સોનું ખરીદવાનો સૌથી સારો મોકો, પાંચ દિવસ સુધી મળશે સૌથી સસ્તું સોનું | જાણો ક્યાં અને કેવી રીતે મળે છે…

મિત્રો તમે જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો છે. જેને કારણે સામાન્ય લોકોને સોનું ખરીદવું ખુબ જ મુશ્કેલ હતું. એમ કહીએ કે સોનાના ભાવમાં વધારો 50 હજારથી પણ વધુ નોંધાયો હતો. પણ હાલ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આથી લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે. પણ જો તમે હાલમાં જ સોનાની ખરીદી કરવા માંગતા હો તો તમને જણાવી દઈએ કે, સોનાના ભાવમાં સતત 5 દિવસ ઘટાડો રહેશે.

જો તમે પણ સસ્તામાં સોનું ખરીદવા માંગતા હો, તો હવે તમારા માટે આ યોગ્ય સમય છે. સરકારની સોવરેન ગોલ્ડ સ્કીમ એક વાર ફરી રોકાણકારો માટે ખુલ્લી ગઈ છે, આ સ્કીમમાં તમે આજથી એટલે કે 1 માર્ચ થી 5 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. ગોલ્ડ બોન્ડ માટે આ વખતે સરકારે ઈશ્યુ પ્રાઈસ 4,662 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 46,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરવામાં આવ્યા છે.

ક્યાંથી ખરીદી શકો છો ગોલ્ડ બોન્ડ : સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. રોકાણકાર આ બોન્ડ ઓનલાઇન પણ ખરીદી શકે છે. આ સિવાય બેંકો, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસએચસિઆઇએલ) સિલેક્ટેડ પોસ્ટ ઓફિસ અને એનએસઈ તેમજ બીએસઈ જેવા સ્ટોક એક્સચેન્જથી તમે તેની ખરીદી કરી શકો છો.

કેટલું ખરીદી શકો છો સોનું ? : સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક આર્થિક વર્ષમાં એક વ્યક્તિ વધારેમાં વધારે 400 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ઓછામાં ઓછું રોકાણ એક ગ્રામનું હોવું જરૂરી છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર ટેક્સ બચાવી શકો છો. બોન્ડને ટ્રસ્ટી વ્યક્તિઓ, HUF, વિશ્વવિદ્યાલય અને ધર્માર્થ સંસ્થાનોના વેચાણ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

જાણો શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ ? : ગોલ્ડ બોન્ડમાં રોકાણકારને ફિઝીકલ રૂપમાં સોનું નથી મળતું. આ ફિઝીકલ ગોલ્ડની સરખામણીમાં ઘણું સુરક્ષિત છે. તેના પર ત્રણ વર્ષ પછી લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે. જ્યારે તેની લોન માટે તેનો ઉપયોગ કરી શકો છો. જો વાત રિડેમ્પ્શનની કરવામાં આવે તો પાંચ વર્ષ પછી પણ તેને ભંગાવી શકો છો.

કેવી રીતે નક્કી થાય છે પ્રાઈસ ? : તમને જણાવી દઈએ કે, ઓછામાં ઓછું એક ગ્રામ અને તેના મલ્ટીપલમાં જાહેર થાય છે. બોન્ડની પ્રાઈસ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનથી આપવામાં આવેલ 999 શુદ્ધતા વાળા ગોલ્ડના સરેરાશ ક્લોઝીંગ પ્રાઈસના આધારે નક્કી કરવામાં આવે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment