કોરોના વાયરસની વ્યક્તિના દાંતો પર ખરાબ અસર જોવા મળી શકે છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કોવિડ-19 ની લપેટમાં આવેલા અમુક લોકોમાં પેઢા અને દાંતના મૂળમાં સમસ્યા જોવા મળી છે. તેવી ઘટનાઓ બાદ વૈજ્ઞાનિક એ જાણવામાં જોડાઈ ગયા છે કે શું ખરેખર કોરોના વાયરસ દાંતોના સોકેટને નબળા કરે છે.
ન્યૂયોર્કમાં રહેનાર 43 વર્ષીય ફરાહ ખેમિલીએ કહ્યું કે, તેઓને જેમ કે એક વિન્ટરગ્રીન બ્રેથ મિંટ પોતાના મોં દબાવી, તેને નીચેના દાંતમાં અજીબ પ્રકારની ઝનઝનાહટનો અનુભવ થાય છે. તેને અડીને જોયું તો જાણવા મળ્યુ કે દાંત હલી રહ્યો હતો. શરૂઆતમાં ખેમિલીને લાગ્યું કે બ્રેથ મિંટના કારણથી આમ થયું છે, પરંતુ કારણ કંઈક બીજું જ હતું. બીજા દિવસે સવારે તે દાંત તૂટીને ખેમિલીના હાથમાં આવી ગયો. દાંત તૂટવા પર ન તો લોહી નિકળ્યું અને ન તો કોઈ પ્રકારનો દુઃખાવો થયો. ઉલ્લેખનીય થે કે, થોડા દિવસ પહેલા જ ખેમિલી કોવિડ-19 લપેટમાં આવ્યો અને ત્યારથી જ એક એવા ઓનલાઇન સપોર્ટ ગ્રુપ ફોલો કરવા લાગ્યો જેમા લોકોએ આ બીમારીના લક્ષણ તથા પોતાના અનુભવ વ્યક્ત કરે છે.
જો કે, હજુ સુધી કોઈ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી કે સંક્રમણથી દાંતોના તૂટવાની સમસ્યા હોય છે. પરંતુ તે સપોર્ટ ગ્રુપ પર તેમને એક એવા અનેક લોકો મળ્યા જેમને સંક્રમણ બાદ દાંત તૂટવા તથા પેઢામાં સેન્સવિટીનો અનુભવ થતો હતો. ઘણા ડેન્ટિસ્ટનો સંતોષકારક ડેટા ન હતો તેમ છંતા માને છે કે, કોવિડ-19 દાંતો સાથે જોડાયેલા લક્ષણોનું કારણ બની શકે છે. યુનિવર્સિટી ઓફ પીરિયડેન્ટિસ ડો. ડેવિડ ઓકાનો કહે છે કે, ‘કોઈપણ વ્યક્તિના દાંતમાં અચાનકથી સોકેટથી બહાર આવવું આશ્ચર્યજનક છે. દાંતો સાથે જોડાયેલી આ સમસ્યા વધારે ગંભીર બની શકે છે. આ બીમારીથી રિકવર થવા પર લોકોને લાંબા સમય સુધી તેની અસર રહે છે.’જો કે અમુક ડેન્ટિસ્ટ અને એક્સપર્ટ આ વિષય પર શોધની જરૂર અનુભવે છે. સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની વર્ષ 2012ના રિપોર્ટ અનુસાર, 30 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના 47 ટકા લોકોની પિરિયડોન્ટલ ડિસીઝ, પેઢામાં ઇન્ફેક્શન-ઇનફ્લેમેશન અને દાંતોની આસ-પાસ હાડકામાં નબળા થવાની સમસ્યા થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, કોરોનાની ઝપેટમાં આવ્યા પહેલા પણ ખેમિલીને દાંતમાં તકલીફ રહેતી જ હતી. દાંત તૂટ્યાના આગલા દિવસે જ્યારે તે ડેન્ટિસ્ટ પાસે ગયો ત્યારે તેમણે કહ્યું કે તેમને પેઢામાં કોઈ ઇન્ફેક્શન થયું નથી. પરંતુ સ્મોકિંગના કારણે દાંતોની આસપાસ હાંડકા નબળા થઈ ગયા છે. ત્યાર બાદ તેણે કોઈ મોટા સ્પેશલિસ્ટને મળવાની સલાહ આપવામાં આવી હતી.
જો કે આ સમસ્યા અહીં સુધી જ સિમિત ન હતી. ખેમિલીના પાર્ટનરે સોશિયલ મીડિયા પર સર્વાઇવર કોર્પ નામના એક પેજને ફોલો કર્યું. અહીં તેને ખબર પડી કે આ પેજની ફાઉન્ડર ડાયના બેરેન્ટ બાદ 12 વર્ષના દિકરાને પણ હુ-બ-હુ એવી જ તકલીફો થઈ હતી. બાળકમાં કોવિડ-19 ના હળવા લક્ષણો પણ જોવા મળ્યા, ત્યાર બાદ તેમનો એક દાંત પણ તૂટી ગયો હતો. ઓર્થોડેન્ટિસ્ટનું કહેવું છે કેસ બાળક એકદમ સ્વસ્થ્ય છે અને તેના દાંતોમાં પહેલા આવી કોઇ પ્રકારની સમસ્યા ન હતી.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google