વાળમાં રહેલ ખોડો ચપટીમાં કરો ગાયબ, અજમાવો આ દેશી વસ્તુ, માથાનું તાળવું સાફ કરી ખંજવાળ અને ખરતા વાળ થશે દુર…

કુદરતી વનસ્પતિઓ આપણને અનેક રીતે સહાયતા કરે છે. આવી વનસ્પતિમાં એલોવેરાનો સમાવેશ થાય છે. એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર એક છોડ છે. આ છોડની જેલનો ઉપયોગ ત્વચા, વાળ અને હેલ્થથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે. આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે એલોવેરાથી ડેન્ડ્રફ પણ દૂર કરી શકાય છે. જી હા એલોવેરામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ડેન્ડ્રફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

એલોવેરાથી ડેન્ડ્રફ કેવી રીતે દૂર કરવો:- જો તમારા માથામાં ડેન્ડ્રફ થઈ ગયો હોય તો તમે એલોવેરાનો અનેક રીતે ઉપયોગ કરી શકો છો. એલોવેરાને દરરોજ વાળમાં અને સ્કેલ્પ પર લગાવીને ડેન્ડ્રફ, ખંજવાળ અને હેર ફોલથી છુટકારો મળે છે.1) એલોવેરા અને લીંબુ : ડેન્ડ્રફને દુર કરવા માટે એલોવેરા અને લીંબુની પેસ્ટ લગાવી શકાય છે. તેના માટે તમે 5 થી 6 ચમચી એલોવેરા જેલ લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ મેળવો. હવે આ પેસ્ટને આંગળીઓની મદદથી તમારી સ્કેલ્પ પર લગાવો. એક કલાક પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ પ્રમાણે તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકો છો.

2) એલોવેરા અને બેકિંગ સોડા : જો તમારા વાળમાં ડેન્ડ્રફ થઈ ગયો હોય તો તમે એલોવેરા અને બેકિંગ સોડાની પેસ્ટ પણ ટ્રાય કરી શકો છો. બેકિંગ સોડા પણ એલોવેરાની જેમ એન્ટિફંગલનું કામ કરે છે. તેના માટે તમે ચાર-પાંચ ચમચી એલોવેરા જેલ લો અને તેમાં એક ચમચી બેકિંગ સોડા મેળવો. હવે આ પેસ્ટને તમારી સ્કેલ્પ પર લગાવો. થોડીવાર પછી વાળને ધોઈ લો. એક્સપર્ટ પ્રમાણે પાણી અને બેકિંગ સોડાના મિશ્રણથી વાળમાંથી એક્સ્ટ્રા ઓઇલ કાઢવામાં મદદ મળે છે. જો વાળમાં શેમ્પુ કે અન્ય કોઈ હેર પ્રોડક્ટ્સ રહી જાય છે તો આ તેને પણ સરળતાથી કાઢવામાં મદદ કરે છે. પરંતુ દરરોજ બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન પહોંચી શકે છે.3) એલોવેરા અને સફરજનનો સરકો : એલોવેરા અને સફરજનનો સરકો બંનેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ડેન્ડ્રફ ને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તમે એક ચમચી એલોવેરા જેલ લો અને તેમાં બે ચમચી સફરજનના સરકારને મેળવો. હવે આ પેસ્ટને તમારા વાળ અને સ્કેલ્પ પર લગાવો. એક કલાક બાદ વાળમાં માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. ડેન્ડ્રફ થી છુટકારો મેળવવા માટે તમે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરી શકો છો.

4) એલોવેરા જેલ: તમે ઈચ્છો તો ઝડપથી ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે માત્ર એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે એક ફ્રેશ એલોવેરાનું પાન લો. તેને સાફ કરો અને પલ્પ કે જેલ કાઢી લો. હવે આ જેલને તમારા વાળ અને સ્કેલ્પ પર સરસ રીતે લગાવો. લગભગ એક કલાક પછી વાળ ને પાણીથી ધોઈ લો. ડેન્ડ્રફ થી છુટકારો મેળવવા માટે તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર એલોવેરા જેલ લગાવી શકો છો. એલોવેરા તમારા સ્કૅલ્પ અને વાળને કોઈપણ પ્રકારનું નુકશાન નથી પહોંચાડતું. ડેન્ડ્રફ કેવી રીતે દૂર કરે એલોવેરા:- એલોવેરામાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ હોય છે. આ બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળ અને સ્કેલ્પ ને સુરક્ષિત રાખે છે. એલોવેરામાં એન્જાઈમ હોય છે જે ફેટને તોડે છે અને વાળ માંથી વધુ તેલને દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરામાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે સ્કેલ્પમાંથી ડેન્ડ્ર ને દૂર કરવામાં મદદ કરે છે. આ સ્કેલ્પમાંથી લાલાશ અને પોપડીદાર પૈચને પણ દૂર કરે છે. એલોવેરામાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ સ્કેલ્પ પર ડેન્ડ્રફની જગ્યાએ થતી ખંજવાળને પણ શાંત કરે છે. એલોવેરામાં પ્રોબાયોટિક એન્જાઈમ નામક તત્વ હોય છે જે સ્કેલ્પ ની ડેડ સ્કિનને રીપેર કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment