ભેળસેળ વાળા મીઠાના સેવનથી શરીરમાં થાય અનેક જીવલેણ બીમારીઓ, આ પ્રયોગથી ઘરે જ તપાસો મીઠું ઓરિજિનલ છે કે ભેળસેળ વાળું…

ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠાનો ઉપયોગ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. આ સિવાય તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સાથે જ તે અનેક બીમારીઓ દુર કરવામાં પણ મદદ કરે છે. પણ જો તમે ભેળસેળ વાળું મીઠું ખાઈ રહ્યા છો, તો તે ફાયદો કરવાની જગ્યાએ નુકશાન પહોંચાડે છે. હાલ માર્કેટમાં અનેક ખાદ્ય પદાર્થ બનાવટી મળે છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી અનેક બીમારી થઈ શકે છે. આ જ નકલી પ્રોડક્ટમાં મીઠું પણ આવે છે. પણ આજે અમે તમને આ લેખમાં મીઠાની શુદ્ધતા તપાસવાની રીત જણાવશું. આ રીત FSSAI દ્વારા જણાવવામાં આવી છે. આ માટે તમારે કોઈ મશીન કે કેમિકલની જરૂર નથી પડતી.

FSSAI દ્વારા જણાવવામાં આવેલ રીતથી જાણો અસલી મીઠાની ઓળખ કરવાની રીત : મીઠું એ આપણા ખોરાકનો મહત્વપૂર્ણ ભાગ છે. આથી તેની શુદ્ધતાનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. હાલમાં જ FSSAI જાણવા મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, 43 સેકેંડના આ વિડીયોમાં તમે મીઠું અને આયોડીન યુક્ત મીઠાની ગુણવત્તા જાણવાની રીત જાણી શકો છો.

મીઠાની શુદ્ધતાની કેવી રીતે તપાસ કરવી ? : મીઠાની શુદ્ધતાની તપાસ કરવા માટે તમે સૌથી પહેલા 1 બટેટુ લઈ લો. હવે આ બટેટાને બે ભાગમાં સમારી લો. હવે તેના બંને ભાગ પર થોડું થોડું મીઠું લગાવો અને તેને પછી લગભગ 1 મિનીટ માટે એમ જ રહેવા દો. લગભગ 1 મિનીટ પછી બટેટાના સમારેલા બંને ભાગ પર લીંબુનો રસ નાખો.

જો તમારું મીઠું શુદ્ધ અને ડબલ ફોર્ટીફાઈડ છે તો બટેટાનો રંગ એમ જ રહેશે. જો તમારા બટેટાનો રંગ નીલો થઈ જાય તો સમજી લો કે આ મીઠામાં ભેળસેળ કરવામાં આવી છે. FSSAI દ્વારા જણાવવામાં આવેલ આ રીત ખુબ જ સરળ છે. તમે જયારે પણ માર્કેટમાંથી મીઠું લાવો ત્યારે આ રીતે તે મીઠાની શુદ્ધતાની તપાસ કરી શકો છો.

અન્ય રીત : સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈ લો. હવે તેમાં એક ચમચી મીઠું નાખી મિશ્રણ બનાવો. જો મીઠામાં ચાક મિક્સ કરવામાં આવ્યું છે તો પાણીમાં મિક્સ થઈ ગયા પછી પાણીનો રંગ હળવો સફેદ જોવા મળશે. તેમજ અન્ય અશુદ્ધિઓ નીચે બેસી જાય છે.

ભેળસેળ વાળું મીઠું ખાવાથી થતા નુકશાન : મીઠાનું સેવન આપણે દરરોજ કોઈને કોઈ રૂપે કરીએ છીએ. તેવામાં જો તેમાં ભેળસેળ થઈ જાય તો તે શરીર માટે અનેક રીતે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ભેળસેળ વાળું મીઠું ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર આ પ્રકારની અસર થઈ શકે છે.

> અશુદ્ધ અથવા તો ભેળસેળ વાળું મીઠાનું સેવન કરવાથી તમારા લીવરને નુકશાન થઈ શકે છે. આથી પોતાના લીવરને સ્વસ્થ રાખવા માટે ભેળસેળ વાળા મીઠાનું સેવન ન કરો.
> મીઠામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હોવાથી તમારી પાચન ક્રિયા પર તેની અસર થઈ શકે છે. જેના કારણે તમારા પેટમાં દુખાવો, જલન, ગેસ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

ધ્યાન રાખો કે હાલ માર્કેટમાં અનેક પ્રકારની ભેળસેળ વાળી વસ્તુઓ વેંચાય છે. આથી કોઈ પણ સામાન ખરીદતી વખતે તેની શુદ્ધતાની તપાસ જરૂર કરો. જેથી તમે પોતાને અને પોતાના પરિવારને સ્વસ્થ રાખી શકો છો. આમ તમે ભેળસેળ વાળી કોઈ પણ વસ્તુઓ ખાવ છો તો તમને તેનાથી નુકશાન થાય છે. આથી આ બીમારીઓ તેમજ નુકશાનથી બચવા માટે તમારે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી ખુબ જ જરૂરી બની જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment