સવારે ખાલી પેટે કેળા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત શકે છે. તો ચાલો મિત્રો તેના વિશે જાણીએ. ઘણા લોકોને ખાલી પેટ કેળા ખાવાનું અને કેળાનું શેઈક પીવું ગમે છે. ખાલી પેટ પર કેળા ખાવાનો ફાયદો ત્યારે જ થઈ શકે જ્યારે યોગ્ય અને માર્યાદિત માત્રામાં ખાવામાં આવે. જો વધારે પ્રમાણમાં કેળાનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે હાનિકારક બની શકે છે.
કેળા ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે એવું તમે અનેક વાર સાંભળ્યું હશે. કારણ કે કેળા પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ અને એનર્જી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પોષક તત્વોથી ભરપૂર કેળા ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. જો તમે જાણતા નથી તો આજે તમને જણાવી દઈએ કે, કેળાનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું.
કેળા ઉત્તમ ફળમાંથી એક છે પરંતુ વ્યક્તિને જ્યારે ખાસ પ્રકારની બીમારી હોય ત્યારે કેળાનું સેવન ન કરવું જોઈએ. જો આવા સમયમાં કેળા ખાશો તો તમારી તકલીફ વધી જશે. તો ચાલો તમને જણાવી દઈએ કે કેળાનું સેવન ક્યારે કરવું અને ક્યારે નહિ. એસિડીટી, ડાયેરિયા, બ્લડ પ્રેશર, કેન્સર, છાતીમાં દુઃખાવો, ખરજવું, અલ્સર જેવી તકલીફ હોય ત્યારે કેળા ખાવા જોઈએ. આ સમસ્યાઓમાં કેળા ખાવાથી તકલીફ ઘટી જાય છે.
કેળામાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જો તમે ખાલી પેટ પર વધારે પ્રમાણમાં ફાઈબરનું સેવન કરો છો, તો તે પેટમાં ખેંચાણ અને ગેસની સમસ્યામાં વધારો કરી શકે છે. આ સ્થિતિમાં ખાલી પેટ પર કેળાનું સેવન કરવું જોઈએ નહિ.
ખનીજનું શોષણ અટકાવે છે : ફાઈબરનું વધારે સેવન શરીરમાં કેલ્શિયમ, જસત આર્યન અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજોના શોષણને અવેરોધે છે. તેથી ખાલી પેટ પર વધુ કેળાનું સેવન ન કરો. આ તમારા શરીરમાં અન્ય ખનીજોની ઉણપનું કારણ બની શકે છે. આંખમાં ખંજવાળ અને કેળાથી એલર્જી ધરાવતા લોકો કેળાનું સેવન કરતા નથી. કારણ કે કેળાથી લેટેક એલર્જી થઈ શકે છે, જેનાથી આંખમાં ખંજવાળ આવે છે અને નાક બંધ થાય છે.
અનિયમિત ધબકારા : કેળામાં પણ પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે, જ્યારે વધારે માત્રામાં પોટેશિયમ થાય ત્યારે હાઈપરર્ક્લેમિયાનું કારણ બની શકે છે, જે હૃદયની નિષ્ફળતા, સ્નાયુઓની નબળાઈ અને લકવાનું જોખમ વધારે છે.
ખાલી પેટ કેળા ખાવાની રીત : ખાલી પેટ કેળા ખાવાના ફાયદા તમે જાણતા હશો, પરંતુ હવે વધુ ફાયદાઓ મેળવવા માટે ખાલી પેટ પર કેળા ખાવાની રીત શું છે તે જાણવું મહત્વ પૂર્ણ છે. ચાલો જાણીએ કેળા ખાવાની સાચી રીત.
દૂધ અને કેળા : સવારમાં ખાલી પેટ એક ગ્લાસ દૂધ સાથે મધ્યમ કદના બે કેળા ખાવાથી ઘણો ફાયદો થાય છે. કેળામાં 100 કેલેરી અને દૂધમાં 80 થી વધુ કેલેરી જોવા મળે છે. તેથી તમારે વજન ઓછું કરવા માટે દિવસમાં આ ડાયટને ત્રણ વાર લેવું જોઈએ. ત્યારે 900 આસપાસ કેલેરી આપણા શરીરને મળે છે. કેળા અને દૂધ સાથે લેવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન, ફાઈબર અને મિનરલ મળે છે. જે પોષણથી આપણા શરીરને ત્રણ ચાર દિવસની ઉર્જા મળી જાય છે.
દહીં અને કેળા : 100 ગ્રામ દહીં સાથે બે કેળા ખાવાથી કેટલાક સમય પહેલાના ઝાડા, મરડો દુર થાય છે. કેળા સાથે દહીંનો સમાવેશ કરવામાં આવે તો સવારે કેળા ખાવાના ફાયદાઓમાં વધારો થઈ શકે છે. ખાલી પેટ કેળા અને દહીં બપોરના સમયે પણ ખાઈ શકાય છે. દહીં અને કેળા ખાવાથી શરીરમાં રહેલો કફનો દુર થાય છે, અને શરદી પણ થતી નથી.
કેળા શેઈક : સવારે કેળા ખાવાથી ફાયદો મેળવવા માટે કેળાનું સેવન તરીકે કેળાનો શેઈક તરીકે ઉપયોગ કરી શકો છો. શેઈક બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં બે કેળા નાખી મિક્સ કરી લો, તેને બનાના શેઈક પણ કહેવામાં આવે છે. કેળાના શેકમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરવામાં આવે છે તેનાથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. અને તેને સવારે ખાલી પેટ પીવાથી ખુબ જ પ્રમાણમાં એનર્જી મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે વિશેષ જાણકારી માટે કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ