મિત્રો જો તમે તમારા વાળને મજબુત, મુલાયમ અને ચમકદાર બનાવવા માટેના કોઈ ઉપાયો શોધી રહ્યા હો તો આજે અમે તમારા માટે આ લેખમાં વાળ માટે બનાવેલા એક ખાસ હેર માસ્ક લઈને આવ્યા છીએ. આ હેર માસ્ક તમારે લસણ અને ડુંગળી ના મિશ્રણથી તૈયાર કરવાનું છે. જે તમે ઘરે ખુબ જ સહેલાઈથી બનાવી શકો છો. તેનાથી તમારા વાળ મજબુત તો થશે સાથે તમને અનેક ફાયદાઓ પણ થશે.
સામાન્ય રીતે લસણ અને ડુંગળીનું સેવન સલાડ અને શાકભાજીના મસાલાના રૂપમાં દરેક રસોઈમાં કરવામાં આવે છે. લસણ અને ડુંગળી બંને અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ જૂના સમયથી જ પારંપારિક ચીકીત્સામાં પણ કરવામાં આવી રહ્યો છે. શું તમે જાણો છો કે લસણ અને ડુંગળી તમારા વાળ માટે રામબાણ ગણવામાં આવે છે.તેમાંથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળથી જોડાયેલી ગંભીર સમસ્યા જેમકે હેર ફોલને અટકાવવામાં પણ ઘણો ફાયદો મળે છે. લસણ અને ડુંગળીમાં એંટીબેક્ટેરિયલ, એન્ટિ ફંગલ ગુણ હોય છે, જે વાળને ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવવામાં ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. આવો આ લેખમાં વિસ્તારથી જાણીએ લસણ અને ડુંગળીથી બનેલા હેર માસ્કના ફાયદા અને ઉપયોગની રીત.
લસણ અને ડુંગળીથી બનેલા હેર માસ્કના ફાયદા:-
1) હેર ફોલ કંટ્રોલ કરવામાં ફાયદાકારક:- લસણ અને ડુંગળીથી બનેલા હેર માસ્કમાં રહેલા ગુણ હેર ફોલ કંટ્રોલ કરવામાં ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી વાળને ફરીથી ઉગાડવામાં પણ મદદ મળે છે. ડુંગળીમાં રહેલ ગુણ વાળની ક્ષતિને અટકાવવા અને હેલ્થી બનાવવાનું કામ કરે છે.2) ડેંડ્રફથી છુટકારો:- ડેંડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લસણ અને ડુંગળીથી બનેલા હેર માસ્કનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં રહેલા ગુણ વાળના સ્કેલ્પની સરખી રીતે સફાઈ કરે છે અને ડેંડ્રફ ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. સ્કેલ્પ અને વાળમાં ગંદકી જમા થવાને કારણે ડેંડ્રફની સમસ્યા વધે છે.
3) બેજાન વાળ માટે ઉપયોગી:- લસણ અને ડુંગળીમાં રહેલા પોષકતત્વો બેજાન વાળને પોષણ આપવાનું કામ કરે છે. તેનાથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરવાથી બેજાન વાળમાં ચમક આવે છે અને વાળ હેલ્થી બને છે. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત તેનો ઉપયોગ કરીને બેજાન વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.4) વાળ સફેદ થવાથી બચાવે:- વાળને સફેદ થવાથી બચાવવા માટે પણ લસણ અને ડુંગળીથી બનેલા હેર માસ્કનો ઉપયોગ ખૂબ જ ઉપયોગી છે. લસણમાં રહેલા ગુણ વધતી ઉંમરના કારણે વાળ સફેદ થવાથી અટકાવવામાં ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે.
5) વાળની ચમક વધારે છે:- વાળને સરખી કેર અને પોષણ ન મળવાને કારણે તમારા વાળ શુષ્ક અને બેજાન થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા અને વાળની ચમક વધારવા માટે લસણ અને ડુંગળીથી બનેલા હેર માસ્કનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક રહે છે.6) કઈ રીતે બનાવવું લસણ અને ડુંગળીનું હેર માસ્ક?:- લસણ અને ડુંગળીનું હેર માસ્ક તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. તેના માટે લસણની બે થી ત્રણ કળીઓ અને છાલ ઉતારેલી ડુંગળી બે ત્રણ નાના ટુકડા લો. તેને બ્લેંડર કે મિક્સરમાં સરખી રીતે પીસી લો. ફાઇન પેસ્ટ તૈયાર થાય એટલે તેમાં ઓલિવ ઓઇલના થોડા ટીપાં નાખીને સરખી રીતે મિક્સ કરી લો. તેને સરખી રીતે મિક્સ કર્યા પછી વાળ અને સ્કેલ્પ પર લગાડો. લગાડ્યા પછી 15 થી 20 મિનિટ તેને રહેવા દો. 20 મિનિટ પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી