દૂધ સાથે ઉકાળી કરો આનું સેવન, કમજોરી, કબજિયાત, વજન સહિત દુર કરી દેશે શરીરની આ પાંચ સમસ્યા, હાડકા પણ બની જશે એકદમ મજબુત…

મમરા આપણા દરેક વ્યક્તિનો પ્રિય નાસ્તો છે. ઘરે ઘણો નાસ્તો હોય તો પણ આપણને મમરા ખાવા ખુબ જ પસંદ આવે છે અને મમરામાંથી ભેલ અને બીજી અનેક વસ્તુઓ બનાવી શકાય છે પરંતુ આજે અમે તમને મમરા અને દૂધને ખાવાની વાત કરી રહ્યા છીએ. નાસ્તામાં શું ખાવું આ વસ્તુને લઈને આપણે હંમેશા પરેશાન રહીએ છીએ પરંતુ આજે અમે તમને એક હેલ્ધી નાસ્તાની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

આજે દૂધમાં મમરા ખાવાના ફાયદાની વાત કરીશું. મમરા ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે તમે તેને નાસ્તામાં અથવા રાત્રે દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો. તેમાં રહેલું ફાઇબર પેટ માટે સારું છે અને દૂધ કેલ્શિયમ હાડકા અને દાંતને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે તે સિવાય દૂધમાં મમરા ઉકાળીને ખાવાના ફાયદા ઘણા બધા જોવા મળે છે આવો જાણીએ વિસ્તારથી.

દૂધ અને મમરા ખાવાના ફાયદા : 1) કમજોરી દૂર કરે છે : જે લોકોને વારંવાર ચક્કર આવ્યા કરે છે અથવા તો શરીરમાં કમજોરી રહે છે તેમની માટે દૂધમાં મમરા ઉકાળીને ખાવા ખુબ જ ફાયદાકારક છે. દૂધ અને મમરા બંને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરને તાકાતથી ભરી દે છે. તે શરીરમાં ખનીજ અને પોષક તત્વોને વધારવાનું કામ કરે છે તથા શરીરની કમજોરી પણ દૂર કરે છે. મમરા અને દૂધ આપણી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે અને પેટના ઇન્ફેકશનને મોસમી વાતાવરણની બીમારીથી દૂર રહેવામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. પ્રેગનેન્ટ મહિલાઓ અને બાળકો માટે પણ આ આ રેસિપી ખૂબ જ સ્વાસ્થ્ય કારક છે.

2) કબજિયાત દૂર કરે છે : ફાઈબરથી ભરપૂર મમરા કબજીયાત માટે એક રામબાણ ઈલાજ છે. તે મળને નરમ કરે છે અને આંતરડાની દીવાલને સાફ કરીને શરીરનો કચરો બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જે લોકોને ખૂબ જ જૂની કબજિયાત હોય છે તેમને દૂધમાં મમરા ઉકાળીને ખાવું ખૂબ જ સારો ઉપાય છે. તેમાં આવેલ ફાયબર આ કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. જે માઈક્રો બાયોડેટાને હેલ્ધી રાખે છે આવી રીતે એક શક્તિશાળી પાચક ઉત્તેજકના સ્વરૂપમાં કામ કરે છે. પેટ અને આંતરડામાં રહેલા ખાદ્ય નાના કણોને તોડવામાં મદદ પણ કરે છે તે સિવાય પાચન એન્ઝાઇમ્સના પ્રોડક્ટમાં પણ વધારો આવે છે. આ રીતે આંતરડાના માધ્યમથી આવશ્યક પોષક તત્વોના અવશોષણને વધારે છે. તે સિવાય ગેસની તકલીફને પણ ઓછી કરવામાં મદદ કરે છે.

3) હાડકાંને મજબૂત કરે છે : દૂધ અને મમરા બંને જ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુ અને અંગોના આકાર તથા સંરચનાને સારી બનાવવા માટે પણ મદદ કરે છે તે સિવાય તે બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઉપસ્થિત કેલ્શિયમ,આયર્ન, વિટામિન ડી, થાયમીન અને રાઇબોફ્લેવિન હોય છે જે હાડકાંની કોશિકાઓની વૃદ્ધિ માટે અને શરીરની સકારાત્મક સંરચનાત્મક વિકાસને પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. તેથી તમે બાળકોને મમરા ખવડાવી શકો છો જેથી તેમના હાડકાંના વિકાસમાં મદદ થશે.

4) વૃધ્ધો માટે છે ફાયદાકારક : દૂધમાં મમરા ઉકાળીને ખાવા વૃદ્ધ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૃદ્ધ લોકોના દાંત સમયની સાથે કમજોર થવા લાગે છે અને ત્યારે તેમને આ ભોજન ખૂબ જ આરામદાયક લાગે છે તેની સાથે જ તેમને વારંવાર રહેતી કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. તે સિવાય બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. મમરામાં સોડિયમની માત્રા ઓછી હોવાના કારણે સક્રિય રૂપથી બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે લો અને હાઈ બંને પ્રકારના બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આવી રીતે તેમને હૃદયની બીમારી અને સ્ટ્રોકથી દૂર રાખે છે.

5) વજન ઘટાડવામાં મદદરૂપ : મમરા વજનમાં હલકા અને કેલેરી ઓછી હોવાના કારણે દૂધ અને મમરા વજન ઓછું કરવા માટે ફાયદાકારક છે. મમરામાં પ્રચુર માત્રામાં ફાઈબર અને આવશ્યક પોષક તત્વો જોવા મળે છે જે ભૂખને શાંત કરે છે અને વધુ ભોજનનું સેવન કરતા રોકે છે. તેથી આપણું વજન ખૂબ જ ઝડપથી ઓછું થઈ જાય છે. તેની સાથે જ દૂધમાં રહેલ પ્રોટીન આપણા શરીરમાં એનર્જીને વધારો આપે છે અને હોર્મોનલ હેલ્થને પણ સ્વસ્થ બનાવવા માટે મદદ કરે છે.

દુધમાં મમરા ઉકાળીને ખાવાથી મેટાબોલીઝમ હંમેશા સ્વસ્થ રહે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી માત્ર તમારે દૂધ કાઢવાનું છે અને તેમાં મમરા નાખવાના છે થોડો સમય ઉકાળ્યા બાદ જ્યારે મમરાના દાણા મોટા થઈ જાય ત્યારે ગેસ બંધ કરો, ઠંડું થઇ ગયા બાદ તેનું સેવન કરો. અત્યાર સુધી તમે દૂધમાં મમરાનુ સેવન કર્યું નથી તો આજે જ તેનો ટ્રાય કરો અને તમારા સ્વાસ્થ્યને સારું બનાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment