નાના બાળકને ગમે તે ના ખવરાવો, તેની માનસિક અને શારીરિક વૃદ્ધિ માટે સૌ પ્રથમ ખવરાવો આ વસ્તુ.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍲 સૌથી પહેલા બાળકોને કંઈ વસ્તુઓ ખવડાવી જોઈએ… 🍲

💁 મિત્રો બાળક જ્યારે પાંચ કે છ મહિનાનું થાય એટલે તરત જ ઘરના સભ્યો તેના ખોરાક વિશે વિચારવા લાગે છે. કે તેને ક્યો ખોરાક આપવો જેથી તેને પૌષ્ટિકતા મળી રહે. ઘરના તેમજ આસપડોશના લોકો સલાહ દેવા લાગે છે કે બાળકને આ ખવડાવો પેલું ખવડાવો.Image Source :

💁 તો મિત્રો આજે અમે તમારું કન્ફયુઝન દૂર કરશું આ લેખ દ્વારા. આજે અમે તમને જણાવશું કે બાળકને શરૂઆતમાં શું ખવડાવું જોઈએ, કેવો ખોરાક તેના માટે સારો રહે અને તેના પોષણની ઉણપને દૂર કરે અને તેનો યોગ્ય વિકાસ કરવા માટે મદદરૂપ થાય છે.

💁 અત્યાર સુધી એટલે કે  ૬ મહિના પછી બાળકને આપણે દૂધ સિવાય તેને અનાજ અને જ્યુસ આપનાવી શરૂઆત કરવી જોઈએ. તેના પોષણ અને વિકાસને ધ્યાનમાં રાખીને તેને ખોરાક આપવો જોઈએ. તેના માટે તે પણ જરૂરી છે કે તેને તે કેટલી માત્રમાં આપવું તે પણ ખૂબ જ જરૂરી બની જાય છે. જો તેની માત્રા વધઘટ થાય તો બાળકની પાચનશક્તિ ખરાબ થવાને કારણે તેને ઝાડા ઉલ્ટીની સમસ્યા સર્જાઈ શકે છે. માટે અમે આ આર્ટીકલ દ્વારા બાળકને શું ખવડાવવું જોઈએ તે જણાવશું પણ એ સાથે કેટલી માત્રામાં આપવું તે પણ જણાવશું.Image Source :

🍒 સૌથી પહેલા પીવડાવવું જોઈએ દાડમનું જ્યુસ. કારણ કે દાડમનું જ્યુસ બાળકના શરીરમાં ક્યારેય હિમોગ્લોબીનની ઉણપ સર્જવા દેતું નથી. બાળકને રોજ બે થી ત્રણ ચમચી દાડમનું જ્યુસ પીવડાવવું જોઈએ. પરંતુ મિત્રો એક વાતનું ધ્યાન રાખવું કે દાડમના દાણાની અંદર જે સફેદ બીજ હોય છે તેને પચાવવા માટે મોટા તો સક્ષમ હોય છે. પરંતુ નાના બાળકોની પાચનશક્તિ એટલી મજબૂત નથી હોતી. માટે દાડમના દાણાને મીક્ષ્યરમાં પીસીને બનાવેલું જ્યુસ ન પીવડાવું, પરંતુ કપડામાં રાખી તેને નીચોવીને અથવા તો એવી રીતે જ્યુસ બનાવવું જેથી સફેદ બીજ અલગ રહે અને જ્યુસમાં બીજ ન આવે. અને જ્યારે બાળકને જ્યુસ પીવડાવવું હોય ત્યારે જ જ્યુસ કાઢવું કારણ કે, પડ્યું પડ્યું જ્યુસ કાળું થઇ જાય છે તેમાં રહેલ આર્યનના કારણે તેમજ તેના પોષક તત્વ પણ નષ્ટ પામે છે.Image Source :

🥣  દાળ પણ બાળકો માટે સારો ખોરાક છે. મિત્રો આપણે દાળ બનાવતા પહેલા દાળને બાફીએ છીએ ત્યાર બાદ તેનો વઘાર કરીએ છીએ. તો  જ્યારે દાળ બાફીએ ત્યારે દાળને ઉતારીને દાળની ઉપર ઉપર જે પાણી હોય તે કાઢી લેવું અને બાળકને તેની ચારથી પાંચ ચમચી દાળ પીવડાવી શકો છો. મીઠું ન નાખવું બાફતી વખતે. દાળના આ પાણીમાં ખૂબ જ પ્રોટીન હોય છે. માટે જો બાળકને તે પીવડાવવામાં આવે તો બાળકમાં ક્યારેય પ્રોટીનની કમી નથી રહેતી. દાળની વાત કરીએ તો મગની દાળ અથવા મગનું પાણી ખૂબ જ સારું રહે છે.Image Source :

🍑 ચીકુનો રસ પણ બાળકના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવે છે. તમે બાળકને ચીકુનો રસ પણ આપી શકે છે. પરંતુ ચીકુનો રસ થોડો અલગ રીતે કાઢવો. તેના માટે ચીકુના બી અને છાલ કાઢી લેવી અને ચીકુને ક્રશ કરી લેવા. ત્યાર બાદ ચોખા કપડામાં દબાવ્યા બાદ તે રસ બાળકને પીવડાવો. બાળક માટે બેથી ત્રણ ચમચી રસ પણ કાફી થઇ જાય છે. ચીકુના રસથી બાળકની એનર્જી જળવાઈ રહે છે અને બાળકને વધારે ભૂખ લાગી છે તેનો અહેસાસ નથી કરાવતું. આ રસ બાળકને જરૂર પીવડાવો બાળકની એનર્જી વધારવા માટે.

🍉 તરબૂચ ગરમીમાં બાળકના શરીરને હાઈડ્રેટ કરે છે. માટે ગરમીમાં બાળકને તરબૂચનો રસ પીવડાવવો જોઈએ.તેના માટે તરબૂચના પીસ કરી તેને કપડાની મદદથી રસ કાઢવો જોઈએ. બાળકને હમેશા બેથી ત્રણ ચમચી જ પીવડાવો જોઈએ.Image Source :

🍎 તમે બાળકને સફરજનની પ્યોરી પણ આપી શકો. બાળકને જ્યારે પ્યોરી પીવડાવવી હોય ત્યારે  તાજી પ્યોરી કરીને જ પીવડાવી. સ્ટોર કરીને ક્યારેય ન પીવડાવવી. અને બેથી ત્રણ ચમચી જ પીવડાવવી.

🍌 આ ઉપરાંત બાળકને કેળું પણ ખવડાવું જોઈએ. તેનાથી બાળકને કેલ્શિયમ અને એનર્જી મળે છે. બાળકને કેળું ક્રશ કરીને એક થી બે ચમચી ખવડાવું. પરંતુ ધ્યાન રહે કે જ્યારે તમે કેળાને ખવડાવો ત્યારે બીજું કંઈ જ્યુસ કે પ્યુરી ન પીવડાવી. કારણ કે કેળા ખુબ જ ભારે હોય છે તેથી.

💁 બાળકને ક્યારેય એક સાથે બધું ન ખવડાવવું જોઈએ. તમે આજે દાળ આપો તો કાલે દાડમનું જ્યુસ આપો તો પછીના દિવસે કોઈ બીજી વસ્તુ આ રીતે આપવું. આ ઉપરાંત તમે થોડા સમયના અંતરે પીવડાવો જેથી ખબર પડે કે બાળકની પાચનશક્તિ કેટલી છે. તે તેને પચાવી શકે છે કે નહિ તેનો અંદાજો આવી જાય અને બાળકની પાચનશક્તિ મૂજબ જ બાળકને ખવડાવવું જોઈએ.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

2 thoughts on “નાના બાળકને ગમે તે ના ખવરાવો, તેની માનસિક અને શારીરિક વૃદ્ધિ માટે સૌ પ્રથમ ખવરાવો આ વસ્તુ.”

  1. Wrong info.. juice na apay baby ne direct Madhu fruits app e vadhare Sara.. juice ma resa na AVE etle baby constipation this pidase.
    Even Dal na Pani karya mash Dal app..Pani ma etlu tatva na Hoi jetlu mash Dal k kichdi ma hoi

    Reply

Leave a Comment