જાણો સામાન્ય માણસ પોતાના ઘરે કેટલું સોનું રાખી શકે | આટલા ગ્રામથી વધુ રાખશો તો મુકાય શકો છો મુશ્કેલીમાં.

સસ્તા થઈ રહેલા સોનાને જોઈને વધારે ખરીદી કરતાં પહેલા આ જાણી લેવું જોઈએ કે સામાન્ય માણસ કેટલું સોનું ઘરમાં રાખી શકે છે. તેના પર ટેક્સ નિયમ શું કહે છે ભારતીયનું સોના પ્રત્યે લગાવ જગજાહેર છે અને હવે તો એની કિંમત ઓછી થતાં 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક આવી ગઈ છે. સોનાની કિંમતમાં ઓલ ટાઈમ હાઇથી નજીક આશરે 10 હજાર રૂપિયા સુધી ઓછા થઈ ગયા છે. પરતું એવું કહીએ કે, સોનું ઓછામાં ઓછું 8 મહિનાના ન્યૂનતમ સુધી પહોંચી ગયું છે. સસ્તા થતા સોનાને જોઈને જો તમે ઘરમાં સ્ટોર કરવાનું વિચારો છો તો પહેલા એ જાણી લો કે, આયકર નિયમ પ્રમાણે સામાન્ય માણસ ઘરમાં કેટલું સોનું રાખી શકે છે.

શું કહે છે નિયમ ? : આયકર વિભાગના નિયમ પ્રમાણે, જો કોઈ સોનું ક્યાંથી આવે છે, એનું વેલીડ સોર્સ તેમજ પ્રૂફ આપે છે તો એ ઘરમાં પોતાની મરજી એટલું સોનું રાખી શકે છે. પરંતુ જો કોઈ વગર ઇન્કમ સોર્સ જણાવ્યા વગર સોનું રાખવા માગે છે તો તેની એક લિમિટ છે. નિયમ પ્રમાણે વિવાહિત સ્ત્રી ઘરમાં 500 ગ્રામ, અવિવાહિત 250 ગ્રામ અને પુરુષ 100 ગ્રામ સોનું વગર ઇન્કમ પ્રુફ રાખી શકે છે. ત્રણેય કેટેગરીમાં નક્કી  કરેલું સોનું ઘરમાં રાખવામાં આવે તો આ આભૂષણ જબ્ત નહિ થાય.

જો આ લિમિટથી વધારે રાખી લીધું સોનું તો ? : જો અલગ-અલગ કેટેગરીના લોકો માટે નક્કી કરેલા નિયમથી વધારે સોનું ઘરમાં રાખે છે તો તે વ્યક્તિએ ઇન્કમ પ્રુફ આપવું જોઈએ. સોનું ક્યાંથી આવ્યું આ સબૂતની સાથે આયકર વિભાગને જણાવવું પડશે. સીબીડીટી એ 1 ડિસેમ્બર 2016 ને એક બયાન જાહેર કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઈ નાગરિક પાસે વારસામાં મળેલું સોનું સાથે એમની પાસે ઉપલબ્ધ સોનાના વેલીડ સોર્સ છે અને તે એનું પ્રમાણ આપી રહ્યું છે તો નાગરિક ગમે તેટલી ગોલ્ડ જ્વેલરી તેમજ ઓર્નામેન્ટ રાખી શકે છે.

આયકર રિટર્નમાં આપવી પડે છે માહિતી : જો કોઈ વ્યક્તિની કર યોગ્ય વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધારે છે તો એને આયકર રીટન આભૂષણ અને તેની વેલ્યુનો સબુત ભરવો પડે છે. યાદ રાખવું કે રીટનમાં આભૂષણ ઘોષિત વેલ્યુ અને એની વાસ્તવિક વેલ્યુમાં કોઈ અંતર ન હોવું જોઈએ, નહિ તો તેનું કારણ બતાવવું પડશે.

ગિફ્ટ અથવા વિરાસતમાં મળેલું સોનું ટેક્સેબલ નથી : જો કોઈને ગિફ્ટના રૂપે 50000 રૂપિયાથી ઓછી સોનાની જ્વેલરી મળે છે અથવા વિરાસત/વસિયતમાં સોનું, સોનાના આભૂષણ તેમજ ઓનમેટ્સ મળે છે તો તે ટેક્સેબલ નથી. પરંતુ આવી બાબતમાં પણ સાબિત કરવું પડે છે કે, આ સોનું ગિફ્ટેડ છે કે વિરાસતમાં મળેલું છે. જો વસિયત કે વિરાસતમાં સોનું મળ્યું છે તો ફેમિલી સેટલમેન્ટ એગ્રીમેન્ટ, વસિયત અથવા સોનું ગિફ્ટના રૂપે ટ્રાન્સફર કરવાનું એગ્રીમેન્ટ વગેરે પ્રૂફ કામ આવી શકે છે. જ્યારે જો સોનું ગિફ્ટેડ છે તો જેમણે આપ્યું છે તેના નામની રસીદ જેવી  માહિતી કામ આવી શકે છે.

10 હજાર કરતા પણ વધારે ઓછું થઈ ગયું છે સોનું : સોનાની કિંમતમાં ઓલ ટાઈમ હાઇથી નજીક 10 હજાર રૂપિયાથી પણ વધારે ઓછી થઈ ગઈ છે. અત્યારે સોનું 45,599 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે. ઓગસ્ટમાં સોનું 56,200 રૂપિયાના ઊંચા સ્તર પર હતું. 2020 માં સોનું 28% સુધી થઈ ગયું હતું. અને હાલ 10 હજાર રૂપિયા સુધી ઓછું થઈ ગયું છે. ખાલી આ વર્ષે જ સોનું 4000 રૂપિયાથી વધારે ઓછું થઈ ગયું છે. એટલું જ નહિ પણ ચાંદીના ભાવ પણ ઓછા થયા છે. તેમાં પણ 10 હજાર રૂપિયા ઘટ્યા છે.

સોનામાં રોકાણ કરવું કે નહિ ? : આ સમયે શેર બજાર રેકોર્ડ બની રહ્યું છે. જ્યારે સોનુએ ઘણા નીચલા સ્તરે છે. એવામાં લોકો વિચારી રહ્યા છે કે, રોકાણ ક્યાં કરવું ? અથવા તો ફિક્સ્ડ ડિપોઝિટ કરવી જોઈએ ? હાલ શેર બજાર ઉપર છે, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટમાં ઓછું વ્યાજ મળી રહ્યું છે. તો ત્યાં રોકાણ કરવું ઠીક નથી. જ્યારે સોનાની વાત કરવામાં આવે તો ગયા વર્ષે સોનામાં 28% રીટર્ન મળ્યું હતું. જ્યારે તેની પહેલા 25 % રીટર્ન હતું. જો તમે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો તો હાલ સોનું રોકાણ કરવા માટે સુરક્ષિત અને સારો વિકલ્પ છે. જેમાં ઘણું રિટર્ન મળશે.

બજેટમાં સોનાને લઈને શું ઘોષણા થઈ છે ? : આર્થિક મંત્રી નિર્મલા સીતારમણએ પોતાના બજેટ પ્રસ્તાવમાં સોના અને ચાંદી પર આયાત શુલ્કમાં ભારે કટોતીની ઘોષણા કરી છે. સોના અને ચાંદી પર તેણે 5% કાપ મુક્યો છે. હાલ તો સોના અને ચાંદી પર 12.5% આયાત શુલ્ક આપવો પડે છે. આ રીતે સોના અને ચાંદી પર 7.5% ઈમ્પોર્ટ ડ્યુટી આપવી પડશે. તેનાથી સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો આવશે. જ્યારે જુલાઈ 2019 માં સોના પર આયાત શુલ્ક 10% વધારીને 12.5 % કરવામાં આવ્યો હતો. જેનાથી સોનાના ભાવ વધી રહ્યા હતા. આ ઘોષણા પછી સોના અને ચાંદીમાં ઘટાડો આવ્યો. ચીન સૌથી વધુ સોનું આયાત કરે છે ત્યાર પછી ભારત સોનું સૌથી વધુ આયાત કરે છે.

2020 માં 28% મોઘું થયું હતું સોનું : વર્ષ 2020 સોના માટે ખુબ શાનદાર વર્ષ રહ્યું હતું. 2020 માં 28% વધારો થયો હતો. એવું નથી ભારતમાં જ સોનાની કિંમત વધી હતી પણ વિશ્વમાં સોનામાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. 2019 માં પણ સોનામાં વધારો જોવા મળ્યો હતો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment