મોંઘી દવાઓ કે ક્રીમના ખર્ચા વગર જ દુર થઈ જશે આંખના ડાર્ક સર્કલ અને કરચલીઓ, તમારા આહારમાં સામેલ કરો બસ આ 3 વસ્તુઓ

આપણે પોતાને સુંદર દેખાડવા માટે ઘણી મોંઘી ક્રીમનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આપણું એવું માનવું છે કે મોંઘી ક્રીમથી ઝડપથી અસર થાય છે જો કે તેની અસર પણ થાય છે પણ થોડા સમયમાં તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. આથી આપણે હતાશ થઈ જઈએ છીએ. જો આંખ પાસેની કરચલીઓ તમારી સુંદરતા ઓછી કરી દીધી છે તો તમારે પોતાના આહારમાં આ 3 ફૂડસ અપનાવવાની જરૂર છે.

જો કે વધતી ઉંમરની સૌથી પહેલી અસર આપણી આંખની આસપાસ પડેલ કરચલીઓ પરથી જોવા મળે છે. જો કે એ અનિવાર્ય છે કે, તેને રોકી નથી શકાતી. પણ ઘણા અંશે તેને ટાળી શકાય છે. પણ આજની આપણી ખરાબ જીવનશૈલી અને ખાનપાન તેમજ સુવાની રીત તેને ખુબ ખરાબ કરી રહી છે. એવામાં મહિલાઓના મનમાં એ વિચાર આવે છે કે, આંખની નીચે આવેલ કરચલીઓ ઓછી કરવા અને ચહેરો ખરાબ થવાથી કેમ રોકી શકાય ? જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આ વિશે જાણવા માટે આ લેખ જરૂર વાંચી જુઓ.આંખની આસપાસની ત્વચા ખુબ જ કોમળ હોય છે અને જો તેની યોગ્ય રીતે દેખભાળ ન કરવામાં આવે તો વધી શકે છે. આ સિવાય અનુંવશીકી, અપૂરતી નીંદર, ઉંમર વધવાથી, કેફીનનું સેવન, શરાબ અને ખાંડ વગેરેના કારણે પણ આંખ પાસે કરચલીઓ અને ડાર્ક સર્કલ જોવા મળે છે. પણ તમારે પરેશાન થવાની જરૂર નથી કારણ કે, ઘણા ફૂડસને પોતાની ડાયટમાં સામેલ કરીને તેમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

આંખની કરચલીઓ માટે રામબાણ છે તરબૂચ :

આંખની કરચલીઓ ઓછી કરવા માટે તરબૂચ ખુબ જ અસરકારક છે. તે ઉનાળામાં સહેલાઈથી મળી જાય છે. તેમાં વિટામીન સી અને એ ખુબ જ રહેલું છે. સાથે જ તરબૂચના બીજમાં સારા ફેટ હોય છે આથી તેને એક સંપૂર્ણ ફળ માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે વિટામીન એ ના અવશોષણ માટે સારા ફેટની આવશ્યકતા હોય છે. આ સિવાય વિટામીન એ એક ફેટ સલ્યુંબલ હોય છે જ્યાં સુધી શરીરમાં ફેટ નથી હોતું ત્યાં સુધી આ વિટામીન શરીરને નથી મળતું.જો તમે તરબુચની સાથે તેના બી પણ ખાવ છો તો તેનાથી બંને વિટામીન તમારી અંદર આવેલ સ્કીનને હિલ, કરચલીઓને ઓછી કરે છે અને ડાર્ક સર્કલને દુર કરવામાં મદદ કરે છે. આ સિવાય એક શક્તિશાળી રીહાઈડ્રેટર તરબૂચમાં લગભગ 92% પાણી હોય છે. તેમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બીટા કેરોટીન સહિત આંખની હેલ્થને સપોર્ટ કરે છે.

ઘીથી કરો આંખની કરચલીઓ ઓછી :

ઘીને એન્ટી એન્જીંગ માનવામાં આવે છે. તેને દરરોજ પોતાની ડાયટમાં સામેલ કરવાથી તમને આંખની આસપાસની કરચલીઓ ઓછી દેખાશે. ઘી તમારી અંદર આવેલ સ્કીન માટે એકદમ બરાબર છે. જો તમારી આંખની આસપાસ કરચલીઓ અને ડાર્ક સર્કલ દેખાય છે તો તમે પોતાના શાક કે દાળમાં એક ચમચી નાખો. તમે ઈચ્છો તો ઘીની કોફી પણ લઈ શકો છો. તેને લીધા પછી એક અઠવાડિયામાં ફરક જોવા મળશે.ટમેટાથી કરો આંખની કરચલીઓ ઓછી : તરબુચની જેમ ટમેટા પણ વિટામીન એ અને સી નો સારો એવો સ્ત્રોત છે. અને આ બંને વિટામીન આંખની કરચલીઓ દુર કરવામાં તમારી મદદ કરે છે. વિટામીન એ ને એન્ટી એન્જીંગ કહેવામાં આવે છે. વિટામીન એ એક ફેટ સલ્યુંબલ હોય છે જ્યાં સુધી શરીરમાં ફેટ નહિ જાય ત્યાં સુધી એ વિટામીન શરીરને નથી મળતું. આ માટે તમારે તેને તેના બી સહિત ખાવા જોઈએ. સાથે જ ટમેટામાં વિશેષ રૂપથી લાઈકોપીન નામનું શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે નાજુક બ્લડ વેસલ્સની રક્ષા કરવા અને આંખ માટે સર્ક્યુલેશન કરવામાં મદદ કરે છે.

અન્ય ફૂડ્સ :

આંખની કરચલીઓને ઓછી કરવામાં એવોકાડો પણ સારો છે. કારણ કે તેમાં પણ ઘીની જેમ ગુડ ફેટ હોય છે. જો કે આ થોડું મોંઘુ હોય છે. પણ આ ખુબ સારું એવું એન્ટી એન્જીંગ પણ છે. સાથે જ તેમાં ફાઈબર અને પોષક તત્વ ભરપુર માત્રામાં હોય છે જે હેલ્થ માટે ખુબ સારું છે.એવોકાડો સોજાથી લઈને ફેટી એસિડથી ભરપુર હોય છે જે સોફ્ટ અને સ્મૂથ ત્વચાને વધારે છે. તેમાં ઘણા પ્રકારના આવશ્યક પોષક તત્વ પણ સામેલ છે જે ઉંમર વધવાના નેગેટિવ પ્રભાવને રોકે છે. જેમાં વિટામીન કે, સી, ઈ, અને એ-બી અને પોટેશિયમ સામેલ છે.

આ બધી વસ્તુઓ ગુડ ફેટના કારણે તમારી આંખની કરચલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જો તમે પણ પોતાની વધતી ઉંમર સાથે આંખ પાસે થતા ડાર્ક સર્કલ અને કરચલીઓને દુર કરવા માંગો છો તો પોતાના ડાયટમાં આ બધા જ ફૂડ્સને શામિલ કરો. તેનાથી તમને થોડા દિવસોમાં જ અસર જોવા મળશે. આ રીતે તમે પોતાની દેખભાળ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment