આ વસ્તુ ખાશો તો ક્યારે કબજિયાત નહીં થાય. પણ મોટા ભાગના લોકો ને ખબર નથી આ માહિતી

કબજીયાતથી રાહત આપશે આ ફૂડસ, આજે જ સામેલ કરો તેને પોતાની ડાઈટ 

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે લોકોને અક્સર એસીડીટી, ગેસ તેમજ કબજિયાત જેવી તકલીફ થયા કરે છે. જેને કારણે તેનું પેટ બગડે છે. અને તેને દવાઓનો સહારો લેવો પડે છે. પણ જો તમે પહેલેથી જ પોતાના ખોરાક અંગે સાવચેત થઈ જાવ તો કબજિયાત જેવી તકલીફથી બચી શકો છો. અમે તમને એવા ઉપાયો વિશે જણાવીશું જેના દ્રારા તમે પોતાની ડાઈટ માં અમુક ફૂડસ સામેલ કરીને કબજીયાતથી બહુ સહેલાઈથી રાહત મેળવી શકો છો. 

આજે આધિકાંશ લોકો કબજીયાતથી પીડિત હોય છે. આમ કબજિયાત ની સમસ્યા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો કે કબજિયાત થવાનું મુખ્ય કારણ આપણી લાઈફસ્ટાઈલ અને ગલત ખોરાક છે. આમ કબજિયાત થવાથી માત્ર પેટમાં જ તકલીફ નથી રહેતી પણ તેનાથી શરીરને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે કબજીયાતની તકલીફ વધવાથી માથાનો દુખાવો, ભૂખ ન લાગવી, મુંઝારો થવો, જેવી પરેશાની થઈ શકે છે. આથી કબજીયાતથી રાહત મેળવવા માટે પોતાના ખોરાકમાં પોષણથી ભરપુર ડાઈટ ને સામેલ કરો. 

કબ્જીયાથી ઘણી બીમારી થઈ શકે છે. જેમ કે પેટ સાફ ન આવવાથી પીન્પલ્સ થવા, એટલું જ નહિ તે તમારા હાર્ટ અને લીવરને પણ ડેમેજ કરી શકે છે. આથી પોતાની ડાઈટ માં ફાઈબર યુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. ફાઈબર કોન્સ્ટીપેશન થી રાહત આપે છે. જે લોકોને કબજીયાતની તકલીફ રહે છે તેમણે વધુજંક ફૂડસ અને ફ્રાઈડ વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ. તે કબજીયાતની સમસ્યાને વધારે છે. ચાલો તો તમને એવા ફૂડસ અંગે જણાવીએ જે તમને કબજીયાતથી રાહત અપાવશે. 

પાણી : કબજીયાતની સમસ્યાનું એક કારણ પાણીની કમી પણ છે. જો તમને કબજીયાતની તકલીફ છે તો ખુબ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. તે સ્કીન મરે સારું છે. 

લીક શાકભાજી : લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી, સર્સોમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ ની માત્રા વધુ જોવા મળે છે. કબજીયાતની તકલીફ ધરાવતા  લોકોએ લીલા શાકભાજીનું સેવન વધુ કરવું જોઈએ. ડાઈટ માં લીલા શાકભાજી સામેલ કરીને તમે કબજીયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 

કેળા : કેળામાં રહેલ ઉચ્ચ ફાઈબર કબજિયાતના પ્રભાવને સામાન્ય કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી કબજીયાતની તકલીફ નથી રહેતી. કેળામાં ઘણા એવા ગુણ જોવા મળે છે જે તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે. કેળા કબજિયાતમાં રાહત આપે છે. 

અંજીર : કબજીયાતની તકલીફમાં તમે અન્જીરનું સેવન કરી શકો છો. અંજીરમાં ફાઈબર મળે છે. જે મળત્યાગ ની પ્રક્રિયાને સરળ કરે છે. અને કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરે છે. 

જામુન : જામુનમાં ભરપુર માત્રામાં ફાઈબર મળે છે. ફાઈબર કબજીયાતની તકલીફમાં રાહત આપે છે. જામુન ના સેવનથી પાચન તંત્ર સારું થાય છે. જામુન ને ડાઈટ માં સામેલ કરવાથી કબજીયાતની તકલીફથી છુટકારો મળે છે. 

દહીં : દહીંમાં કેલ્શિયમ અને ફાઈબર ના ગુણ જોવા મળે છે. દહીના સેવન થી કબજીયાતની તકલીફથી રાહત મળે છે. દહીંમાં પ્રોબાયોટીક્સ સારા બેકટરીય મળે છે. જે મળ ને ત્યાગ કરવામાં મદદ કરે છે. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment