હાથ – પગ હંમેશા ઠંડા રહેવા સૂચવે શરીરની આ ગંભીર વસ્તુ । જાણીલો તેનાથી બચવાના ઘરેલુ ઉપાયો

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ હવે શિયાળો પૂરો થવા આવ્યો છે. પણ હજી પણ આપણા પગ ઠંડા રહે છે. કારણ કે ઘરની લાદી પણ ઠંડી થઈ જાય છે. આથી સ્વાભાવિક છે કે તેની ઠંડી પગને લાગશે. પણ તે છતાં પણ તમારા પગ ઠંડા રહે છે તો અમે તમને એવા સરળ ઉપાયો અંગે વાત કરીશું જે તમને ખુબ મદદ કરશે. 

પગનું ઠડું રહેવું એક સામાન્ય સમસ્યા છે. આની લીધે એવું થઈ શકે છે કે તમારા પગ સુધી પર્યાપ્ત ઑક્સીજન પહોચી શકતું નથી અને રક્તસંચાર પણ બરાબર થઈ નથી શકતો

ઘણા લોકોના પગ હમેશા ઠંડા રહે છે પછી તે ગમે તેટલો સમય બેડ પર પોતાના પગ  ઢાકીને રાખી શકે. પગનું ઠંડુ રહેવું એક સામાન્ય સમસ્યા છે. પણ તે એક મહત્વની સમસ્યા હોય શકે છે કે તમારા પગ સુધી પૂરતા પ્રમાણમા ઑક્સીજન ના પહોચતું હોય અને રક્તસંચાર પણ સરખો થતો ન હોય. જો કે કેટલીક વાર બ્લડ સરકુલેશન સારું થવાથી આવી સમસ્યા દૂર થઈ શકે છે. તમે કોઈ સરળ ઘરેલુ ઉપચાર કરવાથી પગનો રક્તસંચાર વધારીને તેને ગરમ રાખી શકો છો. 

ગરમ તેલથી મસાજ કરવું : જો તમારા પગ હમેશા ઠંડા રહેતા હોય તો તમે તેના પર ગરમ તેલથી માલિશ કરી શકો છો. રાત્રે સુવાથી પહેલા આ મસાજ કરવું. આનાથી ફાયદો થશે. મસાજ માટે  ઝૈતુનનું તેલ વધારે ફાયદેમંદ હોય છે. આના સિવાય નાળિયલ તેલ  અને તલનું તેલ પણ ઉપયોગ કરી શકો છો. 

જળચિકિત્સા આપશે આરામ : તમે પગ ઠંડા રહેવાની સમસ્યાને હાઈડ્રો થૈરેપિ એટલે કે પાણીચિકિત્સાથી દૂર કરી શકો છો. આ થેરાપી માં ઠંડા અને ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તે માટે પોતાના પગને ઠંડા પાણીમાં થોડી મિનિટ દુબાડીને રાખો. પછી પગને થોડી મિનિટ ગરમ પાણીમાં ડુબાડી રાખો. 15 મિનિટ સુધી આ પ્રક્રિયા કરવી. પછી પગને સારી રીતે સુકાવા દેવા. અને મોજા પહેરી લેવા

એકસરસાઈજ છે જરૂરી : પગમાં સારું બ્લડ સર્કુલેશન બનાવવા માટે પગની એક્સરસાઈજ કરો અને રોજ સવારે ઘાસ પર ચપ્પલ વગર ચાલવું. આનાથી પણ તમને ફાયદો થશે

સિવાય પોષક યુક્ત ભોજન કરવું. કોઈ વખત આયર્નની  કમી થવાથી પણ શરીરના અંગોમા ઑક્સીજન સારી રીતે પહોચી શકતું નથી. અને પગ ઠંડા રહે છે. આવામાં આર્યની કમી દૂર કરવા વાળી વસ્તુ તમારા ડાઈટમાં ઉમેરવી. મૌસમી ફળ ખાવું અને લીલી શાકભાજી પોષક યુક્ત ભોજન છે

અન્ય શારીરિક સમસ્યા પણ થઈ શકે છે કારણ

કોઈક વખત સારું ભોજન શરીર સુધી ના પહોચવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. ત્યાં કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે જેને લીધે પગ હમેશા ઠંડા રહે છે. બ્લડ સર્કુલેશન સારી રીતે ના થવું, શરીરમાં વિટામિનની કમી, લો બ્લડ પ્રેશર એ શરીરમાં લોહીની કમીથી પણ આ સમસ્યા થઈ શકે છે, જો કે કોઈ વખત હમેશા પગ ઠંડા રહેવાનું કારણ કોઈક અન્ય શારીરિક સમસ્યા પણ થઈ શકે છે. ડાયાબિટી ને લીધે પણ પગ ઠંડા રહી શકે છે. અને બીજા રોગને લીધે પણ પગ હમેશા ઠંડા રહી શકે છે. આવામાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઇયે.  

પગ હમેશા ઠંડા રહેવાનું મહત્વનુ કારણ આપણા શરીરમાં રહેલું ઑક્સીજન પગ સુધી ના પહોચતું હોય એટલે આવી સમસ્યા ઊભી થાય છે. અને બીજું આપણા શરીરમાં રક્તસંચાર પૂરતા પ્રમાણમા પગ સુધી પહોચતું ના હોય તો પણ આવી  સમસ્યા પેદા થાય છે. તેથી શરીરમાં પૂરતા પ્રમાણમા રક્તસંચાર થાય તે માટે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઇ. એમાં જો સવારે ચપ્પલ વગર ઘાસ પર ચાલો તો તેનાથી પણ લાભ થાય છે. અને સાથે પૂરતા પ્રમાણમા પોષક યુક્ત આહાર લેવો જરૂરી છે. તેમાં પણ લીલા શાકભાજી વધારે ખાવા જોઇયે. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment