તમારા રસોઈઘરમાં ઉપયોગમાં લેવાતા કાળા મરી માત્ર તમારા મસાલાનો જ ભાગ નથી, પરંતુ તેમાં રહેલા ઔષધીય ગુણો તમારી તંદુરસ્તી માટે ખુબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીથી બચવા માટે ઘણા એવા લોકો છે જે મરીનું સેવન કરે છે. તેનાથી થતા ફાયદાઓથી તમે માત્ર તંદુરસ્ત જ નહિ, પરંતુ ઘણી બીમારીથી પણ બચી શકો છો. કાળા મરીનું સેવન તમે ઘણી રીતે કરી શકો છો, તમે તેને કોઈ વાનગીમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો તેમજ એકલા પણ ઉપયોગ કરી શકો છો.
રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, કાળા મરી તંદુરસ્તી માટે ખુબ જ લાભકારી છે. નિયમિત તેના ઉપયોગથી ઘણી ગંભીર બીમારીથી તમે બચી શકો છો. કોરોના સંક્રમણથી બચવા માટે આજકાલ ઘણા લોકો કાળા મરીનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. તેનાથી તમે પોતાની ઈમ્યુનિટી મજબુત કરી શકો છો. આ સિવાય કાળા મરીથી તમને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે તે પણ જાણી લઈએ.શરદી, ઉધરસ :
આ કોરોનાકાળમાં આજે મોટાભાગના લોકો શરદી અને ઉધરસથી પરેશાન છે, જો કે બદલાતા મૌસમને કારણે આ તકલીફ થવી સામાન્ય છે. જ્યારે આજકાલ ફ્લુના કારણે પણ લોકો બીમાર પડી રહ્યા છે. આમ સાધારણ ફ્લુ અને કોરોના લક્ષણ પણ ઘણા મળતા આવે છે, આમ આ સમયે બીમારીથી બચવા માટે લોકો વધુ જાગૃત થઈ ગયા છે. આમ જો તમને શરદી અને ઉધરસની તકલીફ છે તો તમે મરી પાવડરમાં થોડું મધ મિક્સ કરીને ખાવ, તે ખુબ જ અસરકારક છે.
ઈમ્યુનિટી :
કોરોના સંક્રમણથી બચવા માટે પોતાની ઈમ્યુનિટી મજબુત હોવી ખુબ જ જરૂરી છે. જ્યારે આ વિશે ઘણા ડોક્ટર પણ લોકોને પોતાના ખાનપાન પર ધ્યાન આપવાની સલાહ આપે છે. જ્યારે ઈમ્યુનિટી વધારવા માટે મરી ખુબ અસરકારક છે. આ માટે ગરમ પાણીમાં થોડા મરીના દાણા નાખીને તેને ઉકાળી લો અને પછી તેનું સેવન કરો.પેટની સમસ્યાઓ :
જો તમારું પેટ ખરાબ છે તો તમે તરત જ કોઈ પણ બીમારીનો શિકાર બની શકો છો. આથી પેટનું સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. ગેસ થવો, અપચો થવો, અથવા કબજિયાત જેવી તકલીફ ઘણા લોકોને રહે છે. આ બધી સમસ્યાઓને દુર કરવા માટે મરી ખુબ જ અસરકારક છે. મરીમાં રહેલ ગુણ પેટના સારા બેક્ટેરિયાને બચાવવામાં મદદ કરે છે અને તમને પેટની તકલીફ નથી થતી.
હૃદય રોગ :
કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત કરવા માટે મરીનું સેવન કરો. મરીના સેવનથી તમારા શરીરમાં રહેલ બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરવામાં મદદ મળે છે અને તેમાં રહેલ ગુણ તમને હૃદયરોગથી બચાવે છે. આ માટે તમે મરીના પાવડરને પાણીમાં ઉકાળી લો, પછી તેમાં મધ નાખીને તેનું સેવન કરો.ડિપ્રેશન અને ટેન્શન : આજે મોટાભાગના લોકો ડિપ્રેશન અને ટેન્શન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં જો તમે મરીનું સેવન કરો છો તો તે તમને આ સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. મરીમાં પીપરાઇન હોય છે અને તેમાં એન્ટી-ડીપ્રેસેંટ ગુણ હોય છે, જે લોકોના ટેન્શન અને ડિપ્રેશનને દુર કરે છે.
બ્લડ શુગર : બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે મરીનું સેવન કરો. તમને જણાવી દઈએ કે, બ્લડ શુગર કંટ્રોલમાં ન હોવાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. જ્યારે મરીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બ્લડ શુગરના લેવલને સ્થિર કરે છે. ડાયાબિટીસના ખતરાને ઓછું કરવા માટે નિયમિત રૂપે મરીનું સેવન કરો.સોજાની સમસ્યા : શરીરના ઘણા ભાગમાં જો સોજો ચડી જાય તો ખુબ જ દુઃખાવો થાય છે. જ્યારે જે લોકોને અર્થરાઈટીસની સમસ્યા હોય છે તે લોકોને દુઃખાવો ખુબ થાય છે. આ સમયે મરીનું સેવન ઘણું ફાયદાકારક છે. તેમાં રહેલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ શરીરના વિભિન્ન પ્રકારના સોજાને ઓછા કરે છે. આ સિવાય અસ્થમાના કારણે શ્વાસ નળીમાં થતા સોજાને દુર કરવામાં પણ મરી ખુબ જ પ્રભાવી સાબિત થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી