આ છે બ્લડ પ્રેશર, હૃદય, હાડકા અને વજન જેવી બીમારીઓનો જોરદાર ઈલાજ, આ ઔષધીના ગુણો તણાવ દુર કરી ઇમ્યુનિટી અને યાદશક્તિ કરી દેશે પાવરફુલ…

મિત્રો આપણે ત્યાં ઘણી એવી વસ્તુઓ છે જેના સેવનથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. આ વસ્તુઓ અનેક પોષક તત્વોથી ભરપુર હોવાથી તે શરીરની સાથે મસ્તિષ્ક માટે પણ લાભકારી માનવામાં આવે છે. આજે આપણે મીઠી ચેસ્ટનટના ફાયદાઓ વિશે જાણશું.

મીઠી ચેસ્ટનટના અનેક ફાયદાઓ છે. કદાચ આના વિશે તમને પૂરી માહિતી નહિ હોય, પણ તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગથી પેટમાં કબજિયાત સંબંધિત ઘણી સમસ્યાઓમાં આરામ મળે છે. મસ્તિષ્ક અને તંત્રિકા તંત્રની પરેશાનીમાં પણ સુધાર થાય છે. સાથે તેના સેવનથી તમારી રોગ પ્રત્યે લડવાની ક્ષમતામાં પણ વધારો થાય છે અને તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે.

સાથે જ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ક્રોનિક ડિસીઝમાં પણ આનું સેવન ઘણું ફાયદાકારક છે. વાસ્તવમાં મીઠી ચેસ્ટનટમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ પણ ભરપુર માત્રામાં રહેલ છે. સાથે તેમાં વિટામીન એ, બી-6, ફોલેટ અને ઝિંક જેવા પોષક તત્વો પણ રહેલા છે. તેની મદદથી શરીરની અન્ય સમસ્યાઓમાં પણ મદદ મળે છે. ચાલો તો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.

ઈમ્યુન સીસ્ટમ : શરીરને બીમારીથી બચાવવા માટે આપણી ઈમ્યુન સિસ્ટમ મજબુત હોવી ખુબ જ જરૂરી છે. તેમાં વિટામીન સી અને આયરન ભરપુર માત્રામાં રહેલ છે. જેની મદદથી ઈમ્યુન સીસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે. અને વાયરલ બીમારીઓ સામે લડવાની પણ શક્તિ આપે છે. સાથે જ તેમાં એન્ટી ઓક્સીડેંટ પણ ભરપુર માત્રામાં રહેલ છે. જે શરીરને અંદરથી ફ્રી રેડિકલ્સના પ્રવાહને ઓછો કરવામાં ઉપયોગી છે.

હૃદય :  મીઠી ચેસ્ટનટમાં પોટેશિયમ અને સારા વસાની ભરપુર માત્રા રહેલી છે. પોટેશિયમ તમારા હાર્ટની હેલ્થ માટે ખુબ જ ઉપયોગી છે. તેનાથી હાર્ટ એટેક, હૃદય રોગ, અને સ્ટ્રોકના જોખમને ઓછું કરી શકાય છે. આ સિવાય લોકો વસાને સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ માને છે. પણ ગુડ ફેટ આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. તેની મદદથી તમે કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરી શકો છો. સાથે જ શરીરના સોજા અને એથે રોસ્કલે રોસીસના જોખમને ઓછું કરે છે.

હાડકા : મીઠી ચેસ્ટનટમાં કેલ્શિયમની ભરપુર માત્રા રહેલી છે. જેની મદદથી હાડકાઓની મજબૂતી માટે ઘણી મદદ મળે છે. પરંતુ શું તમને ખબર છે કે કોપરની મદદથી પણ હાડકાઓના વિકાસમાં મદદ મળે છે. જયારે મીઠી ચેસ્ટનટમાં કોપરની માત્રા ખુબ જ રહેલી છે. તેમાંથી મળતું મેગ્નેશિયમ બોન ડેસીન્ટી અને ઓસ્ટી યોપોરોસીસ જેવી ઘણી સમસ્યાઓ દુર કરવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પોટેશિયમ ખુબ જ લાભકારી છે. તે શરીરની અંદર પાણીની ગતિને નિયંત્રિત કરે છે. જે સોડીયમના પ્રભાવને ઓછું કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. પોટેશિયમ એક વાસોડીલેટરના રૂપમાં પણ કામ કરે છે. જે ધમનીઓના તણાવને ઓછું કરે છે.

મસ્તિષ્ક માટે : મીઠી ચેસ્ટનટના સેવનથી મસ્તિષ્કની સમસ્યાઓમાં આરામ મળે છે. તેમાં રહેલ વિટામીન, ફોલેટ, રાઈબોફ્લેવીન અને થાયમીનની મદદથી ન્યુરોલોજીકલ સમસ્યાને દુર કરવામાં મદદ મળે છે. તંત્રિકા તંત્રથી જોડાયેલ બીમારીઓના લક્ષણોને પણ ઓછી કરવામાં મદદ મળે છે. તેનાથી એકાગ્રતા, યાદશક્તિ અને વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે.

વજન : વજન ઓછું કરવા માટે પણ તમે મીઠી ચેસ્ટનટનું સેવન કરી શકો છો. તેમાં ફાઈબરની ભરપુર માત્રા રહેલી છે. જે પાચનમાં ઘણી ઉપયોગી છે. તેનું સેવન તમે ઉકાળીને કરી શકો છો.

મીઠી ચેસ્ટનટનો ઉપયોગ : 1 ) મીઠી ચેસ્ટનટને તમે શેકીને પણ ખાઈ શકો છો. તેને તમે મધની સાથે પણ ખાઈ શકો છો.
2 ) તેને તમે ઉકાળીને પણ ખાઈ શકો છો. કારણ કે તેને ઉકાળીને ખાવાથી તમને તેના બધા જ પોષક તત્વો મળે છે.
3 ) તેની પ્યુરીનું પણ સેવન કરી શકો છો. તેને તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો.
4 ) ડીપ-ફાઈડ ચેસ્ટનટ પણ ખાવામાં ઉપયોગી છે.

મીઠી ચેસ્ટનટના નુકશાન : મીઠી ચેસ્ટનટથી ઘણી વખત લોકોને એલર્જી પણ થતી હોય છે. આથી તમે આની જગ્યાએ અખરોટનું પણ સેવન કરી શકો છો. આ સિવાય જો તમે કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરી રહ્યા છો, તો તમારે તેના સેવન પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment