ડાયાબિટીસના દર્દીની કિડની જલ્દી થઈ શકે છે ફેલ, આ સંકેતો મળે તો તરત જ થઈ જજો સાવધાન… નહિ તો પડી જશે મોંઘુ….

મિત્રો આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા સામાન્ય બનતી જાય છે. જો કે ડાયાબિટીસ એક ધીમી ઝેર પણ છે કારણ કે ડાયાબિટીસનું કોઈ ચોક્કસ ઈલાજ નથી પણ તેને દવાઓના સેવનથી કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ જયારે વધી જાય છે ત્યારે તમારા શરીરના અન્ય અંગોને પણ નુકશાન કરી શકે છે. ખાસ કરીને કીડનીને ફેઈલ પણ કરી શકે છે. જો ડાયાબિટીસની કીડની પર અસર થઇ રહી છે તો તેના કેટલાક લક્ષણો તમને ચહેરા પર દેખાઈ છે. 

જ્યારે પણ કોઈને કઈ બીમારી હોય છે તો તેના શરીરમાં અમુક લક્ષણ દેખાવા લાગે છે. આ લક્ષણોથી તે સમજી જાય છે કે, કઇંક તો ગડબડી છે. ત્યાર બાદ તે લક્ષણને આધારે તે બીમારીનો ઈલાજ કરે છે. અમુક બીમારીઓ એવી પણ હોય છે જેના લક્ષણ જલ્દી સમજમાં આવતા નથી અથવા તો ઘણા સમય પછી લક્ષણ દેખાય છે. ડાયાબિટીસ પણ એક એવી બીમારી છે જેના લક્ષણ આટલા જલ્દી દેખાતા નથી.ડાયાબિટીસના કારણે કિડનીની પણ સમસ્યા થઈ શકે છે. જેને ડાયાબિટીક કિડની ડીસીઝ કહે છે. ડાયાબિટીસ વાળા દર ત્રણ માંથી એક વ્યક્તિને કિડનીની બીમારી હોય છે. ડાયાબિટીક કિડની ડીસીઝ ત્યારે થાય છે જ્યારે કિડનીના ફિલ્ટર ડેમેજ થઈ જાય છે અને કિડની લોહીથી યુરિનમાં અસામાન્ય માત્રામાં પ્રોટીન રીલીઝ કરવા લાગે છે.

આ સ્થિતિ શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો ઈલાજ ન કરવામાં આવે તો, કિડની પણ ફેઇલ થઈ શકે છે. જોકે ડાયાબિટીસના લક્ષણ શરૂઆતમાં એટલા ખતરનાક હોતા નથી પરંતુ સમય સાથે તે ગંભીર સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. જો ડાયાબિટીસની સમસ્યા વધી જાય છે તો તેના લક્ષણ ચહેરા પર પણ દેખાવા લાગે છે.ચહેરાના આ ભાગમાં દેખાય છે લક્ષણ:- એક્સપર્ટ મુજબ, ડાયાબિટીક કિડની ડીસીઝના લક્ષણ આંખોની આસપાસ પણ દેખાઈ શકે છે. જો કોઈને ડાયાબિટીસની બીમારી વધી જાય છે તો તેની આંખ આસપાસ સોજા આવી જાય છે. તેનો સીધો મતલબ એ હોઇ શકે છે કે, ડાયાબિટીસના કારણે કિડની પર પણ અસર થઈ રહી છે અને ડાયાબિટીક કિડનીની બીમારીની શરૂઆત થઈ ચૂકી છે. તે સિવાય ડાયાબિટીક કિડની ડીસીઝના આ લક્ષણો પણ હોઇ શકે છે: વિચારવામાં મુશ્કેલી, ભૂખ ન લાગવી, વજન ઘટવું, સૂકી, ખંજવાળ વાળી ત્વચા, માંસપેશીમાં જકડાવ, પગમાં સોજો, વારંવાર યુરીન આવવું, યુરીન પીળું આવવું, વારંવાર બીમાર પડવું 

ડોક્ટરની સલાહ લેવી:- જો કોઈ વ્યક્તિને ઉપર જણાવેલા લક્ષણો દેખાતા હોય તો તેણે જલ્દીથી ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. જેમ-જેમ કિડનીનું કાર્ય અસરકારક થઈ જાય છે, તેમ-તેમ અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. તેમ જ જો એક વાર કિડની ખરાબ થવાનું શરૂ થઈ જાય તો, ઘણી ગંભીર સ્થિતિ થઈ શકે છે. 

આ લોકોને છે વધુ જોખમ:- ટાઈપ 1 ડાયાબિટીસના રોગીઓમાં ટાઈપ 2 ડાયાબિટીસ રોગીઓની તુલનાએ કિડની સંબંધિત બીમારીઓની સંભાવના વધુ રહેલી છે. ટાઈપ 1 ડાયાબિટીસ વાળા લોકોમાં ડાયાબિટીક કિડની ડીસીઝ સાવ સામાન્ય વાત છે પરંતુ ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકોમાં પણ આ સમસ્યા વધુ જોવામાં આવે છે. ડાયાબિટીક કિડની ડીસીઝ કિડની ફેલ થવાનું મુખ્ય કારણ હોય શકે છે. જે લોકો ડાયાલીસીસ પર હોય છે તેમાંથી દર પાંચ માંથી એક વ્યક્તિને ડાયાબિટીક કિડની ડીસીઝ હોય છે. આમ જે લોકોને ડાયાબિટીસ ની સમસ્યા છે તેમણે પોતાનામાં કોઈ બદલાવ જોવા મળે તો સાવધાન થઇ જવાની જરૂર છે. આમ કિડનીની બીમારી ગંભીર ન બને તે પહેલા તેનો ઈલાજ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment