કોઈ પણ નુસ્ખા વગર વાળ વધારવા અજમાવો આ 5 ઉપાય, વાળ થઈ જશે એકદમ લાંબા, કાળા અને મજબુત… જાણો વાળની તમામ સમસ્યા દુર કરવાની રીત….

આજના સમયમાં વધતું પ્રદુષણ, અનિયમિત ખાનપાન અને કેમિકલયુક્ત પ્રોડક્ટના વધુ પડતા ઉપયોગથી વાળને અનેક પ્રકારના નુકશાન થાય છે. જેમ કે વાળનું કસમયે ખરવું, વાળનો ગ્રોથ ઘટવો, બે મોઢાવાળા વાળ વગેરે સમસ્યાઓ થાય છે. આપણુ ખાનપાન જ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વાળને સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખવા માટે યોગ્ય આહાર લેવો આવશ્યક છે. વાળને લાંબા, ચમકદાર બનાવી રાખવા માટે પ્રોટીન, બાયોટીન, વિટામીન ઈ, આયર્ન વગેરે પોષક તત્વો આવશ્યક હોય છે. તેથી જો તમે તમારા વાળને સ્વસ્થ રાખવા ઇચ્છતા હોવ તો તમારા ડાયટમાં આ પોષક તત્વોથી ભરપૂર ફૂડ્સ સામેલ કરો. આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું વાળને મજબૂત અને હેલ્ધી બનાવી રાખતા સ્વાસ્થ્યવર્ધક ફૂડ્સ વિશે.1) દાળ:- દાળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ઉપલબ્ધ હોય છે,જે વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત સારુ છે. દાળોમાં તુવર, મગ, અડદ અને મસૂર જેવી દાળોમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. એવામાં આને ડાયટમાં સામેલ કરી શકો છો. દાળથી વાળ મજબૂત બને છે અને ખરતા પણ અટકે છે.

2) સોયાબીન:- સોયાબીનમાં આયર્ન, ઝિન્ક, પ્રોટીન, મેગ્નેશિયમ અને વિટામિન બી 2 વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ખૂબ જ હેલ્ધી હોય છે. સોયાબીનમાં સ્પેરમીડિન નામનું તત્વ હોય છે જે વાળને મજબૂત રાખે છે. સોયાબીનના સેવનથી વાળનો ગ્રોથ વધવામાં મદદ મળે છે.3) ડ્રાય ફ્રૂટ્સ:- ડ્રાયફ્રુટ સ્વાસ્થ્ય અને વાળ માટે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડ્રાયફ્રુટ્સમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસીડ ઉપલબ્ધ હોય છે, જે વાળને ખરતા અટકાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે. અખરોટ, કાજુ અને બદામ માં ઝિંકનું પ્રમાણ ઘણું વધારે હોય છે, જે આપણા સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ઘણું હેલ્ધી છે. ડ્રાયફ્રુટને પલાળીને કે સૂકા પણ સરળતાથી ખાઈ શકાય છે.

4) ઈંડા:- ઈંડામાં આયર્ન, સલ્ફર,આયોડિન, ફોલિક એસિડ વગેરે ઉપલબ્ધ હોય છે. તેમાં બાયોટીન પણ હોય છે જે વાળ માટે અતિ આવશ્યક હોય છે. આ વાળને હેલ્ધી અને મજબૂત રાખવામાં મદદ કરે છે. આના સેવનથી અને ઈંડુ લગાવવાથી વાળ ખરવાના બંધ થઈ જાય છે. ઈંડામાં પ્રોટીન પણ ઉપલબ્ધ હોય છે, જે વાળ માટે ફાયદા કારક છે. તમે ઈંડાને કોઈપણ રીતે ખાઈ શકો છો.5) પાલક:- ડેઇલી રુટીન માં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન શરીરની સાથે વાળને પણ હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. પાલકમાં વિટામિન એ, વિટામિન સી અને ફોલિક એસિડ ઉપલબ્ધ હોય છે, જે વાળને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. પાલકનું નિયમિત સેવન કરવાથી સ્કૅલ્પ ને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment