આ ભાજીના સુકા પાંદડા શરીરની બીમારીઓ દુર કરવામાં છે 100% અસરકારક, પેટ અને કબજિયાતની સમસ્યા સહિત મટાડી સાંધાના દુખાવા…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે લીલી શાકભાજી પણ મળતી શરૂ થઈ ગઈ છે. તેમાં પણ મેથીની ભાજી તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. લીલી મેથીમાંથી જ કસૂરી મેથી બનાવવામાં આવે છે. કસૂરી મેથી શાકભાજીમાં માત્ર સ્વાદ જ વધારતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 

કસૂરી મેથીમાં બાયોટીન, વિટામીન એ, વિટામીન બી, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર હોય છે. આ દરેક વસ્તુ આપણા પેટ, હૃદય અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મેથીમાં રહેલું ફાઇબર પેટની તકલીફને ઓછું કરવામાં મદદ કરે છે ત્યાં જ તેમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરના સોજાને ઓછો કરે છે, તેની સાથે જ તેનું બાયોટિન આપણા વાળને કાળા કરે અને સ્વસ્થ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે કસૂરી મેથીને તમે ઘરે તૈયાર કરી શકો છો ? ઘણા બધા લોકોને જાણકારી નહીં હોય કે કસૂરી મેથી, મેથીના પાનમાંથી બને છે અને તેને ઘરે બનાવી ખૂબ જ આસાન છે તો આજે આપણે જાણીશું કસૂરી મેથી બનાવવાની રીત.

કસૂરી મેથી બનાવવાની રીત : 1) કસૂરી મેથી બનાવવા માટે સૌપ્રથમ મેથીના તાજા પાન લો.
2) મેથીના પાનને દાંડીથી દૂર કરીને મીઠાવાળા પાણીમાં દસ મિનિટ સુધી પલાળીને રાખો.
3) ત્યારબાદ તેને સારી રીતે ધુવો અને તેને એક રૂમાલમાં ફેલાવો અને સૂકવવા મૂકો.
4) પાનને મોટા મોટા કાપીને મેથીના પાનને પેપર અથવા બટર પેપર પર ફેલાવો અને ત્રણ દિવસ સુધી સુકવવા મૂકો.

5) હવે તેને સારી રીતે મૂકો અને તે ડાયરેકટ તાપના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખો.
6) એક વખત જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ચારણીથી ચાળી લો જેથી તેમાં ધૂળ ન રહે.
7) હવે તેને માઈક્રોવેવ સેફ પ્લેટમાં રાખી ને એક મિનિટ સુધી માઇક્રોવેવ કરો.
8) ભેજવાળી જગ્યાથી દુર ઠંડી અને સૂકી જગ્યામાં એરટાઈટ કન્ટેનરમાં તેને સ્ટોર કરો.

તમે કસૂરી મેથીને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો, ધ્યાન રાખો કે તેને ખુલ્લી જગ્યામાં ન રાખો અને ભેજથી દૂર રાખો નહીં તો તે જલદી ખરાબ થઈ જશે. હવે તેને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. શાકભાજીની ગ્રેવીના રૂપમાં તેનો ઉપયોગ કરો અને તે સિવાય તમે તેને પરાઠા અને નાસ્તામાં પણ સામેલ કરી શકો છો.

કસૂરી મેથીના ફાયદા : 1) બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતા માટે ફાયદાકારક : કસૂરી મેથી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એવું એટલા માટે કારણ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે કસૂરી મેથી ખાવાથી છાતીમાં થતા દૂધના ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે અને તેના પ્રવાહને સરળ બનાવવામાં પણ મદદ કરે છે. તેથી જ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓએ દરરોજ સવારે કસૂરી મેથીની ચા પીવી જોઈએ અથવા તેને તમારા ડાયટમાં સામેલ કરવી જોઈએ.

2) શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે : કસૂરી મેથીમાં આયર્નની માત્રા સારી હોય છે અને તે આપણા શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે. તેની સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને લોહી વધારવાનું પણ કામ કરે છે. તેથી જો તમે કમજોરીનો અનુભવ કરો છો ત્યારે તમારે કસૂરી મેથીનું સેવન કરવું જોઈએ.

3) પેટને સ્વસ્થ રાખે છે : કસૂરી મેથીમાં ફાઇબરની સારી માત્રા હોય છે. તેમાં ઘૂલનશીલ અને અઘુલનશીલ બંને ફાઇબર હોય છે તે આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. તેને ખાવાથી આપણને વધુ ભૂખ લાગતી નથી અને તે ગેસ સહિત પાચન સંબંધિત ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે.

4) આર્થરાઇટિસમાં આરામ આપે છે : આર્થરાઇટિસમાં સોજાને ઓછો કરવા માટે કસૂરી મેથીનું સેવન આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેના સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તેમાં આવેલ ફ્લેવોનોઇડ સોજાને ઓછો કરી શકે છે.

5) હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરે : મેથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે અને બ્લડપ્રેશરમાં સુધારો લાવવામાં મદદ કરે છે. જેનાથી આપણને હૃદયની થતી બીમારીઓનું જોખમ ઓછું કરી શકાય છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકે છે. આ રીતે હાઇબ્લડપ્રેશરને આપણે ઓછું કરી શકીએ છીએ.

મેથી આપણી ભૂખને દબાવી શકે છે અને તૃપ્તિની ભાવનાને વધારે છે. તે આપણને વધુ ભોજન કરતા રોકે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ રીતે વજન ઉતારવામાં મદદરૂપ સાબિત થાય છે. તો તમારા ભોજનમાં કસૂરી મેથી સામેલ કરો અને તેનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment