રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ, જિંદગીમાં ક્યારેક નહિ થવા દે લોહીની કમી…

મિત્રો તમે રોટલી, પરાઠા, થેપલા, ભાખરી વગેરે ખાતા જ હશો. પરંતુ આજે અમે તમને આવી જ ગોળની સ્વીટ રોટલી વિશે જણાવશું. જે સ્વાદમાં ખુબ જ મીઠી અને ટેસ્ટી હોય છે. જો કે તેને ખાવાથી તમને ઘણા ફાયદાઓ પણ થાય છે. આપણા દેશમાં ઘણા સ્થાનો પર પારંપરિક રૂપે જ ગોળની મીઠી રોટલી ખાવાનું ચલણ છે. જો કે સદીઓથી આ રોટલીનું સેવન કરવામાં આવે છે. પણ ઘણા ખાસ અવસર પર આ રોટલીને બનાવવામાં આવે છે.

પંજાબમાં તેને ગોળની રોટલી કહેવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં તેને ગુલ પોલી કહેવામાં આવે છે. સ્વાદમાં મીઠી લાગતી આ રોટલી માત્ર ટેસ્ટી જ નહિ, પણ તંદુરસ્તી માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ઘઉં અને ગોળ હોવાના કારણ આ હાઈ ફાઈબર રોટલી શરીરમાં આયરનની ઉણપ નથી થવા દેતી. તમે ઈચ્છો તો તેનો સ્વાદ વધારવા માટે તેમાં ઘી લગાવીને શેકી પણ શકો છો. ચાલો તો જાણી લઈએ ગોળની મીઠી રોટલી બનાવવાની રીત અને તેના અદ્દભુત ફાયદાઓ વિશે.ગોળની રોટલી બનાવવા માટેની સામગ્રી : ઘઉંનો લોટ – 500 ગ્રામ, ગોળ – 500 ગ્રામ, પાણી – 400 મિલી, ખસખસ – ચપટી, તલ – ચપટી, ઘી – જરૂર મુજબ, સુકો મેવો – ઝીણો સમારેલ, વરીયાળી – 1 ટી સ્પુન.

ગોળની રોટલી બનાવવાની રીત : સૌ પ્રથમ થોડા ગરમ પાણીમાં ગોળને પલાળવા માટે મૂકી દો. લગભગ અડધી કલાકમાં ગોળ સારી રીતે પાણીમાં મિક્સ થઈ જશે. હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને ઘી નાખો. હવે ગોળના પાણીમાં લોટ બાંધી લો.હવે બાંધેલા લોટના લુઆ વાળીને તેને હળવા હાથે વણો. ધ્યાન રાખો કે ગોળની રોટલી થોડી મોટી જ સારી લાગે છે. રોટલી વણાઈ જાય એટલે તેના પર ખસખસ અને તલ છાંટો અને પોતાની ઇચ્છા મુજબ તેમાં સુકો મેવો પણ નાખી શકો છો.

ફરી રોટલીને વણો. વણતી વખતે ધ્યાન રાખો કે ખસખસ અને તલ રોટલીમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે રોટલીને સારી રીતે શેકી નાખો, એક બાજુ શેકાઈ ગયા પછી બીજી બાજુ ઘી લગાવો. આમ બંને બાજુ શેકી લો.  આમ તમારી ગોળની રોટલી તૈયાર થઈ ગઈ. નવશેકા દૂધ સાથે તેને પીરસો. તો હવે જાણીએ ગોળ વાળી રોટલી ખાવાના ફાયદા.સાંધાનો દુઃખાવો : જે લોકોને સાંધાનો દુઃખાવો રહેતો હોય તેમણે આ રોટલીનું સેવન કરવું જોઈએ. નાસ્તામાં ગોળની રોટલીને દૂધ સાથે ખાવી જોઈએ. તે હાડકાઓ મજબુત કરવા માટે જરૂરી પૌષ્ટિક તત્વોથી ભરપુર છે.

શરદી અને તાવમાં : મૌસમી ઇન્ફેકશન, વાયરલ ફ્લૂ, સંક્રમણમાં ગોળની રોટલી ખુબ જ લાભકારી છે. તેનાથી તમારી ઇમ્યુનિટી મજબુત થાય છે. તેની તાસીર ગરમ હોવાથી તે શરદી, તાવ અને ખાસ કરીને કફથી રાહત આપવામાં મદદ કરે છે.પાચનમાં સુધારો : ગોળની રોટલીમાં આયરન અને ફાઈબર હોય છે. જેનાથી તમારું પાચનતંત્ર મજબુત બને છે. તે પચવામાં સરળ હોય છે, તમારું પેટ લાંબા સમય માટે ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે. જેનાથી તમે ઓવરઇટીંગથી અથવા ફૂડ ક્રેવીંગથી બચી શકો છો.

એનર્જી : ગોળની રોટલી તમારા માટે તરત એનર્જી માટેનો મુખ્ય સ્ત્રોત છે. તેના સેવનથી તમારા શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી રહે છે. જો તમને થાક અને નબળાઈનો અનુભવ થઈ રહ્યો છે તો તમે ગોળની રોટલીનું સેવન કરી શકો છો. આ તમારા શરીરમાં એનર્જીના સ્તરને વધારવાનું કામ કરે છે અને તમને થાકનો અનુભવ નથી થતો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ, જિંદગીમાં ક્યારેક નહિ થવા દે લોહીની કમી…”

Leave a Comment