રોજિંદા ભોજન બનાવવા ખાવું જોઈએ આ ખાસ તેલ. કોલેસ્ટ્રોલ, કેન્સર બચી જશો ગંભીર બીમારીઓથી. કફ-શરદી અને ત્વચાના રોગો પણ નાબુદ થઈ જશે…

આપણા દેશમાં સરસવના તેલનો ઉપયોગ લગભગ દરેક ઘરોમાં કરવામાં આવે છે. આ સરસવનું તેલ દરેકના રસોડાનો એક મહત્વનો ભાગ છે. લગભગ દરેક ઘરમાં સરસવના તેલમાં રસોઈ બનાવવામાં આવે છે. સદીઓથી તેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે. જો કે તમને માર્કેટમાં બીજા અનેક તેલ મળી રહે છે. જેમ કે ઓલીવ ઓઈલ, જેતુનનું તેલ, રીફાઈન્ડ ઓઈલ, કેનોલા તેલ, રાઈસ બ્રાન તેલ, વેજીટેબલ તેલ, તલનું તેલ અને સિંગ તેલ. 

પણ શું તમે જાણી શકો છો કે કયું તેલ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક હોય છે, અને કયું તેલ સારું નથી? વાસ્તવમાં FSSAI ના જણાવ્યા અનુસાર સરસવનું તેલનો ઉપયોગ કરવો સૌથી વધુ ફાયદાકારક હોય છે. ભારતની આ ફૂડ રેગુલેટરી બોડી શા માટે સરસવના તેલને ફાયદાકારક જણાવે છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

શા માટે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે? : જો કે દરેક તેલ કોઈને કોઈ સ્વાસ્થ્ય માટે સારા જ માનવામાં આવે છે. પણ સરસવના તેલનો ઉપયોગ અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે કરવામાં આવે છે.

સરસવના તેલને હાર્ટ સંબંધી બીમારી સામે બચાવ માટે ઓળખવામાં આવે છે. આ તેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે અને સારા એચડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે. જેનાથી કોલેસ્ટ્રોલનું બેલેન્સ બનેલું રહે છે. જો કે આજકાલ લોકો ઓલીવ ઓઈલ તરફ વધુ આકર્ષિત થઇ રહ્યા છે, પણ શું તમને ખબર છે કે ઓલીવ ઓઈલ આપણા દેશનું નથી, આથી તે આપણા શરીર માટે ફાયદાકારક નથી, જેટલું સરસવનું તેલ હોય છે. 

તેનું કારણ એ છે કે કોઈપણ દેશનું ખાનપાન ત્યાંની ભૌગોલિક સંરચના પર આધાર રાખે છે, અને ત્યાં રહેતા લોકોને તે વસ્તુ જ ફાયદો પહોચાડે છે, જે તેઓ બાળપણથી ખાતા હોય છે. આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર બનેલ સરસવનું તેલ આપણી પાચન ક્રિયાને સારી રાખે છે.

તીખા ટેસ્ટને કારણે સરસવનું તેલ કોઇપણ ખોરાકનો સ્વાદ વધારી શકે છે. જયારે સ્વાદને કારણે પણ ઘણા લોકો સરસવનું તેલ પસંદ કરે છે. ઘણી એવી વસ્તુઓ છે જેને ભારતીય રસોઈઘરથી અલગ નથી કરી શકાતી, તેમાંથી એક સરસવનું તેલ છે. સરસવના તેલથી માલીશ કરવાથી પણ શરીરને ફાયદો થાય છે. ચાલો તો જાણી લઈએ સરસવના તેલ ને લગાવવાના ફાયદાઓ વિશે. 

સરસવ તેલના ફાયદાઓ : 1) કદાચ તમને ખબર ન હોય તો સરસવનું તેલ લગાવવાથી સ્કીન રફ નથી થતી, સ્કીનનો ગ્લો બન્યો રહે છે. સ્કીન સંબંધી સમસ્યાઓમાં પણ સરસવનું તેલ ફાયદાકારક છે. તે શરીરના કોઈપણ ભાગ પર ફંગસને વધતા અટકાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. સરસવના તેલથી માલીશ કર્યા પછી સ્નાન કરવાથી શરીર અને સ્કીન સ્વસ્થ રહે છે. શિયાળામાં સરસવના તેલથી માલીશ કરવાથી સ્કીન મુલાયમ અને નરમ બની રહે છે. 

2) સરસવના તેલમાં લોનોલીનીક એસીડની માત્રા વધુ હોય છે, જે શરીરમાં જઈને ઓમેગા-3 ફેટી એસીડમાં બદલાય જાય છે. આ કારણથી જ સરસવના તેલથી કેન્સર જેવા રોગથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

3) સરસવના તેલને શરીરના અમુક ભાગ પર લગાવવામાં આવે તો ઘણા પ્રકારની સમસ્યાઓ દુર કરી શકાય છે. રાત્રે સુતા પહેલા નાભિ પર સરસવનું તેલ લગાવો અને માથામાં તેનાથી મસાજ કરો, તેનાથી તમારા શરીરનો થાક દુર થઇ જાય છે.

4) સરસવનું તેલ પાચન તંત્રમાં બેકટેરિયાના સંક્રમણથી લડવામાં મદદ કરે છે સાથે ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસીડના સર્વોતમ અનુપાત અને સેચુરેટેડ ફેટની માત્રા ઓછી હોવાના કારણે તે અન્ય તેલ કરતા વધુ ફાયદાકારક છે. 

5) જો તમે કફ કે શરદી થઇ છે તો પગના તળિયે સરસવનું તેલ લગાવવાથી આરામ મળે છે, તેનાથી નીંદર પણ સારી આવે છે. સરસવના તેલનો સ્મોકિંગ પોઈન્ટ વધુ હોય છે. સરસવના તેલનો એકવખત ઉપયોગ કર્યા પછી બીજી વખત પણ ઉપયોગ કરી શકાય છે. કારણ કે તે બહુ નુકસાન કારક નથી, જેટલા બીજા તેલ હોય છે. સરસવના તેલને ડીપ ફ્રાઈંગ માટે પણ સારું તેલ માનવામાં આવે છે. 

6) જો કે સરસવનું તેલ ખુબ જ ગુણકારી છે પણ દરેક લોકો તે અનુકુળ નથી આવતું. આથી જરૂરી છે તમે તેનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment