ફુલાવરના પાનથી થાય છે આવા ગજબના ફાયદા, કચરામાં ફેંકતા પહેલા જાણી લ્યો ઉપયોગ… ડાયાબિટીસ અને હાડકાના દુખાવા રહેશે આજીવન દુર…

તમે સૌ કદાચ દરેક શાકભાજીના પોષક તત્વો વિશે જાણતા હશો. પણ અહી આપણે  વાત કરીશું ફુલાવરના પાંદડા વિશે. સામાન્ય રીતે આપણે તેના પાનને ફેકી દેતા હોઈએ છીએ. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફુલાવરના પાનમાં અનેક પોષક તત્વો, આયરન, તેમજ કેલ્શિયમ રહેલું છે. તેના સેવનથી તમારા હાડકાઓ મજબુત બને છે. ડાયાબીટીસ ની બીમારી પણ કંટ્રોલમાં થઇ શકે છે. તેમજ બીજા અનેક ફાયદાઓ થાય છે. જે આપણે અહી લેખમાં જાણીશું. 

ફુલાવરનું શાક લગભગ બધાને પસંદ હોય છે. ઠંડીમાં મળતી આ શાકભાજી સ્વાદની સાથે સ્વસ્થ પણ છે. ફુલાવર વિભિન્ન પોષકતત્વો અને એક્ટિવ ફાઇટોકેમિકલથી ભરપૂર હોય છે. જો વાત કરીએ ફુલાવરના પોષકતત્વોની તો, 1 કપ કે લગભગ 100 ગ્રામ કાપેલા ફુલાવરમાં 25 કેલોરી, 0 ગ્રામ વસા, 5 ગ્રામ કાર્બોહાઈડ્રેડ, 2 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ શુગર, 2 ગ્રામ પ્રોટીન અને 30 મિલિગ્રામ સોડિયમ જોવા મળે છે.ફુલાવરનું શાક તમને દિવસના 100% વિટામિન સી આપે છે, વિટામિન કેનો લગભગ એક ચતુર્થાંશ ભાગ આપે છે, 2% કેલ્શિયમ અને આયરનના આપે છે. પોટેશિયમના 6% અને મેગ્નેશિયમના 3%થી વધારે મળે છે. તેનો મતલબ એ થયો કે આ શાકભાજી પોષકતત્વોનો ખજાનો છે. પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે, ફુલાવરના પાંદડા, જેને તમે કચરો સમજીને ફેંકી દેતા હોય છો તે પણ સ્વાસ્થ્યનો ભંડાર છે. ડોક્ટર એન્ડ ડાયેટિશિયન સ્નેહલ એડસૂલે તમને જણાવી રહી છે કે, ફુલાવરના પાંદડા તમારા સ્વાસ્થ્યને કઈ રીતે ફાયદો પહોંચાડી શકે છે. 

1) એંટીઓક્સિડેંટ અને વિટામિન સીનો ભંડાર:- ફુલાવરના પાંદડા વિટામિન સી, બીટા-કેરોટિન, અન ક્વેરસેટીન જેવા એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે જે, તમારી કેશિકાઓને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવવામાં અને સોજા મટાડવામાં મદદ કરી શકે છે. 2) આયરન અને કેલ્શિયમનો ખજાનો:- ફુલાવરના પાંદડામાં કેલ્શિયમ અને આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે. વાસ્તવમાં ફુલાવરના પાંદડામાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. તેનો મતલબ થયો કે, આયરન અને કેલ્શિયમની ઉણપ મટાડવા માટે તમે આ લીલા પાંદડાને પોતાની ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો. 

3) બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ:- ફુલાવરના પાંદડામાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે અને તે જ કારણ છે કે, તેના સેવનથી પાચનમાં સુધારો થાય છે. અને સાથે જ બ્લડ શુગર કંટ્રોલ કરવા અને હ્રદય રોગના જોખમને અટકાવવામાં મદદ મળી શકે છે.

 4) ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે ફુલાવરના પાંદડા:- ફુલાવરના પાંદડામાં વિટામિન સીની માત્રા વધારે હોય છે. અને તે જ કારણ છે કે, તેના સેવનથી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં અને ઇન્ફેક્શનથી બચવામાં મદદ મળે છે.5) વજન ઘટાડવામાં મદદરૂપ:- ભારે માત્રામાં ફાઈબર હોવાને કારણે ફુલાવરના પાંદડા તમારું વજન વધતાં અટકાવે છે. વાસ્તવમાં ફાઈબર તમને લાંબા સમય સુધી ભરાયેલા અનુભવ કરવવામાં મદદ કરે છે. જે વજન કંટ્રોલ કરવા માટે જરૂરી છે. 

6) હાડકાં:- ફુલાવરના પાંદડા વિટામિન કેનો એક સારો સ્ત્રોત છે, જે મજબૂત હાડકાં માટે જરૂરી છે. વિટામિન કે હાડકાંના ચયાપચયમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને શરીરમાં કેલ્શિયમ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

કેવી રીતે ખાવા ફુલાવરના પાંદડા:- તમે તેનો ઉપયોગ સૂપ, સ્ટોજ, સ્ટિર ફ્રાઈ અને સ્મૂદીમાં પણ કરી શકો છો. ઉપયોગમાં લેતા પહેલા તેને સરખી રીતે ધોઈ લો અને કાપી લો. ભોજનમાં પોષકતત્વોને વધારો આપવાની સાથે સાથે તેને તમારી પસંદના વ્યંજનોમાં પણ સમાવિષ્ટ કરી શકાય છે. આમ ફુલાવરના પાનનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે. બીમારી દુર થાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment