કેમિકલ વગરનું આ દેશી માઉથ ફ્રેશનર ગેસ, અપચો અને મોંની દુર્ગંધ દુર કરી, વધારી દેશે વાળ આંખોનું તેજ… જાણો સરળ ઘરેલું રેસિપી અને ફાયદા…

મિત્રો આજે મોટાભાગના લોકોને અપચાની સમસ્યા રહેતી હોય છે. તેમજ અપચાને કારણે મોઢા માંથી દુર્ગંધ પણ આવતી હોય છે. જેને કારણે મોઢું ખોલવામાં પણ શરમ જેવું લાગે છે. આથી તમે મોઢાની દુર્ગંધ દુર કરવા માટે આમળાનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરની અનેક સમસ્યાઓ દુર કરવામાં તમારી મદદ કરે છે.

જો તમને મોઢામાં દુર્ગંધ આવવાની સમસ્યા છે અથવા અપચો છે તો તમે આમળાનો મુખવાસ ખાય શકો છો. બજારમાં મળતા મુખવાસમાં એક્સ્ટ્રા શુગર મિક્સ કરવામાં આવે છે જે બ્લડ શુગર લેવલને વધારી શકે છે અને સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. આથી તમે આમળાથી બનેલ મુખવાસનું સેવન કરી શકો છો. આમળામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનું દરરોજ સેવન કરવાથી દાંત હેલ્દી રહે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે. આજે આ લેખમાં આપણે આમળાના મુખવાસના ફાયદાઓ અને બનાવવાની રીત વિશે જાણીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

આમળાનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી : આમળાનો મુખવાસ બનાવવા માટે આમળા, શેકેલું જીરૂનો પાવડર, આમચૂર પાવડર, કાળા મરીનો પાવડર, કાળું મીઠુંનો ઉપયોગ કરવો જોઈએ.

બનાવવાની રીત : 500 ગ્રામ આમળા લો અને તેને ધોઈ નાખો. હવે એક વાસણમાં પાણી ભરીને તેને ઉકાળી લો, આમળા ઉકળી જાય એટલે તેમાંથી પાણી કાઢી નાખો, હવે એક સાફ વાસણમાં આમળા કાઢી લો, આમળામાં 500 ગ્રામ મિશ્રી પાવડર મિક્સ કરી લો, પછી તેને ઢાંકીને મૂકી દો.

સાંજ સુધીમાં આમળામાંથી પાણી છુટી જશે, ત્યાર પછી આમળામાંથી પાણી કાઢીને ઢાંકીને મૂકી દો. બે ત્રણ દિવસ આ પ્રક્રિયા અપનાવો. પછી તેને ગાળી લો અને એક્સ્ટ્રા પાણી નીકળી જશે. હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર, કાળું મીઠું, આમચૂર પાવડર નાખો. મિશ્રણને સારી રીતે મિક્સ કરીને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. આમ તમારો મુખવાસ તૈયાર થઈ જશે.

મોંની દુર્ગંધ : જો તમને મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યા છે તો તમે બજારથી માઉથ ફ્રેશનર ખરીદીને ઉપયોગ કરતા હો, તો તેના કરતા આમળાના આ મુખવાસનું સેવન કરો. આમળામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેના સેવનથી તમારા મોંની દુર્ગંધની સમસ્યા દુર થશે અને તમારા શરીરમાં એનર્જીનો અનુભવ થશે. આમળા ઉનાળામાં બજારમાં નથી મળતા. આથી તમે તેને મુખવાસના રૂપમાં સ્ટોર કરી શકો છો. આમળાના સેવનથી તમારી ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બને છે.

અપચો, ગેસની સમસ્યા : અપચો અને ગેસની સમસ્યા દુર કરવામાં આમળાનો મુખવાસ ખુબ જ ફાયદાકારક છે. તેને તમે કોઈ પણ જગ્યાએ અને ગમે ત્યારે ખાય શકો છો. મુસાફરી વખતે અથવા તો વર્ક કરતી વખતે પેટને લગતી સમસ્યા થાય તો તમે તેનું સેવન કરી શકો છો. તમે આમળાનું સેવન દરરોજ કરશો તો આંખ હેલ્દી રહેશે. આમળાનો મુખવાસ, મુરબ્બો અને અથાણું પણ ફાયદાકારક છે.

આમળાના મુખાવાસને કેવી રીતે સ્ટોર કરવો ? : આમળાનો મુખવાસ ઘરે જ તૈયાર થયો હોવાથી તેમાં સ્વાભાવિક છે કે કોઈ કેમિકલ તત્વ નહિ હોય. આથી તમે તેને વધુ સમય સુધી સ્ટોર નહિ કરી શકો. આથી તમે તેને ફ્રીજમાં રાખી શકો છો. આ સિવાય તમે એર ટાઈટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો.

આમળાનો મુખવાસ આર્ટીફીશીયલ માઉથ ફ્રેશનરની સરખામણીએ વધુ હેલ્દી છે. તેનું સેવન ગમે ત્યારે કરી શકો છો. પરંતુ તમને આમળાથી એલર્જી છે તો તેનું સેવન ન કરવું જોઈએ. આમ આમળાનું સેવન તમારા માટે અનેક પોષક તત્વોની કમી પૂરી કરવાની સાથે મોઢાની દુર્ગંધ દુર કરવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment