આજે આ આર્ટીકલમાં આપણે જોઈશું કે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના મહા યુદ્ધ માટે કુરુક્ષેત્રની જ જગ્યા શા માટે પસંદ કરી…. કુરુક્ષેત્ર જેવા કેટલાય મોટા મોટા રણભૂમિના મેદાનો ભારત ખંડમાં હતા… પણ શા માટે કુરુક્ષેત્ર જ…?
આ વિશેની વાત આપણે આજના આર્ટીકલમાં મેળવીશું……
મહાભારત એક એવું યુદ્ધ હતું કે જેમાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય વચ્ચે મહાસંગ્રામ થવાનો હતો, અને તેનાથી પણ મોટી વાત એ હતી કે મહાસંગ્રામ ભાઈઓ- ભાઈઓ વચ્ચે થવાનો હતો. આ સંગ્રામ એટલી હદે ભયાનક થવાનો હતો કે એની કલ્પના માત્રથી સામાન્ય માણસ ધ્રૂજી ઉઠે. આ બધી વાતની જાણ ભગવાન શ્રીકૃષ્ણને હતી કે મહાભારત કેટલું ખતરનાક થઇ શકે છે. આ સિવાય બીજા કોઈ પણ લોકોને આ મહાભારત આટલું ખતરનાક થશે એવી કલ્પના ના હતી. ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી અર્જુનના રથના સારથી બન્યા હતા.
ભગવાન શ્રીકૃષ્ણએ પહેલા તો યુદ્ધ ના થાય તે માટે ખુબ મહેનત કરેલી પણ કોઈ પણ સંજોગોમાં દુર્યોધન ના માન્યો, અંતે યુદ્ધ થશે તેવું નક્કી થઇ ગયું. પણ યુદ્ધ ક્યાં કરવું તેની હજુ પણ અસમંજસ પેદા થઇ રહ્યું હતું એટલે કે, યુદ્ધના મેદાન માટે કઈ ભૂમિ પસંદ કરવી તે ખુબ જ કઠીન પ્રશ્ન હતો.
અંતે ભગવાન શ્રીકૃષ્ણ એ વાત જાણતા હતા કે આ યુદ્ધ ગમે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકે છે, તેથી તેમને એ ધ્યાન રાખ્યું હતું કે એક વાર આ યુદ્ધ શરૂ થાય તો આ યુદ્ધ અટકવું ના જોઈએ. કેમ કે આ યુદ્ધ ધર્મના આધારે થવાનું હતું અને સત્યના આધારે થવાનું હતું. જો આ યુદ્ધ અટકે તો આવનારી પેઢીને જ્ઞાન ધર્મ ની સમજ ન રહે અને સત્યની સમજ ના રહે. જો આ યુદ્ધ અટકી જાય તો લોકોને ધર્મ પરથી, સત્ય પરથી વિશ્વાસ ઉઠી જાય.
તેથી ભગવાન શ્રીકૃષ્ણે એવું ઈચ્છતા હતા કે આ મહા ભયાનક યુદ્ધ શરુ થશે ત્યારે આ યુદ્ધમાં બંને પરિવારો સામે સામે ટકરાવાના હતા, ભાઈઓ સામસામે ટકરાવાના હતા તેથી જો આ મહા ભયાનક યુદ્ધ ક્યાંય પણ થાય અને શરૂ યુદ્ધમાં જો એકબીજા ઉપર કૌરવ તથા પાંડવોને પ્રેમ આવી જાય તેમજ ભીષ્મ પિતામહ, તેમજ દ્રોણાચાર્ય જેવા વડીલોની સલાહથી આ યુદ્ધ અટકી જાય અને એનું પરિણામ પણ યોગ્ય ન આવે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ એવું ઈચ્છતા હતા કે જો એકવાર આ યુદ્ધ થાય તો આ યુદ્ધ કોઈપણ સંજોગોમાં અટકવો જોઈએ. મહાભારતના આ યુદ્ધ કેવળ ધર્મ સત્ય માટે જવું જોઈએ હવે ભગવાન શ્રીકૃષ્ણ પોતે એવું કઈ કરવા જઈ રહ્યા હતા કે આ યુદ્ધ શરૂ થાય તો તે ક્યારેય ન અટકે.
ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની બુદ્ધિથી એવી જગ્યાની શોધ કરવાની શરુ કરી કે, જે જગ્યાએ બંને તરફના યોદ્ધા એકબીજા તરફ પ્રેમની દ્રષ્ટિથી ન જોઈ શકે તેમની યુદ્ધભૂમિ પર એવી નજર હોવી જોઈએ કે તેને પોતાના ભાઈની અંદર સામાવાળો દુશ્મન જ દેખાય. જો કોઈપણ ભૂમિનો, કે જગ્યાનો પ્રભાવ આવો હોય તો ચોક્કસ આ યુદ્ધ ત્યા થવું જોઇએ. આ યુદ્ધ થવા માટે આવી ભૂમિનું હોવું અત્યંત આવશ્યક હતું જો આમ ન થાય તો પાંડવો થતા કૌરવોને એકબીજા તરફ પ્રેમ ભરી દ્રષ્ટિ થઇ શકે. તેમજ આ મહાન ભયાનક યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણાચાર્ય જેવા મહાન વડીલો પણ હતા જેના કારણે સુલેહ થઇ શકતી હતી.
આવો સઘળો વિચાર કરીને ભગવાન શ્રીકૃષ્ણએ એક નિર્ણય લીધો. અને તેમણે પોતાના ગુપ્તચરો તથા દૂતોને કહ્યું કે તમે અલગ અલગ દિશામાં જાઓ તમે કોઈ એવું સ્થળ પસંદ કરો, કોઈ એવી ભૂમિ પસંદ કરો કે જેના ઉપર ક્રોધનું, લાલચનું તેમજ દ્વેષનું પ્રમાણ વધુ હોય. જો એવી ભૂમિ મળે તો આવીને મને ખબર આપો.
તેથી ગુપ્તચર આવી ભૂમિની શોધ કરવા માટે અવનવી દિશામાં ભટકી રહ્યા હતા. પણ આવી એક પણ જગ્યા તેમને મળી રહી નહોતી, સર્વ જગ્યાએ તેમને પ્રેમ, ધર્મ અને સત્ય હોવાના પૂરાવા મળતા હતા. અંતે ઘણા સમય બાદ એક ગુપ્તચર એક ભૂમિ પર તેમણે કંઈક એવું જોયું કે જેના આધારે તેમણે આ ભૂમિ વિશેની જાણ ભગવાન શ્રીકૃષ્ણને કરી. અને ભગવાન શ્રીકૃષ્ણએ ગુપ્તચરની વાત સંભાળીને તરત જ મહાભારતના મહાયુદ્ધ માટે આ ભૂમિ પસંદ કરી.
આ ભૂમિ પર કંઈક એવું બની રહ્યું હતું કે, બે ભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા. કામ કરતાં હતાં તો મોટાભાઈએ નાનાભાઈને પાણી વહી રહ્યું હતું તે સરખુ કરવા કે બંધ કરવા માટે કહ્યું. આ સાંભળી નાનાભાઈને તરત જ મોટાભાઈ પર ગુસ્સો આવ્યો અને મોટાભાઈની અવજ્ઞા કરીને કહ્યું, તું જાતે જ કેમ બંધ નથી કરી લેતો…. હું શા માટે બંધ કરુ? તું પણ બંધ કરી શકે છે તો તારી જાતે બંધ કરી દે. આ સાંભળીને મોટાભાઈના મગજ પર ખુન્નસ ચડી ગયું. આ ક્રોધના આધારે તેમને નાનાભાઈ ઉપર હુમલો કરી દીધો, અને હુમલાના અંતે એવું પરિણામ આવ્યું કે જોરદાર યુદ્ધ થયું અને આ જગ્યામાં મોટાભાઈએ નાનાભાઈની જાનથી મારી નાખ્યો.
નાનાભાઈને જાનથી મારી નાખ્યા બાદ તેનો જે મૃતદેહ હતો તેના વડે મોટાભાઈએ જ્યાં પાણી વહી જઇ રહ્યું હતું ત્યાં મૂકી દીધો. આ જોઈને દૂત ખૂબ જ અચંબિત થઈ ગયો કે આ શું થઈ રહ્યું છે? એક પાણી બંધ કરવા કે પાણી રોકવા જેવી નજીવી બાબતમાં ભાઇએ ભાઇની હત્યા કરી. આ ખુબજ અચંબિત થઈ શકે એવી ઘટના કહી શકાય. તેથી દૂત એ આ ઘટનાની વિગત ભગવાન શ્રીકૃષ્ણને કહી. આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણને એવું લાગ્યું કે નહીં આ જમીન મારી ઈચ્છાનુસારની જ છે. આ જમીન ઉપર ક્રોધ, લાલચ તેમજ દ્વેષનું પ્રમાણ ખુબ જ વધુ છે. તેથી જરૂર આ ભૂમિ ઉપર જ મહાભારતનું યુદ્ધ થવું જોઈએ. જો આ ભૂમિ પર મહાભારતનુ યુધ્ધ થશે તો ભાઈઓ-ભાઈઓ વચ્ચે પ્રેમ નહીં રહે, ભાઈઓ-ભાઈઓ વચ્ચે લાગણી નહિ રહે, ભાઈઓ-ભાઈઓ વચ્ચેની સમજણ શક્તિનું પણ કોઈ અસ્તિત્વ નહિ રહે. ભાઈઓ એકબીજાના લોહીના તરસ્યા બની જશે એકબીજા ઉપર ગુસ્સો કરશે. તેથી ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની પસંદગી કરી. આ પસંદગી અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ એવું ઈચ્છતા હતા કે કે મહાભારત આ જમીન ઉપર થવો જોઈએ તેથી તેમણે મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રનો પસંદ કર્યું.
બીજી એક કથા અનુસાર એ કહેવાયું છે કે,
મહાભારત અનુસાર કુરુરાજાએ જે ક્ષેત્રને વારંવાર ખેડ્યુ તેનું નામ કુરુક્ષેત્ર પડયુ. કહેવાય છે કે જ્યારે કુરુ આ ક્ષેત્રને ખેડી રહ્યા હતા ત્યારે ઈન્દ્રએ તેમનાથી આનું કારણ પૂછ્યુ. કુરુએ કહ્યુ કે જે પણ વ્યક્તિનું મૃત્યુ આ સ્થાન પર થાય તે પુણ્ય લોકમાં જાય એવી મારી ઈચ્છા છે. ઈન્દ્રએ તેમની વાતને હસવામાં ઉડાવી દીધી અને સ્વર્ગલોક ચાલ્યા ગયા. ત્યારબાદ આવું અનેક વાર થયુ.
ઈન્દ્રએ આ વાત અન્ય દેવતાઓને પણ જણાવી. દેવતાઓએ ઈન્દ્રને કહ્યુ કે જો સંભવ હોય તો કુરુને પોતાના પક્ષમાં કરી લો. ત્યારે ઈન્દ્રએ કુરુને કહ્યુ કે કોઈ પણ પશુ, પક્ષી અથવા મનુષ્ય નિરાહાર રહીને અથવા યુદ્ધ કરતા દરમિયાન આ સ્થળ પર મૃત્યુ પામશે તો તે સ્વર્ગમાં જશે.
આ વાત ભીષ્મ પિતામહ , કૃષ્ણ વગેરે બધાં જ જાણતા હતા, એટલે જ મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ