આ ઔષધિના ફક્ત 2 પાંદ ચાવી જાવ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસથી લઈ વજન રહેશે આજીવન કંટ્રોલમાં. નહિ ખાવી પડે મોંઘી દવાઓ…

જમરૂખ એક એવું ફળ છે જેને ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે. પણ સત્ય એ છે કે, આ સુપર ફ્રૂટ તમારા સ્વાસ્થ્યને અગણિત લાભ આપે છે. આ વિટામીન સી, લાઈકોપીન, અને એન્ટી ઓક્સીડેન્ટનો ભંડાર છે. જમરૂખમાં પોટેશિયમ બ્લડ પ્રેશર લેવલને સામાન્ય કરવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપુર આ ફળ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે, જમરૂખની જેમ તેના પાન પણ ખુબ જ લાભદાયક છે. એવું માનવામાં આવે છે કે, જમરૂખના પાન વિટામીન સી અને ફ્લેવોનોઈડ જેવા ક્વેરસેટીનનો ભંડાર છે. તમે જમરૂખનાં પાનની ચા બનાવીને પીય શકો છો. અથવા તેને કાચા પણ ચાવી શકો છો. ચાલો તો જાણી લઈએ તેનાથી તમને શું લાભ મળે છે.

દસ્તમાં : એક રીપોર્ટ અનુસાર જમરૂખના પાનમાં સ્ટેફિલોકોકસ ઓરીયસ બેક્ટેરિયાના વિકાસને રોકવાની ક્ષમતા હોય છે. જે દસ્તનું એક સામાન્ય કારણ છે. જમરૂખના પાનની ચા પીવાથી પેટના દુઃખાવો ઓછો કરવા માટે, પાણી વાળા મળને ઓછા કરવામાં અને દસ્તને ઠીક કરવામાં મદદ મળે છે.

કોલેસ્ટ્રોલ : જમરૂખના પાન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી તમને હાર્ટ એટેક, સ્ટ્રોક, વજન વધવો અને હૃદયને લગતી બીમારીઓનો ખતરો વધી જાય છે.

ડાયાબિટીસ : ઘણા દેશોમાં ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે લોકો જમરૂખના પાનની ચા પીવે છે. તેના યૌગિક ભોજન પછી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તે સુક્રોઝ અને માલ્ટોઝના અવશોષણને રોકે છે. જમરૂખના પાનની ચા ઘણા  અલગ અલગ એન્જાઈમને રોકે છે. જે પાચનતંત્રમાં કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝમાં બદલી નાખે છે.

વજન : જો બધી જ કોશિશ કરવા છતાં તમારો વજન ઓછો નથી થઈ રહ્યો, તો તમારા માટે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ નથી. જમરૂખના પાનની ચા કોમ્પ્લેક્સ કાર્બ્સને શુગરમાં બદલવાથી રોકે છે. જેનાથી ઝડપથી વજન ઓછો થાય છે. લાભ મેળવવા માટે નિયમિત રૂપે જમરૂખની ચા કે જ્યુસનું સેવન કરો.

કેન્સર : જમરૂખના પાન કેન્સરના ખતરાને ઓછો કરી શકે છે. વિશેષ રૂપે બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને ઓરલ કેન્સરને. તેનું કારણ એ છે કે, તેમાં એન્ટી ઓક્સીડેન્ટ લાઈકોપીનની ઉચ્ચ માત્રા હોય છે. વિભિન્ન અભ્યાસથી જાણવા મળ્યું છે કે, લાઈકોપીન કેન્સરના જોખમને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ખરતા વાળ : જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો તો, જમરૂખના પાન તમારા વાળ માટે વરદાન સમાન છે. જમરૂખના પાનને ઉકાળીને માથામાં મસાજ કરવાથી તમને લાભ મળે છે. જમરૂખ એન્ટી ઓક્સીડેન્ટમાં સમૃદ્ધ છે જે વાળાના વિકાસ માટે મદદ કરે છે.

દાંતનો દુઃખાવો : જમરૂખના પાનમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે જેના કારણે તે ઓરલ હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. એન્ટી બેક્ટેરીયલ ગુણોને કારણે જમરૂખના પાન દાંતના દુઃખાવા, સોજા અને પેઢા તેમજ ઓરલ અલ્સર માટે એક શાનદાર ઘરેલું ઉપચારના રૂપમાં કામ કરે છે. તમે આ સમસ્યાઓને ઠીક કરવા માટે આ પાનને ચાવી શકો છો.

આમ તમે અનેક બીમારી સામે રક્ષણ મેળવવા માટે જમરૂખના પાનનું સેવન કરી શકો છો. તેમજ તેને ચાવીને પણ તેનો લાભ લઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment