ખોટી દિશામાં મોં રાખી ભોજન કરવાથી શરીર અને જીવનમાં થઈ શકે આવી ખરાબ અસરો… જાણો લગભગ લોકોને નથી ખબર ભોજન કરતા સમયે કંઈ દિશા તરફ રાખવું જોઈએ મોં..

મિત્રો આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે. આથી દરેક લોકો પોતાના ઘરની દિશાથી લઈને સામાન વગેરેની ગોઠવણ માટે પણ વાસ્તુના નિયમોનું પાલન કરતા હોય છે. જયારે આ જ વાસ્તુશાસ્ત્ર તમે જે ભોજન કરો છો તેની દિશા પણ નક્કી કરતું હોય છે. આથી જો તમે ખોટી દિશામાં મોં રાખીને ભોજન કરો છો, તો તમારી આયુષ ઓછી થઈ શકે છે. આથી ભોજન જેવી મહત્વની બાબત માટે પણ વાસ્તુશાસ્ત્ર વિશે જાણવું જરૂરી છે. આજે અમે તમને આ લેખમાં ભોજન માટે કંઈ દિશા યોગ્ય છે તેના વિશે વાત કરીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કંઈ દિશામાં મોં રાખીને ભોજન કરવું ઉત્તમ ગણાય છે. આવો જાણીએ તેના વિશે.

વાસ્તુશાસ્ત્રમાં આપણા દૈનિક જીવનથી જોડાયેલી ગતિવિધિઓ વિશે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અજમાવીને સંતુલિત અને સફળ જીવન વ્યતીત કરી શકાય છે. વાસ્તુમાં દિશાઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે, જેમાં આ દિશાઓનો સંબંધ દેવતાઓ અને ઉર્જા સાથે પણ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કંઈ દિશામાં મોં રાખીને ભોજન કરવું ઉત્તમ ગણાય છે.

1 ) જો તમે દક્ષિણ દિશા તરફ મોં રાખીને ભોજન કરો છો, તો તરત જ આ ટેવને બદલી નાખો. દક્ષિણ દિશાને યમરાજની દિશા ગણવામાં આવે છે. યમરાજ મૃત્યુના દેવતા છે. દક્ષિણ દિશામાં મોં રાખીને ભોજન કરવાથી ઉંમરની હાનિ થાય છે. ઘણા પ્રકારની સમસ્યાઓથી તમે ઘેરાઈ શકો છો.

2 ) પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને ભોજન કરવું ઉત્તમ ગણાય છે. આમ કરવાથી વ્યક્તિને ભોજનથી પૂરતી એનર્જી મળે છે. પૂર્વ દિશામાં મોં રાખીને ભોજન કરવાથી ઉંમરમાં વૃદ્ધિ થાય છે. પાચન શક્તિ વધે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું થાય છે. આ વિશે આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે.

3 ) છાત્રો અને પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોએ ઉત્તર દિશામાં મોં કરીને ભોજન કરવું જોઈએ. જે લોકો પોતાના કરિયરની પ્રારંભિક અવસ્થામાં હોય, તેમણે પણ આ દિશામાં જ ભોજન કરવું જોઈએ. આ દિશાને ધન, જ્ઞાન તેમજ આધ્યાત્મની દિશા માનવામાં આવે છે.

4 ) પશ્ચિમ દિશાને લાભની દિશા ગણવામાં આવે છે. જે લોકો બિઝનેસ કરતાં હોય અથવા નોકરીમાં હોય અથવા મસ્તિષ્ક સંબંધી કાર્યો જેવા કે લેખન, શિક્ષા, શોધ વગેરેથી જોડાયેલા હોય તેમણે પણ આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.

ભોજનનો  સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. ભોજન જો સાચી દિશામાં બન્યું હોય અને તેને સાચી દિશામાં બેસીને ગ્રહણ કરવામાં આવે, તો તેનાથી સાચું પોષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે છે. ભોજનનો સંબંધ એનર્જી સાથે છે. જો ખોટી દિશામાં ભોજન બને, તો તેનાથી નેગેટિવ એનર્જી પ્રાપ્ત થાય છે, જેના પરિણામ સ્વરૂપ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, બીમારીઓ થાય છે અને માનસિક તાણની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે.

તે કારણે જ વાસ્તુશાસ્ત્રમાં કિચન અને ડાઈનિંગ હોલની સાચી દિશા જણાવવામાં આવી છે. ડાઈનિંગ હૉલ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો સારું ગણાય છે. જો આવું ન હોય તો તમે ઉત્તર કે પૂર્વ દિશામાં તેને સ્થાન આપી શકો છો.

આમ વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબની દિશામાં ભોજન કરવાથી આપણને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે છે અને બીજા પણ અનેક લાભ થઈ શકે છે. માટે આ વાસ્તુશાસ્ત્રના નિયમનું અનુસરણ જરૂરથી કરવું જોઈએ. ભોજન આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. આથી જો તમે ભોજન યોગ્ય દિશામાં બેસીને ખાવ છો, તો તમને તેનું સંપૂર્ણ પોષણ મળે છે. તેમજ તમારામાં નકારાત્મક એનર્જી પણ નહિ આવે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment