આજીવન સ્વસ્થ અને નીરોગી રહેવા આજથી પીવાનું શરૂ કરી દો આ ચા.. જાણીલો બનાવવાની રીત. તમારા ઘર આંગણામાં જ મળી આવશે

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેનું શરીર હંમેશા માટે તંદુરસ્ત રહે. આ માટે તેઓ અનેક ઘરેલું ઉપાયો અપનાવતા હોય છે. તેમજ ઘણા દેશી નુસ્ખાઓ કરીને શરીરને ફીટ રાખે છે. આજે અમે તમને એક એવી ચા વિશે જણાવીશું જેના સેવનથી તમે પોતાના શરીરને આખી જિંદગી સ્વસ્થ અને નીરોગી રાખી શકશો.

સ્વસ્થ રહેવા માટે આજે લોકો ગ્રીન, અને બ્લેક ટી ખુબ પીવે છે. જો કે આ સિવાય પણ માર્કેટમાં ખુબ હર્બલ ટી પણ મળે છે. જે તમને સ્વસ્થ રાખવાની સાથે બીમારીથી બચવામાં મદદ કરે છે. તેમાંથી એક છે જાસૂદની ચા. આ એક ફેન્સી હર્બલ ટી છે જે આ દિવસોમાં ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. આ સુંદર લાલ ચા ને જાસૂદના ફૂલથી બનાવવામાં આવે છે. જે ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. ચાલો અમે તમને જણાવીએ છે કે, જાસૂદની ચા પીવાના જોરદાર ફાયદા અને તેને બનાવવાની રીત…..

ચા બનાવવાની રીત : આ માટે 1 થી 2 કપ પાણીમાં જાસૂદના ફૂલ નાખીને તેને ઉકાળવું અને જ્યારે પાણી  અડધો કપ રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો.  તેને ગાળીને 2 ટી સ્પૂન મધ, 1 ચપટી કાળું મીઠું, અને મરી મિક્સ કરો. ધ્યાન રાખવું કે, પાણીનો કલર બદલતા ગેસ બંધ કરી દેવો. નહિ તો ચા નો સ્વાદ કડવો થઈ જાય છે. દિવસમાં બે વખત સેવન કરવું. એન્ટી ઓક્સિડેંટથી ભરપૂર આ ચાનું સેવન દિવસમાં બે વખત કરવું જોઈએ. ચાલો તો જાણીએ આ ચા પીવાના ફાયદા.

કેન્સરથી બચાવ : આ ચા કેન્સરથી ફેલાતી કોશિકાને ઝડપથી ફેલતા રોકે છે. તેનું સેવન કરવાથી તમે કેન્સરથી બચી શકો છો.

લિવરને સ્વસ્થ રાખે છે : જાસૂદની ચા પીવાથી તમને લીવર સંબંધિત સમસ્યા નથી હતી. તે લિવરથી ખરાબ તત્વ બહાર કાઢે છે.

વજન ઘટાડે છે : જાસૂદની ચામાં એન્ટિ-ઓક્સિડેંટ જોવા મળે છે. જે તમારા મેટબોલિઝ્મને સક્રિય કરી દે છે. તેને પીવાથી તમારું વજન આરામથી ઓછું થઈ જાય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે  : આજકાલ વધારે પ્રમાણમાં લોકો બ્લડ પ્રેશરની સમસ્યાથી હેરાન થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે જાસૂદની ચા નું સેવન કરી શકો. તેને પીવાથી બ્લડ પ્રેશર જલ્દીથી કંટ્રોલમાં આવે છે.

પિરિયડ્સમાં ફાયદાકારક : જાસૂદની ચા અનિયમિત પિરિયડ્સની સમસ્યાને દૂર કરે છે. જો કે એનાથી દુઃખાવો અને એંઠનની સમસ્યા પણ નથી થતી.

બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટ્રોલ ઓછું કરવા મદદગાર છે : જાસૂદના ફૂલની પાંખડીઓને પાણીમાં ઉકાળીને હર્બલ-ટી બનાવીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. સાથે આ કોલેસ્ટ્રોલને વધતાં રોકે છે.

ડિપ્રેશન દૂર કરવામાં ઉપયોગી છે : આ ચા પીવાથી મગજ શાંત રહે છે અને સાથે તણાવ પણ દુર થાય છે. જેનાથી તમે ડિપ્રેશનથી બચી શકો છો. આ સિવાય માથાનો દુઃખાવો ઓછો કરવામાં તેમજ દૂર કરવામાં ચા ખુબ ફાયદાકારક નીવડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment