ફક્ત 1 કપ વજન, બ્લોટિંગ, પેટની ખરાબી, હાર્ટએટેક જેવી સમસ્યાને રાખશે દુર, સાંધાના દુખાવા અને અનિંદ્રાથી મળશે કાયમી છુટકારો…

આપણા રસોઈ ઘરના મસાલામાં વરિયાળીનું સ્થાન પ્રમુખ છે. મોટા ભાગે વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર કે મુખવાસ રૂપે કરાય છે. જો મુખવાસમાં વરીયાળી ન લઈએ તો ભોજન અધૂરું લાગે છે. જો કે વરિયાળીનું શરબત પણ બનાવાય છે અને કેટલાય પ્રકારની વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરાય છે. એટલું જ નહિ સ્વસ્થ રહેવા માટે તમે વરિયાળીની ચા બનાવીને પી શકો છો. આ ચા અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે.

વરિયાળીના સેવનથી આંખો સારી રહે છે. વજન ઓછું થાય છે. પાચનશક્તિ તંદુરસ્ત બને છે. કબજિયાત, ડાયેરિયાને વરિયાળી દૂર કરે છે. પેટને ઠંડક મળે છે. નિયમિત રીતે વરિયાળી ખાવાથી પેટનો દુખાવો, સોજો, ગેસ, શ્વાસની દુર્ગંધ, કફ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી તમને છુટકારો મળી શકે છે. આ તો થયા વરિયાળી ખાવાના ફાયદા, હવે જોઇશું કે તેની ચા પીવાના  કયા કયા ફાયદા છે.વરિયાળીમાં ઉપલબ્ધ પોષક તત્વ:- વરિયાળીમાં અનેક પ્રકારના વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર, ટોટલ કાર્બોહાઈડ્રેડ, સોડિયમ, થિયામીન, નાયથિન, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, મેંગેનીઝ વગેરે પુષ્કળ પ્રમાણમાં હોય છે.

વરીયાળીની ચા પીવાના ફાયદા:-

1) એક ખબર પ્રમાણે ઉનાળામાં ચા પીવી નુકસાનદાયક ત્યારે હોય છે જ્યારે તેમાં કેફીન, આદુ, મસાલા વગેરે નાખવામાં આવ્યું હોય. આ વસ્તુઓથી શરીરમાં વધારે ગરમી વધી શકે છે, જેનાથી બ્લોટીંગ, પેટ ખરાબ થઈ શકે છે. જો તમે વરિયાળીની ચા પીવો છો તો શરીરની ગરમી દૂર થાય છે. વરિયાળીમાં ઉપલબ્ધ એન્જાઈમથી મેટાબોલિઝ્મ  બૂસ્ટ થાય છે.

2) વરીયાળીની ચા માં પ્રોટીન, મિનરલ, પોટેશિયમ, સોડિયમ વગેરે હોય છે, તેથી ઉનાળામાં આ હર્બલ ટી પીવાથી શરીરમાં દરેક પોષક તત્વોનું સંતુલન જળવાયેલું રહે છે, પછી ચાહે શરીરમાંથી વધારે પરસેવો નીકળે કે પછી ડિહાઇડ્રેશનની સમસ્યા હોય.

 3) જો તમે આખી વરીયાળી ચાવીને ખાઓ કે પછી વરીયાળીની ચા પીવો તો વજન ઘટાડવામાં પણ ઘણી મદદ મળે છે. વરીયાળીની ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે, જેનાથી તમે વધારે ખાવાથી બચી જાઓ છો. વરિયાળીમાં ફ્લેવોનોઈડ્સ, પોલિફેનોલ્સ જેવા એંટીઓક્સીડેંટ હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે, સાથે જ આમાં ફાઈબર પણ હોય છે જેનાથી વજન નિયંત્રિત રહે છે. આ ચા એવા લોકોએ પીવી જોઈએ જે વજન ઘટાડવા માટે અનેક પ્રકારના ઉપાયો અજમાવતા હોય.4) વરિયાળીમાં સેલેનિયમની માત્રા ભરપૂર હોવાથી આ લીવરના ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી શરીર પોતાનું કાર્ય પણ યોગ્ય રીતે કરે છે. વરીયાળીની ચા પીવાથી લીવરનું ડિટોક્સીફિકેશન થવાની સાથે જ તેના કાર્યોમાં પણ સુધાર થાય છે. વરિયાળી માં હાજર ઠંડા ગુણો લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

5) એક કપ વરિયાળીની ચા પીવાથી આંખોની સમસ્યાથી બચી શકાય છે. આ ચા શરીરમાં વિટામિન એ ને પ્રેરિત કરીને દ્રષ્ટિમાં સુધારો કરે છે. વરિયાળીમાં વિટામિન એ અને એન્જાઈમ વધારે હોય છે જેનાથી આંખોની રોશની મા સુધારો થાય છે. રાત્રે આ ચા પીવાથી આંખોની નસોને આરામ મળે છે. 6) વરિયાળીમાં નાઇટ્રેટ્સ, સોડિયમ, પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં અસરકારક છે. જો તમારું બ્લડ પ્રેશર હાઇ રહેતું હોય તો તમે વરીયાળીની ચા પી શકો છો. આ હૃદય ના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે, અચાનક થી આવતા સ્ટ્રોકથી બચાવે છે.

7) સુતા પહેલા વરિયાળીની ચા પીવાથી મેલાટોનિન ના સ્ત્રાવમાં મદદ મળે છે. જેનાથી તંત્રિકા તંત્ર ને આરામ મળે છે અને આરામદાયક ઊંઘ આવે છે. જો તમે દરરોજ પૂરતી ઉંઘ લેતા હોય તો ચયપચાય પણ બૂસ્ટ થાય છે અને વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment