રસોડાની આ બે ઔષધી ઉલ્ટી, ઉબકા, દાંત અને શ્વાસની સમસ્યાઓ અટકાવી, પાચનશક્તિ અને ઇમ્યુનિટીને કરી દેશે પાવરફુલ…

મિત્રો તમારા રસોડામાં રહેલ અનેક વસ્તુઓ જે તમારા સ્વાસ્થ્ય માટે એક ઔષધી બની શકે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમને સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થઈ શકે છે. આવી વસ્તુઓમાં સુકું આદુ એટલે કે સુંઠ અને લવિંગ છે, જેનો ઉપયોગ આપણે રસોઈ બનાવવામાં કરતા હોય છે. આ બંને વસ્તુઓમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે. જે તમને તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

સુંઠ અને લવિંગ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. સૂકું આદું એટ્લે કે સૂંઠને આયુર્વેદમાં ઔષધિના રૂપથી ઉપયોગમાં લેવામાં આવે છે. સૂંઠ અને લવિંગનું એક સાથે સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ મળે છે. સૂંઠ આદુને સૂકવીને બનાવવામાં આવે છે. સૂંઠને વાટીને લોકો તેનો ઉપયોગ ઘણી સમસ્યાઓમાં કરે છે. આદુને સૂકવીને બનાવાતી સૂંઠનો ઉપયોગ ઘણી સમસ્યાઓના નિવારણ માટે તો કરવામાં આવે જ છે સાથે સાથે તેનો ઉપયોગ રસોઈમાં મસાલાનાં રૂપથી પણ કરવામાં આવે છે. સૂંઠ અને લવિંગમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીઇમ્ફ્લેમેટરી અને બીટા કેરોટિન જેવા ગુણો રહેલા હોય છે.

સૂંઠ અને લવિંગના ફાયદા : સૂંઠ અને લવિંગમાં રહેલા ગુણ શરીર માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી તમે ઘણી બીમારીઓમાં પણ ફાયદો મેળવી શકો છો. લવિંગમાં રહેલા ગુણ પુરુષોની ઘણી સમસ્યાઓ માટે ઉપયોગી ગણવામાં આવે છે. આવો જાણીએ સૂંઠ અને લવિંગના ફાયદા.

ઇમ્યુનિટી : શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે સૂંઠ અને લવિંગનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. સૂંઠ અને લવિંગની અંદર કૈપ્સાઇન અને કરક્યુમીન જેવા એન્ટીઓક્સિડેન્ટ તત્વો જોવા મળે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમને ખુબ જ ફાયદો મળે છે.

દાંતના દુખાવા : લવિંગ અને સૂંઠમાં રહેલા ગુણ દુખાવાને દૂર કરવામાં ઉપયોગી ગણવામાં આવે છે. લવિંગમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ દાંતના દુખાવામાં ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. દુખાવો થાય ત્યારે એક લવિંગ અને થોડી સૂંઠ દાંત નીચે રાખવાથી દુખાવો દૂર થાય છે.

શ્વાસથી જોડાયેલી સમસ્યા : લવિંગ અને સૂંઠનો ઉકાળો પીવાથી શ્વાસથી જોડાયેલી સમસ્યાઓમાં ખુબ જ ફાયદો મળે છે. સૂંઠ, લવિંગ અને મધ મિક્સ કરીને તેનો ઉકાળો બનાવો અને દિવસમાં ત્રણથી પાંચ વખત તેનું સેવન કરવાથી તમને શ્વાસથી જોડાયેલી સમસ્યાઓમાં ફાયદો મળે છે.

સોજાની સમસ્યામાં રાહત : શરીરમાં સોજો કોઈ પણ સમસ્યાને કારણે આવી શકે છે તેવામાં આ સમસ્યાને દૂર કરવા માટે આદુંનો  પાવડર ખુબ જ ઉપયોગી બની રહે છે. તેની અંદર સંધિવાને દૂર કરવાના ગુણ પણ જોવા મળે છે. એ માટે તમે બેથી ત્રણ ચમચી પાવડરને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો. આમ કરવાથી ગોઠણનો દુખાવો, સાંધાનો સોજો વગેરે દૂર કરી શકાય છે.

પાચનતંત્ર : લવિંગના સેવનથી પાચનથી જોડાયેલી સમસ્યાઓમાં આરામ મળે છે. લવિંગ અને સૂંઠનું એક સાથે સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. સાથે જ લવિંગ ખાવાથી પેટના જંતુઓ સમાપ્ત થાય છે.

ઉલ્ટીમાં : ઉલ્ટી તેમજ જીવ મુંજાવાની સમસ્યામાં લવિંગ અને સૂંથનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ઉલ્ટી થાય ત્યારે શેકેલો લવિંગનો પાવડર, સૂંઠના પાવડર સાથે મિક્સ કરીને મધ સાથે ખાવાથી ફાયદો મળે છે. સાથે જ તેનાથી જીવ મુંજાવાની સમસ્યામાં પણ રાહત મેળવી શકાય છે.

ઉપર જણાવેલી રીતથી સૂંઠ અને લવિંગનું સેવન કરવાથી ફાયદો મળે છે. કોઈ પણ પ્રકારની ઔષધિના ઉપયોગ પહેલા એક વખત એક્સપર્ટ ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આમ તમે અમુક બીમારીઓના ઈલાજ રૂપે સુંઠ અને લવિંગનું સેવન એકસાથે કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment