તીખા મરચા કાપ્યા બાદ હાથોમાં થઈ રહેલી બળતરા થી તરત મળી જશે છુટકારો … બોળી દો તમારા હાથ આ વસ્તુમાં

મિત્રો આપણે જાણીએ છીએ કે, ઘણી વખત અમુક શાકભાજીનું કટિંગ કર્યા પછી હાથમાં જલન થતી હોય છે. ખાસ કરીને મરચું જ્યારે આપણે સમારીએ છીએ ત્યારે આ તકલીફ વધુ રહે છે. અને હાથમાં જલન થતી હોય ત્યારે આપણે ઠંડક મેળવવા માટે ઘણા ઘરેલું ઉપચાર કરતા હોઈએ છીએ. આમ મરચું સમારીએ પછી અથવા તેને પીસી લીધા પછી હાથમાં જલન થવા લાગે છે. અને આ જલનથી છુટકારો મેળવવા માટે અહીં અમે તમને કેટલીક સરળ ટીપ્સ વિશે જણાવશું.

તમે જ્યારે રસોડામાં લીલા મરચા અથવા લાલ મરચા હાથથી સમાર્યા હશે ત્યારે હાથમાં ઘણી વખત જલન થવા લાગે છે. અને ઘણી વખત આ જલન તમને ખુબ જ પરેશાન કરે છે. એટલું જ નહિ જો આ મરચા વાળા હાથ જ્યારે ચહેરા પર ફેરવીએ છીએ તો ચહેરો, નાક, આંખ અને અન્ય ભાગો પણ બળવા લાગે છે. આવા સમયે થોડી ઘરેલું ટીપ્સ દ્વારા તમને આ જલનથી મુક્તિ મળી શકે છે.એલોવેરા જેલ : મિત્રો તમે જાણો છો તેમ એલોવેરા જેલ એ એક પ્રાકૃતિક ક્રીમ સમાન છે. જે અનેક ઔષધીય ગુણોથી ભરપુર છે. જ્યારે તમે વધુ પડતા મરચા સમારો છો ત્યારે હાથમાં તીવ્ર જલન થવા લાગે છે. ત્યારે આ જલનને ઓછી કરવા માટે તમે તરત જ એલોવેરા જેલ લગાવો. આ એલોવેરા જેલથી હાથ પર મસાજ કરવાથી જલન જલ્દી શાંત થવા લાગે છે. અને તેની અસર શરીરના અન્ય ભાગો પર નહિ પડે. આમ પ્રાકૃતિક તત્વોથી ભરપુર એલોવેરા જેલ ત્વચા માટે કોઈ નુકશાન નથી કરતું.

દહીં, માખણ અથવા દુધ :

જેમ કે મરચા સમારવાથી તમારા હાથમાં અતિશય જલન થવા લાગે છે. શરીરમાં જાણે એક બળતરા ઉપડે છે. આ સમયે પોતાના હાથની દહીંથી મસાજ કરો. તેમજ જો ઘરમાં દહીં નહિ તો તમે દૂધ અથવા માખણથી ઓછામાં ઓછી 2 મિનીટ સુધી મસાજ કરો અને પછી હાથને પાણીથી ધોઈ નાખો. જો તમે જલનથી તરત જ છુટકારો મેળવવો છે તો ઠંડા દૂધ, કે માખણ કે દહીંનો ઉપયોગ કરવો જોઈએ. આમ  કરવાથી તમને તરત જ જલનથી છુટકારો મળી જશે.મધનો ઉપયોગ : મધનો ઉપયોગ તમે અનેક વસ્તુઓમાં કરતા હશો. તેમજ ઔષધીય ગુણોથી ભરપુર મધ એક ખુબ જ અસરકારક ઔષધી પણ છે. આથી તેનો દવા રૂપે પણ ઉપયોગ થાય છે. મરચું સમારવાથી હાથમાં જલન થવા લાગે છે  આ સમયે આ જલનને ઓછી કરવા માટે સૌથી સરળ અને અસરકારક ઉપાય છે મધનો ઉપયોગ કરો. જ્યારે પણ તમને હાથમાં જલન જેવું થવા લાગે છે ત્યારે મધથી હાથની મસાજ કરો અને પાણીથી હાથ ધોઈ નાખો. આમ કરવાથી જલનમાં તરત જ રાહત મળી જશે.

લીંબુનો ઉપયોગ :

જો તમે મરચા સમારવાથી જલન અનુભવી રહ્યા છો તો તમે આ જલનને ઓછી કરવા માટે તરત જ લીંબુના રસનો ઉપયોગ કરો. તમે ઈચ્છો તો જલન વાળા હાથમાં લીંબુનો ટુકડો ઘસવાથી રાહત મળે છે. જ્યારે આમ કરવાથી જલનમાં તરત જ રાહત મળે છે. તેમજ તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. પણ લીંબુ એ તો ત્વચા અને શરીર માટે ખુબ ફાયદાકારક છે.આઈસ ક્યુબ : જ્યારે પણ તમે મરચું સમારી રહ્યા હો ત્યારે હાથમાં ખુબ જ જલન થવા લાગે છે અને આ જલન ખુબ લાંબા સમય માટે રહે છે ત્યારે આ જલનથી રાહત મેળવવા માટે તમે પોતાના હાથમાં તરત જ આઈસ ક્યુબને ઘસો. તેનાથી તમને તરત જ રાહત મળે છે.

હાથમાં મોજા : આમ એક સારો ઉપાય એ પણ છે કે તમે મરચું સમારતી વખતે હાથમાં મોજા પણ પહેરી શકો છો. જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તમારે મોજા પહેરવા જ જોઈએ. કારણ કે મરચા વાળા હાથ જો બાળકને સ્પર્શી જશે તો તેની કોમળ ત્વચા પણ બળવા લાગશે.

જો તમારી પાસે કોઈ અન્ય ટિપ્સ હોય તો કોમેન્ટ જરૂર કરો

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment