાં સસ્તામાં ફરવાનો મોકો આપી રહી છે ત્યાંની સરકાર, માત્ર 72 રૂપિયામાં મળી રહ્યા છે હોટેલમાં રૂમ…

થાઈલેંડ હંમેશા ભારતનાં લોકો માટે એક પ્રિય પર્યટન સ્થળ રહ્યું છે. ફૂકેટ એ થાઈલેંડનાં રોમેન્ટિક શહેરોમાનું એક છે. અલગ-અલગ દેશોનાં કપલ્સ ત્યાં હનિમૂન મનાવવા માટે જાય છે. ફૂકેટમાં જ્યાં પણ આપણે દ્રષ્ટિ કરીએ, ત્યાં આપણું હૃદય માહિત થઈ જાય છે. ત્યાંની હોટેલો, દરિયા કિનારા અને ઐતિહાસિક સ્થળો તેની સુંદરતાથી ખુબ જ પ્રખ્યાત છે. ત્યાંની પ્રત્યેક સિઝન લોકોને આકર્ષિત કરે છે. ત્યાં જઈને લોકો જિંદગીને ખુબ જ ખુશીથી માણે છે.

તમને જણાવી દઈએ કે, જે પણ લોકોએ વેક્સિન લઈ લીધી છે, તેવા દરેક આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે ફૂકેટ થાઈલેંડ જુલાઈથી પોતાના દેશમાં આવવાની મંજૂરી આપશે. ખાસ વાત તો, એ છે કે, થાઈલેંડમાં એક પર્યટન સમૂહે એક કેમ્પેઈન ચાલુ કર્યું છે. તેથી હોટલનાં રૂમ ખુબ જ ઓછી કિંમતે આપવામાં આવશે. આ કેમ્પેઈનને ‘વન-નાઈટ, વન-ડોલર’ ના નામથી ઓળખવામાં આવે છે, જે ટુરિઝમ કાઉન્સિલ થાઈલેંડ(ટીસીટી) દ્વારા સંચાલિત એક અભ્યાન છે.

આ યોજનાથી આ હોટલની કિંમત લગભગ 1 ડોલર એટલે કે 72 રૂપિયા થશે. આ હોટલનાં કેટલાક રૂમ માત્ર એક ડોલર એક રાતનાં હિસાબથી લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

સામાન્ય રીતે આ રૂમોને 1000 થી 3000 બજેટની વચ્ચે આપવામાં આવતા હતા અથવા તો 2328 રૂપિયા થી 6984 રૂપિયામાં આપવામાં આવતા હતા. મળતી માહિતી અનુસાર, જો કેમ્પેઈન સફળ સાબિત થશે, તો તેનો કોઈ સમૂહ અને બેંગકોક જેવા અન્ય લોકપ્રિય પર્યટન સ્થળોમાં પણ થઈ શકે છે.

થાઈલેંડનાં પર્યટન ઓથોરેટી ગવર્નર યુથાસાક સુપાસોર્નનાં એક પ્રેસ રિલિઝના અનુસાર કહ્યું હતું કે, ફૂકેટ ચરણબદ્ધ રીતે અંતરરાષ્ટ્રીય પર્યટકોને પોતાના દેશમાં આવવાની અનુમતિ આપવા જઈ રહ્યા છે. 1 જુલાઈથી રહેવાસી અને અંતરરાષ્ટ્રીય પર્યટકોને મંજૂરી આપવામાં આવશે, કે જે લોકોએ વેક્સિન લઈ લીધી છે. તેમણે એ પણ કહ્યું છે કે, નિયમોનું સખ્ત પાલન કરીને જ, લોકોને મંજૂરી આપવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ટીસીટીના અધ્યક્ષ ચમન શ્રીસાવતે જણાવ્યુ છે કે, થાઈલેંડ છેલ્લા 15 મહિનાઓથી કોરોના મહામારીના કારણે આર્થિક સમસ્યામાં છે. લાખોની સંખ્યામાં લોકો પોતાની નોકરીને ખોય ચૂક્યા છે. તેવામાં ફક્ત તેમને સામૂહિક પર્યટન જ બચાવી શકે છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, ફૂટેકનું સૌથી પહેલું લક્ષ્ય છે કે, પોતાના દ્વીપના 70 ટકા લોકોનું વેક્સિનેશન કરાવવાનું છે. આ પછી જ અંતરરાષ્ટ્રીય પર્યટકોને આ દેશમાં આવવાની મંજૂરી આપવામાં આવશે.

રિપોટ્સ અનુસાર, થાઈલેંડમાં કોરોના મહામારીની શરૂઆતી લહેરમાં લગભગ 1236 મૃત્યુ આંકડો આવ્યો હતો. આ સિવાય થાઈલેંડમાં હવે લગભગ 1.77 લાખ કોવિડ-19 ચેપનાં પોઝિટીવ મામલાઓને દાખલ કરવામાં આવ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment