લસણ વાનગીનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ સાથે જ તે સ્વાસ્થ્યને અગણિત ફાયદાઓ પણ કરે છે. અનેક ગુણોથી ભરપૂર લસણ કેટલાક ગંભીર રોગોનો કાળ છે. લસણનું નિયમિત રૂપથી સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભો થાય છે. પરંતુ લસણથી ફાયદા જ નહિ પરંતુ નુકશાન પણ થાય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે ક્યાં લોકો માટે લસણ નુકશાનકારક સાબિત થઈ શકે છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
લસણના પોષકતત્વ : લસણમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ વાયરલ, એન્ટિ ફ્ંગલ અને એન્ટિ ઓક્સિડેંટ જેવા ગુણો હોય છે. આ વિટામિન-એ, બી-1, બી-6, સી, મેગેનીઝ, કેલ્શિયમ, કોપર, કોર્બોજ 21, સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફરસ જેવા તત્વોનો ભંડાર છે.લસણના ફાયદા : તમને કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, હાર્ટએટેક, કેન્સર, કિડની ડિસીઝ, લીવર ડિસીઝ, કોલ્ડ, ફીવર, ડાયાબિટીસ અને સ્કીન સમસ્યાથી બચાવવામાં સહાયતા કરે છે. પરંતુ શું તમે જાણો છો, કે દરેક વ્યક્તિ અને દરેક સ્થિતિમાં લસણનું સેવન ફાયદાકારક હોતું નથી.
લસણના નુકશાન : એવું માનવામાં આવે છે કે, સવારે ખાલી પેટે લસણનું સેવન કરવાથી પેટથી જોડાયેલ સમસ્યા દૂર થાય છે અને તેની તાસીર ગરમ હોય છે. એક્સપર્ટનું માનવું છે કે, કેટલીક સ્થિતિમાં લસણનું સેવન ફાયદાકારક થતું નથી અને તેનાથી મૃત્યુનું જોખમ પણ રહે છે.
હિમોગ્લોબિન ઓછું થવા પર : જો તમારા લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું છે, તો તમારે લસણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, તેવામાં લસણનું સેવન કરવાથી હિમોલાઈટિસ એનીમિયાની તમે ઝપેટમાં આવી શકો છે. લગભગ સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની સમસ્યા ઓછી જોવા મળે છે.બ્લડ પ્રેશર થવા પર : જે પણ લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે, તે લોકોએ લસણનું સેવન કરતાં બચવું જોઈએ અને બની શકે તો લસણનું બિલકુલ સેવન ન કરવું. કારણ કે લસણ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરની સમસ્યામાં રહેવા વાળા લોકો માટે આ મૃત્યુકારી પણ સાબિત થઈ શકે છે.
ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા પર : જો કોઈ પણ સ્ત્રી ગર્ભનિરોધક દવાનો ઉપયોગ કરી રહી છે, તો તેણે પણ વધારે માત્રામાં લસણનું સેવન ન કરવું જોઈએ. ખરેખર, લસણ અને ગર્ભનિરોધક દવા મળીને શરીરમાં, વધારે ગરમી ઉત્પન્ન કરે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.ગર્ભાવસ્થા સમય : પ્રેગનેન્સી દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ લસણનું વધારે સેવન ન કરવું જોઈએ. લસણની તાસીર ગરમ હોય છે, જેનાથી ગર્ભપાત થવાની સમસ્યા થઈ શકે છે.
લીવરથી જોડાયેલ સમસ્યા થવા પર : જો કોઈ પણ વ્યક્તિને લીવરથી જોડાયેલ કોઈ પણ સમસ્યા છે, અથવા તો લીવરથી જોડાયેલ કોઈ પણ સંકેત પોતાની અંદર જોવા મળે છે, તો તે વ્યક્તિએ લસણનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. કારણ કે લસણનું વધારે સેવન કરવાથી લીવરની સમસ્યા વધી શકે છે. તેથી આવા લોકોએ લસણનું સેવન કરતાં પહેલા લીવરથી જોડાયેલ સમસ્યાની તપાસ કરવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી