કાચા જામફળ કરતા પણ 100 ગણા શક્તિશાળી છે આવી રીત શેકેલા જામફળ… પાચનની તમામ સમસ્યાઓ સહિત આ 5 બીમારી ચપટીમાં કરી દેશે દુર…

મિત્રો તમે કદાચ લીલા જામફળ અથવા તો પીળા જામફળ ખાધા હશે, તેમજ જામફળનું શાક બનાવીને પણ તેનું સેવન કર્યું છે. જો કે કાચા ખાવ કે શાક બનાવીને ખાવ બંને માંથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. પણ આજે અમે તમને શેકેલા જામફળ ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવશું.

જામફળ સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. તમને જણાવી દઈએ કે જામફળમાં ઘણા મહત્વપૂર્ણ પોષકતત્વો જેવા કે, પ્રોટીન, ફાઈબર, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી-6, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, સોડિયમ, ઝીંક વગેરે પોષકતત્વો જોવા મળે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ શેકેલા જામફળની. શેકેલું જામફળ સ્વાસ્થય માટે ઘણું જ ઉપયોગી છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આજનો અમારો લેખ તે જ ફાયદાઓ પર છે. આજે અમે તમને જણાવશું કે શેકેલા જામફળના સેવનથી સ્વાસ્થ્યને ક્યાં-ક્યાં ફાયદાઓ મળી શકે છે.

1 ) ભૂખ : જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો તમે જામફળને શેકીને તેનું સેવન કરી શકો છો તેનાથી તમારી ભૂખમાં વધારો થાય છે. ભૂખ વધારવામાં શેકેલું જામફળ તમને ખુબ ઉપયોગી થઈ શકે છે. તેવામાં તમારે નિયમિત રૂપથી શેકેલા જામફળનું સેવન કરવું જોઈએ. એવું કરવાથી માત્ર તમારી ભૂખ જ નથી વધતી પરંતુ લિવર સાથે જોડાયેલી સમસ્યામાં પણ રાહત મળે છે.

2 ) માનસિક સ્વસ્થ્ય માટે સારું : જામફળ એ માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે. તેમજ શેકેલા જામફળનું દરરોજ સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. માનસિક સ્વાસ્થ્યને સારું કરવામાં શેકેલું જામફળ ખુબ જ ઉપયોગી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ઘણા લોકો ખુબ જ સુસ્તી અનુભવતા હોય છે. તેવા લોકો પોતાની અંદર ઉર્જાનો સંચાર કરવા માટે શેકેલા જામફળનું સેવન કરી શકે છે. તેનાથી અલગ શેકેલા જમરૂખના સેવનથી લોકોનું મગજ તેજ થઈ શકે છે.

3 ) જૂની ઉધરસ : જો તમને ખુબ જ લાંબા સમયથી ઉધરસ રહેતી હોય તો તમે શેકેલા જામફળનું સેવન કરી શકો છો. જૂની ઉધરસને દૂર કરવા માટે શેકેલું જામફળ તમને ખુબ જ ઉપયોગી થઈ શકે છે. એ માટે તમે જામફળને વચ્ચેથી કાપીને સંચળ લગાડી અને થોડું અમથુ આગમાં શેકી તેનું સેવન કરી શકો છો. આવું કરવાથી વ્યક્તિની જૂનામાં જૂની ઉધરસ પણ મટી શકે છે. તમે શેકેલા જામફળને મીઠું લગાડ્યા વગર પણ ખાઈ શકો છો.

4 ) પાચનક્રિયા : જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમે શેકેલું જામફળ ખાઈ શકો છો. પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવામાં શેકેલું જામફળ તમને ખુબ જ ઉપયોગી થઈ શકે છે. તેવામાં જામફળનું સેવન સંચળ સાથે કરી શકાય છે. આવું કરવાથી માત્ર પાચનક્રિયા જ મજબૂત નથી થતી, પરંતુ સાથે સાથે પેટની ઘણી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

5 ) એનર્જી લેવલ : શરીરમાં સ્ફૂર્તિ લાવવા માટે શેકેલું જામફળ ખુબ જ ગુણકારી છે. જો વ્યક્તિને લો એનર્જી અનુભવાતી હોય અથવા તે ખુબ જ થાક અનુભવતા હોય તો તેવામાં બની શકે છે કે, તેમના શરીરમાં ઉર્જાની ખામી હોય. તે માત્ર શરીરમાં ઉર્જા જ નથી આપતા પરંતુ તે વ્યક્તિની સુસ્તી દૂર કરવામાં પણ મદદ કરે છે.

જામફળ કેવી રીતે શેકવા : જામફળને શેકવા માટે તમે સૌથી પહેલા જામફળને સારી રીતે ધોઈ લો. ત્યાર પછી તેને ધીમાં તાપે ગેસ પર રાખો. હવે થોડી વાર પછી જ્યારે તેની છાલનો રંગ બદલાવા લાગે તો ગેસ પરથી ઉતારીને ઠંડુ કરીને ખાવું.

પરંતુ જો તેના સેવનથી કોઈ પણ પ્રકારની એલર્જી અનુભવાય તો તેને પોતાની ડાયેટમાં સમાવેશ કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment