આ છે અનિંદ્રા, કોલેસ્ટ્રોલ, સોજા, આંખ અને ટ્યુમર જેવી ગંભીર બીમારીને રોકવાનો 100% ઈલાજ, શારીરિક અને માનસિક બંને બીમારીઓમાં છે અસરદાર…

મિત્રો તમે કદાચ અશ્વગંધાના ફાયદાઓ વિશે જાણતા હશો, તેમજ તમે ક્યારેક તેનું સેવન પણ કર્યું હશે. જો કે તમે અશ્વગંધાને બીજી અન્ય વસ્તુઓમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. જેમ કે દુધમાં ઉકાળીને તેનું સેવન કરી શકાય છે. આ સિવાય તમે મધ સાથે મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો. આમ મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી અનેક ફાયદાઓ તમને થાય છે.

અશ્વગંધા જેને અમુક લોકો અસગંધના નામથી પણ ઓળખે છે, સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ઔષધિ ગણવામાં આવે છે. આયુર્વેદમાં અશ્વગંધાને ખુબ જ ફાયદાકારક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અશ્વગંધામાં શરીર માટે લાભદાયી ન્યૂરોપ્રોટેક્ટિવ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે શરીરની ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક ગણવામાં આવે છે.

માનસિક અને શારીરિક સમસ્યાઓ માટે અશ્વગંધાનું સેવન ખુબ જ લાભદાયી છે. ઘણા લોકોનો એ સવાલ છે કે, અશ્વગંધા અને મધનું એક સાથે સેવન કરવાથી શું ફાયદો થાય છે ? વાસ્તવમાં અશ્વગંધા અને મધનું એક સાથે સેવન શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. મધમાં ઘણા ઔષધિય ગુણ જોવા મળે છે અને તેનું સેવન શિયાળાની ઋતુમાં ઘણી સમસ્યાઓથી બચાવે છે. આવો જાણીએ અશ્વગંધા અને મધના ફાયદાઓ વિશે.

અશ્વગંધા અને મધનું એકસાથે સેવન કરવાથી થતાં ફાયદાઓ : અશ્વગંધા અને મધનું એક સાથે સેવન કરવાથી શરીરની માનસિક અને શારીરિક સમસ્યાઓમાં ફાયદો મળે છે. શરીરમાં ઇન્ફેકશન થવા પર અને સોજાની સમસ્યામાં અશ્વગંધા અને મધનું સેવન ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે. તેના સેવનથી છાતી અને પાસળીઓના દુખાવાની સમસ્યામાં પણ આરામ મળે છે. આવો જાણીએ અશ્વગંધા અને મધના ફાયદા વિશે.

1 ) અશ્વગંધામાં એન્ટિ ટયૂમરના ગુણ જોવા મળે છે અને મધ સાથે તેનું સેવન કરવાથી તમારા શરીરમાં ટ્યુમર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તમે દરરોજ નિશ્ચિત માત્રામાં અશ્વગંધા સાથે મધનું સેવન કરી શકો છો.

2 ) જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે તેમના માટે અશ્વગંધાનું સેવન ખુબ જ લાભકારી છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ અશ્વગંધા સાથે મધનું સેવન ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. અશ્વગંધા અને મધનું કોમ્બીનેશન ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે.

3 ) તમારા શરીરમાં સોજાની તકલીફ હોય તો તમારે મધ અને અશ્વગંધાનું સેવન જરૂર કરવું જોઈએ. શરીરમાં સોજાની સમસ્યા થાય ત્યારે અશ્વગંધાની સાથે મધનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. અશ્વગંધામાં સોજો ઓછો કરવાના ગુણ જોવા મળે છે.

4 ) શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે પણ તમે અશ્વગંધા અને મધનું એક સાથે સેવન કરી શકો છો. શરીરમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને વધારવામાં અશ્વગંધાનું સેવન ઉપયોગી ગણવામાં આવે છે.

5 ) ઊંઘથી જોડાયેલી સમસ્યાઓ માટે પણ અશ્વગંધા અને મધનું સેવન ઉપયોગી ગણવામાં આવે છે. તણાવ કે અનિંદ્રાની સમસ્યામાં તેનું સેવન કરી શકાય છે.

6 ) આંખની સમસ્યામાં પણ અશ્વગંધા અને મધનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું એક સાથે સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. તેના માટે નિયમિત એક્સપર્ટની સલાહથી તેનું સેવન કરવું જોઈએ.

કેવી રીતે કરવું અશ્વગંધા અને મધનું એકસાથે સેવન : અશ્વગંધા અને મધનું એકસાથે સેવન કરતાં પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તેનું એક સાથે સેવન ઘણા પ્રકારે કરી શકાય છે. અશ્વગંધા પાવડરમાં મધ મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકાય છે. નિયમિત રૂપથી અશ્વગંધાની ચા બનાવીને તેમાં મધનો ઉપયોગ કરી શકાય છે. તેનું નિશ્ચિત માત્રા કરતાં વધુ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment