પાણી અને હળદર સાથે આ વસ્તુ મિક્સ કરી પીવો, બરફની જેમ ઓગળી જશે ચરબી અને વજન… શરદી, એલર્જી અને શરીરના દુખાવાથી પણ મળશે છુટકારો….

આપણા રસોઇ ઘરમાં એવી અનેક વસ્તુઓ છે જે સ્વાસ્થ્યને અનેક રીતે લાભ પ્રદાન કરે છે. જેમાં ખાસ કરીને વજન ઘટાડવા વાળા લોકોએ આ વસ્તુનું સેવન જરૂરથી કરવું જોઈએ. આ વસ્તુઓમાં એક હળદર છે, જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. આ એક અત્યંત સ્વાસ્થ્યવર્ધક મસાલો છે, જેમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વ વજન ઘટાડવામાં અસરકારક હોય છે. હળદરનો વર્ષોથી શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આખરે હળદર વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે અને તેનું સેવન કેવી રીતે કરાય તે આપણે આ લેખના માધ્યમથી જાણીશું.

વજન ઘટાડવા માટે હળદર ના ફાયદા:- એક સમાચાર પ્રમાણે જ્યારે આપણે શરીરમાં મેટાબોલિક ઇન્ફલેમેશન અત્યંત ઓછું થઈ જાય છે તો શરીરમાં વજન વધવા લાગે છે. હળદરમાં પોલિફેનોલ્સ, કરક્યુમિન અને એન્ટીઓબેસિટી પ્રોપર્ટીઝ હાજર હોય છે. કરક્યુમિન માં ઉપલબ્ધ આ ગુણ સફેદ ચરબીની પેશીઓના સોજા ને ઘટાડવામાં મદદ કરે છે. કર્ક્યુમિન ચરબીના કોષોના પ્રસારને પણ અટકાવે છે અને એડિપોનેક્ટીન સ્ત્રાવને પ્રોત્સાહન આપે છે. તે એક પ્રકારની ચરબી કોશિકાઓ દ્વારા સ્ત્રાવિત એન્ટિ ઇન્ફ્લેમેટરી તત્વ છે.હળદર વધારે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાની સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને પણ રોકે છે. આના પરિણામ સ્વરૂપે તમારા શરીરમાં વધુ પડતી ચરબી જમા નહીં થાય. જેનું વજન વધારે હોય છે તેમને ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. એવામાં તમે નિયમિત રૂપે હળદરનું સેવન કરો તો આ સ્થિતિમાં આવવાથી બચી શકો છો.

એવું પણ જોવામાં આવ્યું છે કે હળદરને નિયમિત સેવનથી પેટમાં હાજર પિત્ત વધી જાય છે આ એક પાચક રસ છે જે ચરબીને ઓગાળવામાં અને ચયપચન માં મદદ કરે છે. તો તમે જાણી લીધું હશે કે હળદર વજન ઘટાડવા માટે કેટલી અસરકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ વજન ઘટાડવા માટે હળદરનું સેવન કેવી રીતે કરવું.વજન ઘટાડવા માટે હળદરનું સેવન કરવાની રીત:- જો તમે તમારું વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો હળદર, તજ વાળી ચા નું સેવન કરી શકો છો. તેના માટે એક કપ પાણી વાસણમાં નાંખીને ઉકાળો. તેમાં અડધી નાની ચમચી તજનો પાવડર નાખી દો. પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી અડધું ન થઈ જાય. હવે આને કપમાં ગાળીને સામાન્ય થવા દો. હવે તમે એક નાની ચમચી હળદરની પેસ્ટ થોડા ફુદીનાનાં પાનની પેસ્ટ નાખીને મિક્સ કરો. હવે આને ગાળીને પીવો.

તજ ઇન્સુલિન સંવેદનશીલતા માં સુધારો કરે છે. સાથે જ આ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ફુદીના ના પાન માં પણ એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે જે એલર્જી, શરદી, દુખાવો, પાચન સંબંધિત સમસ્યા, ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમને પણ સુધારે છે.હળદર વાળું દૂધ પીવાથી પણ તમે વજન ઘટાડવાની સાથે અનેક રોગોથી બચી શકો છો. દૂધમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંના રોગ જેવા કે ઓસ્ટીઓપોરોસીસથી બચાવે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર પાવડર મેળવીને પીવાથી ન માત્ર વજન ઓછું થશે પરંતુ અનેક રોગોથી સુરક્ષિત રહેશો.

વજન ઘટાડવા ક્યારે કરવું હળદરનું સેવન:- જો તમે ઈચ્છો તો તમારું વજન જલ્દી ઘટે તે માટે તમે હળદરનું સેવન નિયમિત રૂપે કરો. હળદર વાળું દૂધ કે જ્યુસ નાસ્તો કરતા પહેલા પીવો. રાત્રે સુતા પહેલા હળદર વાળું દૂધ પી શકો છો. યાદ રાખો કે કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન લાભ થવાની જગ્યાએ નુકસાન કરી શકે છે. એવામાં સીમિત માત્રામાં હળદરનું સેવન કરવું. હળદરના સપ્લિમેન્ટ લેવાની જગ્યાએ તેને નેચરલ રૂપે જેમકે પાવડર કે તેના મૂળ નો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment