ખાલી પેટ નવશેકા ગરમ પાણીની સાથે કરો આ 1 ટુકડાનું સેવન, પેટની ચરબી, કબજિયાત, ગેસથી મળશે છુટકારો, અને વજન આવી જશે તરત જ કંટ્રોલમાં…

મિત્રો તમે કદાચ સવારે ખાલી પેટ ગરમ પાણી, લીંબુ વાળું નવશેકું ગરમ પાણી પીતા હશો. ખાસ કરીને આ પ્રયોગ લોકો પોતાનું વજન ઓછું કરવા માટે કરતા હોય છે. આવો જ એક પ્રયોગ નવશેકા ગરમ પાણી સાથે ગોળનું સેવન કરવું. આ પ્રયોગ કરવાથી તમે કબજિયાત, ગેસ તેમજ વજન પણ ઓછું કરી શકો છો. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

ગોળ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. પરંતુ જયારે તમે તેને નવશેકા ગરમ પાણીની સાથે ખાલી પેટ લો છો તો શરીરમાં તેના બેગણા ફાયદાઓ થાય છે. સવારના સમયે ગોળની સાથે નવશેકું ગરમ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. જે વજન ઓછું કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. પરફેક્ટ શરીર બનાવી રાખવા માટે નવશેકા ગરમ પાણીની સાથે એક ટુકડો ગોળ ખાઈ શકો છો.

ગોળમાં રહેલ પોષક તત્વ : ગોળમાં ઘણા પ્રકારના પોષક તત્વ રહેલા છે. જેમ કે વિટામીન બી-1, બી-6, સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન, ઉર્જા, શુગર, કાર્બોહાઈડ્રેટ, સોડીયમ વગેરે. આ બધા પોષક તત્વો શરીરને કોઈને કોઈ રૂપે લાભ આપે છે. ગોળમાં આયરન હોય છે, જે શરીરમાં લોહીની કમી નહિ થવા દે.

નવશેકા ગરમ પાણી સાથે ગોળના ફાયદાઓ : 1 ) જયારે તમે સવારના સમયે એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરો છો. તો તેનાથી મેટાબોલીઝ્મ બુસ્ટ થાય છે. પરંતુ જો તમે એક ટુકડો ગોળનો ખાવ છો અથવા પાણીમાં મિક્સ કરીને પીવો છો, તેના ફાયદાઓ વધી જાય છે. તેનાથી પાચનશક્તિ સારી થાય છે. જો તમને એસીડીટીની સમસ્યા રહે છે તો પાણીમાં ગોળ મિક્સ કરીને સેવન કરો. કબજિયાતની સમસ્યા નહિ રહે, વજન પણ ઓછું થશે.

2 ) નવશેકું પાણી અને ગોળ સ્વાસ્થ્યને સારું રાખવા માટે એક ઉતમ દવા માનવામાં આવે છે. આ પાણીને પીતા જ ડાઈજેશનની પ્રક્રિયા તેજ થઈ જાય છે. સાથે જ કિડનીની સમસ્યાથી પણ બચાવ થાય છે.
3 ) નવશેકા ગરમ પાણી સાથે ગોળનું સેવનથી શરીરમાં રહેલ ટોક્સીન પદાર્થ સરળતાથી નીકળી જાય છે. તે શરીરને ડીટોકસીફાઈ રાખે છે.

4 ) ગોળને ગરમ પાણીમાં મિક્સ કરીને ખાવ, અથવા તેને એમ જ ખાઈને પાણી પીવો, તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ બુસ્ટ થાય છે. સાથે જ ઓક્સીડેટીવ સ્ટ્રેસથી લડે છે, શરીરને શાંત કરે છે.

આ રીતે બનાવો ગોળ વાળું પાણી : એક ગ્લાસ ગરમ પાણી લો. તેમાં એક ટુકડો ગોળનો નાખીને બરાબર મિક્સ કરો. આ હેલ્દી ડ્રીંકને સવારના સમયે ખાલી પેટ પીવો. તેને દરરોજ પીવાનું શરુ કરી દો. થોડા જ દિવસોમાં બેલી ફેટ ઓછું થવા લાગશે અને શરીરને અન્ય લાભ પણ થશે.

તમે પાણીમાં ગોળ નાખીને પીવા નથી માંગતા, તો તેને એમ જ ખાઈ શકો છો. સવારે ગરમ પાણી પીવાથી પેટ સાફ થાય છે. આ સિવાય ગોળની રોટલી, ગોળની ચીક્કી, ગોળ વાળી ખીર, હલવો, ગોળ વાળી હેલ્દી વસ્તુઓ પણ ખાઈ શકો છો.

ગોળના ફાયદાઓ : 1 ) ગોળમાં વિટામીન સી હોય છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવી શકાય છે.
2 ) ગોળ ખાવાથી લીવરના વિષાક્ત પદાર્થ સરળતાથી બહાર નીકળી જાય છે. કારણ કે તેમાં માઈક્રોન્યુટ્રીએન્ટસ હોય છે, જે એન્ટી ટોકસીસ અસર કરે છે.
3 ) જો તમારા શરીરમાં લોહીની કમી છે તો ગોળ ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સનું નિર્માણ થાય છે. તેની કમીથી એનીમિયા થાય છે. જેનાથી થાક, કમજોરી થવા લાગે છે. એનીમિયા શરીરમાં આયરનની કમીથી થાય છે.
4 ) જો તમારું બ્લડ પ્રેશર હાઈ અથવા લો રહે છે તો તમે ગોળનું સેવન કરી શકો છો. તેમાં આયરન હોવાથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment