હ્યદય, લીવર અને પાચનતંત્રનો અદભુત ઈલાજ છે પપૈયું….. ફાયદા છે બહુમુલ્ય…. જરૂર શેર કરજો.

પપૈયુ એક અમુલ્ય ઔષધી

(આ લેખ પૂરો વાંચો, જેથી પપૈયાના પુરા તત્વો વિશે જાણકારી મળે અને આ લેખ બીજા લોકોને પણ શેર કરો જેથી તે પણ જાણકારી મેળવી શકે- ધન્યવાદ.)

આમ તો પપૈયુ મૂળ અમેરીકાનુ વતની છે. આપણે ત્યા તે ચારસો વર્ષથી આવ્યુ છે. પરંતુ હવે તો ભારતમા પણ તે સર્વત્ર થાય છે. પપૈયા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના ઝાડ લાંબા, પાતળા અને કોમળ હોય છે. પપૈયા ના ઝાડમાં કોઈ ડાળી નથી હોતી. આ પપૈયુ એ ઉત્તમ ખાદ્યફળ તથા  ઔષધ બંને રીતે ઉપયોગી છે. આપણે આજના લેખમા તેના ઔષધીય ગુણધર્મો અને ઉપયોગો વિશે સમજીએ.

પપૈયાના છોડ મધ્યમ કદના દસથી પંદર ફૂટ ઊંચાઈ થાય છે. આ છોડ બે જાતના હોય છે. નર અને માદા.જેમાથી માદા જાતિના છોડને જ ફળ બેસે છે. આયુર્વેદ પ્રમાણે પાકુ પપૈયુ મધુર અને કંઈક કડવુ, નરમ હોય છે. કફવર્ધક, હૃદય માટે હિતકારી છે. તે મેદસ્વીતા યકૃત અને બરોળની વૃદ્ધિ, કબજિયાત તથા મૂત્રના અવરોધને દૂર કરે છે. કાચુ પપૈયુ સંકોચક મળાવરોધક કફ તથા વાયુ માટે રુચીકારક નીવડે છે. તેમા “પાપેઈન” નામનુ પાચક તત્ત્વ પુષ્કળ માત્રામા હોય છે. જે  પાચનતંત્રના રોગોમા ઉત્તમ ગણાય છે

પપૈયુ સ્વાસ્થય માટે ખૂબ જ સારુ ગણાય છે. પપૈયામા વિટામિન એ ,બી અને સી રહેલા હોય છે તેમજ ફાઈબર તથા આયર્ન જેવા તત્વો રહેલા છે. 100 ગ્રામ પપૈયામા એકથી બે ગ્રામ પ્રોટીન, 98 કેલેરી તેમજ 700  mg આયર્ન હોય છે.જે આપણુ સ્વાસ્થય જાળવવામા જડીબુટ્ટીની જેમ સહાય કરે  છે.પપૈયાને ”  fruit of the angles ” પણ કહેવામા આવ્યુ છે. મિત્રો એક વાત ખાસ ધ્યાનમા રાખવી કે પપૈયુ બને ત્યા સુધી તાજું જ ખાવુ.

મિત્રો પપૈયાના ફાયદાઓ નીચે મુજબ છે :

– ત્વચા
પપૈયુ ત્વચાની સુંદરતા વધારનાર છે.દરરોજ પાકા પપૈયાના ગર્ભથી ચહેરા પર મસાજ કે લેપ કરવાથી ખીલ,ડાઘ,કરચલીઓ, કાળાશ વગેરે દૂર થાય છે.
ત્વચાના ઘણા રોગોને પપૈયુ મટાડે છે. કાચા પપૈયાના દૂધને ટંકણખાર અને ગરમ પાણી સાથે મેળવીને તેનો લેપ લગાવવાથી દાદર, ખરજવુ, ખુજલી જેવા જટીલ રોગથી છૂટકારો મેળવી શકાય છે.

ચહેરાના ખીલ ફોડકી કરચલી વગેરેને દુર કરવા માટે પાકા પપૈયા અને આદુનો રસ ભેળવીને દિવસમાં 2-૩ વાર ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરાના ખીલ ફોડકા અને કરચલી દુર થાય છે.

-હૃદયરોગ
હૃદયરોગની અન્ય દવાઓ કરતા પપૈયાનુ દૂધ વધારે ઉત્તમ ઔષધી છે. રોજ સવારે એક ચમચી સાકરમા કાચા પપૈયાના દૂધના પાંચથી છ ટીપા મિશ્ર કરીને તેનુ સેવન કરવાથી થોડા દિવસોમા હૃદયરોગમા ફાયદો થાય છે.

-લીવર અને બરોળ
લીવર કે બરોળ વધી ગયા હોય તેમા પપૈયાનુ દૂધ અસરકારક નીવડે છે. અડધી ચમચી જેટલા કાચા પપૈયાનુ દૂધ એક ચમચી સાકર સાથે મેળવી દિવસમા ત્રણ વખત પાણી સાથે લેવાથી લીવર બરોળ ધીમે ધીમે સ્વસ્થ બને છે.

 

-પાચનતંત્ર
અર્જીણ રહેતુ હોય  અને પેટ બરાબર કામ ન કરતુ હોય તેમના માટે કાચા પપૈયા આશીર્વાદરૂપ છે. આથી તકલીફમા થોડા દિવસ કાચા પપૈયાનુ શાક કે તેનુ ખમણીને બનાવેલુ કચુંબર ખાવાથી પાચનતંત્ર સુધરે છે.

* લોહીની ઉણપ થાય ત્યારે રોગી ને રોજ પપૈયું ખાવું જોઈએ. તેનાથી પાચન ક્રિયા ઠીક થાય છે તેમજ નવું લોહી બનવાનું પણ શરુ થઇ જાય છે.

-કોલેસ્ટ્રોલ
પપૈયાના ભરપૂર માત્રામા ફાઈબર તથા વિટામિન સી એનટી ઓકસીડંટ હોય છે જે આપણા શરીરમા રહેલુ કોલસટરોલ ઓછુ કરે છે.

-પીરીયડસ
જે બહેનોને પીરીયડસ નિયમીત ન રહેતા હોય તો પપૈયાના સેવનથી માસિકચક્ર નિયમીત થાય છે. નુકશાનકારક અસર : ગર્ભાવસ્થા દરમિયાન કાચું કે પાકું પપૈયા ન ખાવું જોઈએ. જે સ્ત્રીઓને માસિક ધર્મ વધુ આવે છે તેમણે પણ પપૈયા ન ખાવા જોઈએ. પ્રમેહ, કૃષ્ઠ અને અર્શ (બબાસીર) ના રોગીઓ માટે એક કાચું પપૈયું નુકશાન કારક હોય છે. પપૈયાના બીજનું સેવન કરવાથી ગર્ભપાત થઇ શકે છે.

-વજન ઘટાડવા
વજન ઘટાડવા માગતા હોય તે રોજ સવાર સાંજ એક વાટકી પપૈયુ નાસ્તામા લેવાથી ઘણો ફાયદો થાય છે.

પેટમાં રહેલા કૃમીઓ ને પણ આવી રીતે મટાડી શકાય

પપૈયા ના 10 બી ને પાણીમાં વાટીને ચોથા ભાગના પાણીમાં ભેળવીને લગભગ 7 દિવસ સુધી સતત પીવાથી પેટની જીવાત દુર થાય છે.

આ ઉપરાંત પપૈયુ તનાવ,  વાળ લાંબા  કરવા માટે પણ મદદરૂપ છે. પપૈયામા વિટામિન એ ની માત્રા હોવાથી આંખની રોશની માટે  તેમજ રોગપરતિકારક શક્તિ  વધારવા માટે ઊપયોગી છે. તદુપરાંત કેન્સર જેવી ગંભીર બીમારીમા રાહત આપે છે.
આમ પપૈયુ આપણને અનેક રીતે મદદરૂપ થાય છે.

આ લેખ તમને ગમ્યો હોય તો જરૂર શેર કરજો જેથી કોઇ જરૂરતમંદ વ્યકતી સુધી પહોંચે અને લાભ લઈ શકે.

 મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

Leave a Comment