શું ચલણી નોટોથી વધે છે કોરોના સંક્રમણ ? જવાબ આપતા RBI કહ્યું, આવી રીતે કરો પૈસાની લેણદેણ.

હાલ આખી દુનિયામાં લોકોને સૌથી મોટો ભય ફેલાઈ રહેલા કોરનાથી છે. કોરોના ફેલવાના ઘણા કારણો છે, પરંતુ તેમાં એક કારણ કરન્સી નોટો (Currency Notes) ની લેણદેણનું પણ છે. કેન્દ્રીય બેંક RBI એ સંકેત આપ્યો છે કે, “કરન્સી નોટ દ્વારા કોઈ પણ પ્રકારના બેક્ટીરિયા અને વાયરસ એક હાથથી બીજા હાથ સુધી ફેલાઈ શકે છે. તેથી આવા વિકટ સમયમાં કરન્સીનો ઉપયોગ કરવા કરતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ વધારે કરવો જોઈએ. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India) ને એક પત્ર લખીને જવાબ માંગ્યો હતો. તે સવાલનો જવાબ આપતા આર.બી.આઈ.એ તેને એક મેઈલમાં આડકતરી રીતે જવાબ આપ્યો હતો. જેના વિશે આજે અમે તમને જણાવશું.

વ્યાપારી સંગઠને કેન્દ્રીય વિત્ત મંત્રીને પણ પત્ર લખ્યો હતો : કૈટ(CAIT)એ 9 માર્ચ, 2020 ના રોજ કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ને લખ્યો હતો, જેમાં એ સ્પષ્ટ કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો કે, શું કરન્સી નોટમાં બેકટીરિયા અને વાયરસના જંતુ હોય છે કે નહિ? તેને વિત્ત મંત્રાલયે રિઝર્વ બેંકને મોકલ્યો તેના પ્રત્યુત્તરમાં આર.બી.આઈ.એ 3 ઓક્ટોબર, 2020 ના રોજ એક મેઈલ દ્વારા કૈટને તેનો જવાબ મોકલીને આ સંકેત આપ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કૈટને આપ્યો આ જવાબ : કૈટને તેનો જવાબ આપતા રિઝર્વ બેંકે કહ્યું છે કે, “કોરોના વાયરસની મહામારીને ઓછી કરવા માટે લોકો તેના ઘરમાંથી જ સુવિધાપૂર્વક રીતે મોબાઈલ બેન્કિંગ, ઈંટરનેટ બેન્કિંગ, ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડ જેવા ઓનલાઈન ચેનલોના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ્સ કરવું જોઈએ. આર.બી.આઈ.એ કરન્સીનો ઉપયોગ કરવો અથવા એ.ટી.એમ.માંથી રોકડ ઉપાડવાનું ટાળવું જોઈએ તેવી સલાહ પણ આપે છે. તે સાથે જ આર.બી.આઈ.એ કહ્યું કે, સમય-સમય પર અધિકારીઓ દ્વારા જરી કરાયેલા કોવિડ-19 પર સાર્વજનિક સ્વાસ્થ્ય દિશાનિર્દેશનનું સખતપણે પાલન કરવું પણ જરૂરી છે.વ્યાપારીઓએ આ મુદ્દા પર આ વાત કહી : કૈટ રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું છે કે, કરન્સી નોટો દ્વારા કોઈ પણ પ્રકારના બેક્ટીરિયા અથવા વાયરસ જેવા કોવિડ-19 જલ્દીથી ફેલાવવાની સંભાવના સૌથી વધારે હોય છે. આ ભયને જોતા જ કૈટ, કેન્દ્ર સરકારના મંત્રીઓ અને સંબધિત પ્રધીકારાણોને તેનું સ્પષ્ટીકરણ કરવા માટે લગાતાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યારે આર.બી.આઈ.એ બેઝિક સવાલનો જવાબ તેણે સીધો ન આપીને સાંકેતિક રીતે પર આપ્યો છે. પરંતુ આર.બી.આઈ.એ તેનો ઇનકાર પણ નથી કર્યો. જેથી સંપૂર્ણ રીતે આ સંકેત મળે કે કરન્સી નોટના માધ્યમથી વાયરસ અને બેક્ટીરિયા ફેલાતા નથી. લગભગ એટલે જ આર.બી.આઈ.એ કરન્સીની ચુકવણીથી બચવા માટે ડિજિટલચુકવણીનો વધારે ઉપયોગ કરવાની સલાહ આપી છે.

આર.બી.આઈ.ના વાર્ષિક રિપોર્ટમાં પણ આ વાત કહેવામાં આવી છે : 29 ઓગસ્ટ, 2019 ના જારી આર.બી.આઈ.ના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રચલનમાં બેંક નોટોનું મુલ્ય અને માત્રા 17. 0% અને 6.2 % થી વધીને, વર્ષ 2018 અને 2019 માં 21,109 બિલિયન અને 108,759 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. મૂલ્યના સંદર્ભમાં 500 અને 2000 ની નોટોની હિસ્સેદારી, જો માર્ચ 2018 માં બેંક નોટ્સમાં કુલ મૂલ્યનું 80.2 % થી તે માર્ચ 2019 માં વધીને 82.2 % થઈ ગઈ છે. 1 જુલાઈ, 2018 થી 30 જૂન, 2019 દરમિયાન કરન્સી મુદ્રણ પર કુલ વ્યય 48.11 બિલિયન રહ્યો છે, જે વર્ષ 2017-18 માં 1912 બિલિયન હતો.ડિજિટલ લેણદેણ વધારવા માટે સરકારે લીધા આ પગલા : ભારત અને અન્ય દેશોના વિશ્વસનીય સંગઠનોએ વિભિન્ન રિપોર્ટોએ એ સાબિત કર્યું છે કે, કરન્સી નોટના માધ્યમથી કેટલાય પ્રરકારના બેક્ટીરિયા અને વાયરસ ફેલાઈ શકે છે. ભારતમાં રોકડનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. કૈટે કેન્દ્રીય વિત્ત મંત્રીને આગ્રહ કર્યો છે કે, દેશમાં ડિજિટલ ચુકવણીને વધારે પ્રોત્સાહન કરવા માટે સરકારે એક ઇન્સેન્ટીવ સ્કીમની ઘોષણા કરવી જોઈએ, જેથી વધારેમાં વધારે વેપારીઓ અને અન્ય લોકો પણ તેના રોજિંદા કાર્યોમાં રોકડની બદલે ડિજિટલ પેમેન્ટ્સ સિસ્ટમનો ઉપયોગ કરે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment