શિયાળાની ઠંડીમાં દૂધ સાથે દરરોજ કરો આનું સેવન, ગાયબ કરી દેશે પેટ, કબજિયાત, બવાસીર અને ડાયાબિટીસની સમસ્યા…

આજે આ લેખમાં અમે તમને જામફળના ફાયદા વિશે જણાવશું. જી હા મિત્રો, જામફળ શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આછા લીલા રંગના જામફળ ખાવામાં મીઠા હોય છે. તેની અંદર ઘણી સંખ્યામાં નાના નાના બીજ હોય છે. લોકો પોતાના ઘરે જગ્યા હોય તો ત્યાં પણ જામફળનું વૃક્ષ લગાવે છે. પરંતુ જામફળ એક સમાન્ય ફળ હોવાના કારણે મોટાભાગના લોકો  નથી જાણતા કે જામફળથી શરીરને કેટલા ફાયદા થાય છે. 

ઠંડીના મૌસમમાં જામફળના ફાયદા : આયુર્વેદિક વિશેષજ્ઞો અનુસાર ઠંડીની ઋતુમાં જામફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેને ખાવાથી પાચનતંત્ર સારું થાય છે અને સાથે જ તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન સી, શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે. એટલા માટે ઠંડીના દિવસોમાં રોજ તાજા જામફળનું જરૂર કરવું જોઈએ.

જામફળમાં મળી આવતા પોષકતત્વો : જામફળમાં મળી આવતા વિટામીન એ અને ઈ આંખ, વાળ અને ત્વચાને પોષણ આપે છે. તેમજ જામફળમાં રહેલું લાઈકોપિન નામક ફાઈટો ન્યુટ્રીએન્ટ્સ શરીરને કેન્સર અને ટ્યુમરના ખતરાથી બચાવવામાં સહાયક થાય છે. જામફળમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરને ત્વચા સંબંધી બીમારીઓથી બચાવે છે. 

1 ) દાંતના દુખાવા : તમારા મોં માં દુર્ગંધ આવતી હોય તો જામફળના કોમળ પાંદડાને ચાવવા ખુબ જ ફાયદાકારક રહે છે. આ સિવાય તેને ચાવવાથી દાંતનો દુખાવો પણ ઓછો થઈ જાય છે. 

2 ) કબજિયાતની સમસ્યાઓ માટે : જામફળની તાસીર ઠંડી હોય છે, તે પેટની ઘણી બીમારીઓને દુર કરવામાં રામબાણ છે. જામફળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દુર થઈ જાય છે. તેના બીજનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જામફળમાં વિટામીન સીની પર્યાપ્ત માત્રા હોય છે, જેનાથી અનેક બીમારીઓમાં ફાયદા થાય છે.

3 ) ડાયાબિટીસ : જામફળ ડાયાબિટીસથી પણ બચાવે છે. તેમાં રીચ ફાઈબર કન્ટેન્ટ અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ મળી આવે છે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અચાનક શુગર લેવલ વધવાથી રોકે છે. તે ફાઈબર્સના કારણે શુગર સારી રીતે રેગ્યુલેટ થાય છે. 

4 ) એન્ટી એન્જીંગ ગુણો : એન્ટી એન્જીંગ ગુણોથી ભરપુર એવું જામફળ સ્કીનના ડેમેજ સેલને સારી કરે છે અને ત્વચાને હેલ્દી બનાવે છે. જેનાથી જલ્દી કરચલીઓ નથી પડતી. જામફળના પાંદડા તેના પાંદડાને પીસીને પેસ્ટ બનાવીને પછી આંખોની નીચે લાગવવાથી આંખોનો સોજો અને કાળા દાગને પણ દુર કરે છે. 

5 ) જામફળ ખાવાનાનો યોગ્ય સમય : સવારે ખાલી પે 200 થી 300 ગ્રામ જામફળનું નિયમિતરૂપે સેવન કરવાથી બવાસીરમાં લાભ મળે છે. પાકેલા જામફળ ખાવાથી કબજિયાત ખત્મ થઈ જાય છે. તેનાથી બવાસીરમાં ખુબ જ ફાયદો થાય છે.

6 ) જામફળ ખાવાનો બેસ્ટ તરીકો : સારી રીતે પાકેલા નરમ અને મીઠા જામફળને મસળીને દુધમાં મિક્સ કરી લો. ત્યારબાદ ગાળીને તેના બીજ કાઢી નાખો. આવશ્યકતા અનુસાર ખાંડ મિક્સ કરીને સવારે સવારે 21 દિવસ સુધી લેવાથી શરીરમાં ખુબ જ તાકાત આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment