લગ્નની સિઝન શરૂ થતા જ કોરોનાના વધતા કહેરના કારણે વાયરસનો ભય વધી ગયો છે. જાણકારો દ્વારા શિયાળાની સિઝનમાં કોરોનાનું સંક્રમણ વધવાની આગાહી પહેલા જ આપવામાં આવી હતી. લગ્નગાળો શરૂ થઈ ચુક્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. રાજ્ય સ્તર પર સરકાર દ્વારા પણ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. દિલ્હી-યુપીમાં શિયાળામાં 100 થી વધારે લોકોને લગ્નમાં હાજર રહેવાની અનુમતિ નથી. લગ્ન સમારોહમાં વધુ લોકોની હાજરીના કારણે કોરોના સંક્રમણનો ભય વધી શકે છે. તેની સામે રક્ષણ મેળવવા માટે સાવચેતીના યોગ્ય પગલાં લેવામાં આવે તો કોરોનાનો ભય ટાળી શકે છે. તો આવો જાણીએ કેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વેન્ટિલેશનની સુવિધા : એક્સપર્ટનું કહેવું છે કે, બંધ જગ્યા પર લગ્નનું આયોજન કર્યું હોય તો તેવા સ્થળે કોરોના ફેલાવવાથી સંક્રમિત થવાનો ભય વધારે છે. તેથી આવા સ્થળે વેન્ટિલેટરની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. જો બની શકે તો કાર્યક્રમ ખુલી જગ્યા પર રાખવો હિતાવહ તથા સુરક્ષિત છે.
હાઈ એફિશિયન્સી પર્ટિક્યુલેટ એર : મેરેજ હોલ પ્રબંધકોને પોતાને ત્યાં ‘હાઈ એફિશિયન્સી પર્ટિક્યુલેટ એર’ (HEPA) ની સુવિધા આપવી જોઈએ. આ ટેકનિક 99 ટકા હવાને ફિલ્ટર કરીને વાયરસ ફેલાવવાના ભયને ઘટાડે છે.
રો-ફૂડથી સાવધાન : સામાન્ય રીતે કોરોના સરફેસ પર ઘણા કલાકો સુધી એક્ટિવ રહે છે. તેથી ખાવા-પીવાની વસ્તુઓને લઈને સાવચેતી રાખો. સલાડ, ફળ, દહીં, કાચું પનીર અથવા કાચા શાકભાજી ખાવાથી બચો. રો-ફૂડ કરતા રાંધેલા ગરમ ખોરાક ખાવાનો આગ્રહ વધુ રાખો. આ ઉપરાંત કેટરર્સ પણ હાઇજીનનું ખુબ જ ધ્યાન રાખે.સરફેલ ન અડો : આયોજન સ્થળ પર કોઈ પણ સરફેસને અડવાથી બચો. એટલું જ નહીં બાઉલથી ખાવાનું કાઢ્યા બાદ સર્વિસ સ્પૂનને નેપકિન અથવા ટિશ્યૂ પેપરની મદદથી પકડો. ખાતા પહેલા અને ત્યારબાદ હાથોને સારી રીતે ધોઈ લો.
પેક ફૂડ બોક્સ : કેટરિંગ સૌથી મુખ્ય ડિપાર્ટમેન્ટ છે. અહીં વધારે સાવધાની રાખવાની જરૂર છે. સેલ્ફ-સર્વિસ કાઉન્ટર્સની વ્યવસ્થા કરો. તમે ઇચ્છો તો સૌથી ખાવાના કાઉન્ટર્સની જગ્યાએ મહેમાનોને પેક ફૂડ બોક્સ આપી શકો છો.
મહેમાનોની લિસ્ટ : લગ્ન-સમારોહથી પહેલા મહેમાનોની યાદી તૈયાર કરી લો. ફક્ત તે લોકોને જ આમંત્રણ આપો, જે ખુબ જ નજીકના સંબંધી હોય. લગ્નના અલગ-અલગ ફંક્શનનમાં અલગ અલગ લોકોને આમંત્રિત કરો. તેમ કરવાથી તમે વધારે લોકોને પણ બોલાવી શકશો સાથે વધારે ભીડ પણ એકત્રિત નહીં થાય.સેનિટાઇઝર : એન્ટ્રી ગેટ, ખાવાનું ટેબલ અથવા અન્ય જગ્યાઓ પર સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરાવો. માસ્ક વિના લોકોને લગ્ન સ્થળ પર આવવા ન દો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો સાથે લોકોને દૂર દૂર બેસવાની વ્યવસ્થા રાખો.
આ સાવધાની રાખો : બીમાર વ્યક્તિને લગ્નમાં લઈને ન જાઓ, આમંત્રણ ન આપો, મેરેજ હોલમાં ખાસી કે છીંક આવનારા લોકોથી દુરી જાળવી રાખો, શક્ય હોય તો આ સમયે લગ્નમાં બાળકો અને વડીલો (જેની ઉંમર 60+ હોય તેવા લોકો)ને લઈને ન જાઓ, માસ્ક ફરજીયાત પહેરો, હાથ સતત સેનેટાઇઝ કરતા રહો, ઠંડુ પાણી, કે ઠંડી વસ્તુ ખાવા-પીવાની ટાળો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google