આ જડીબુટ્ટી તમારા મગજને કરી દેશે પાવરફુલ અને શક્તિશાળી. વજન, અનિદ્રા, તણાવ અને ડિપ્રેશનથી છુટકારો આપી. યાદશક્તિને કરી દેશે ડબલ.

મગજ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે શરીરને કાર્યો કરવા માટે દરેક અંગોને સંદેશા પહોંચાડે છે. મગજનું સ્વાસ્થ્ય રહેવું અત્યંત જરૂરી છે, એ તમે સારી રીતે જાણો છો. પરંતુ એ નહીં જાણતા હોવ કે જ્યારે મગજની વિચારવાની, સમજવાની, યાદ રાખવાની શક્તિ ઓછી થવા લાગે તો શું કરવું? અસંતુલિત જીવનશૈલીના કારણે તમારી મગજની ક્રિયાઓમાં અડચણ ઊભી થઈ શકે છે. એવામાં મગજના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હોવો જોઈએ.

ન્યુટ્રીશીયન એક્સપર્ટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મગજને લાભ પહોંચાડવા વાળી કેટલીક જડીબુટ્ટીઓ અને મસાલાની જાણકારી આપી છે. તેમને જણાવ્યું કે આમાંની ઘણી જડીબુટ્ટીઓ અને મસાલાઓનો અલ્ઝાઈમર રોગ પરની અસરો માટે અભ્યાસ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા અન્ય વિચારવા, સમજવા, શીખવા અને યાદ રાખવામાં સામેલ માનસિક ક્રિયા કે પ્રક્રિયા માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

1) કેસર – ડિપ્રેશનમાં ફાયદાકારક:- કેસર દુનિયાના મોંઘા મસાલામાંથી એક છે. આનું વૈજ્ઞાનિક નામ ક્રોકસ સૈટાઈવસ છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે કેસરનો ઉપયોગ ડિપ્રેશનમાં અત્યંત ફાયદાકારક હોય છે. આમાં હાજર ક્રોકેટિન અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે. આવી સ્થિતિમાં આ ડિપ્રેશનમાં રાહત પહોચાડવાનું કામ કરે છે.

2) બ્રાહ્મી – અલ્જાઈમર માં ઉપયોગી:- બ્રાહ્મીના છોડને બકોપા પણ કહે છે. આનુ વૈજ્ઞાનિક નામ બકોપા મોનનેરી છે. આ એક એવો છોડ છે જેનો ઉપયોગ સદીઓથી પારંપરિક આયુર્વેદિક ચિકિત્સા માં કરવામાં આવે છે. બ્રાહ્મી મગજમાં એવા રસાયણો ને વધારવાનું કામ કરે છે જે વિચારવા, શીખવા અને યાદ શક્તિ માટે જરૂરી હોય છે. અલ્જાઈમર રોગ કારકો થી મગજની કોશિકાઓને રક્ષા પણ કરે છે. તમે આને સરળ ભાષામાં બ્રેઇન બૂસ્ટ કરવાવાળું સ્માર્ટ ડ્રગ પણ કહી શકો છો.

3) ગ્રીન ટી – ચિંતા ઘટાડે છે:- ગ્રીન ટી કેમેલીયા સાઈનેન્સિસ પ્લાન્ટના પાંદડામાંથી બનાવવામાં આવે છે. ગ્રીન ટી ને લગભગ વજન ઘટાડવાના હર્બ રૂપે ઓળખાય છે. પરંતુ આ જડીબુટ્ટી ચિંતાને ઘટાડે છે. મગજની ક્રિયામાં સુધાર કરે છે. આ એકાગ્રતા વધારવામાં ફાયદાકારક  છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ગ્રીન ટી માં ઉપલબ્ધ કેફીન અને એલ-થીનાઈન ના આ બધા ફાયદાને સુનિશ્ચિત કરવાનું કામ કરે છે.

4) લેમન બામ – મૂડ ને ઠીક કરે:- લેમન બામનું વૈજ્ઞાનિક નામ મેલિસા ઓફિસિલૈનિસ છે. આ બામ ને મિન્ટ, બ્લુ બામ ,ગાર્ડન બામ અને સ્વીટ બામ પણ કહેવાય છે. લેમન બામ માં ઉપલબ્ધ એન્ટી સ્ટ્રેસ અને એક્સિયોલિટિક ગુણ તણાવને દૂર કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. સાથે જ લેમન બામ મેન્ટલ હેલ્થમાં પણ સુધારો કરે છે. તંદુરસ્ત મગજ માટે જરૂરી છે આ જડીબુટ્ટી.5) ગોટુ કોલા- યાદશક્તિમાં ઉપયોગી:- ગોટુ કોલાનું વૈજ્ઞાનિક નામ સેંટેલા એશિયાટિકા છે. તે ચિની અને આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલીઓમાં લાંબા સમયથી વપરાતી જડીબુટ્ટી છે. એક અભ્યાસ પ્રમાણે જાણવા મળે છે કે ગોટુ કોલા અને ફોલિક એસિડ સ્ટ્રોક આવ્યા બાદ વિચારવા, સમજવા, શીખવાની શક્તિ ને સુધારવામાં સમાન રૂપથી ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment