રાત્રે પલાળી સવારે ખાલી પેટ એકસાથે ખાય લ્યો આ બે વસ્તુ, આટલી બીમારીને દુર કરી શરીરમાં ભરી દેશે ગજબની એનર્જી…

સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ખાસ હોય છે, જે આપણને આખા દિવસ દરમિયાન એનર્જેટિક રાખવામાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને એ જ કારણથી પ્રોટીન, મેગ્નેશિયમ, મેગેનિઝ, તાંબું અને ફાઈબર જેવા દરેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર પલાળેલી બદામ અને પલાળેલી દ્રાક્ષને નાસ્તામાં સામેલ જરૂરથી કરવી જોઈએ. આયુર્વેદ વિશેષજ્ઞ જણાવે છે કે, પલાળેલી બદામ અને પલાળેલી દ્રાક્ષને નાસ્તામાં સામેલ કરવાથી આપણા સ્વાસ્થ્યને એક નહીં પરંતુ ઘણા બધા પ્રકારના ફાયદા મળી શકે છે.

પલાળેલી બદામનું સેવન કરવાના ફાયદા વિશેતો તમે બધાએ સાંભળ્યું જ હશે, અને દ્રાક્ષ અને ડાયટમાં સામેલ કરવાના ફાયદા વિશે પણ તમે જાણતા હશો. પરંતુ શું તમે પલાળેલી બદામ અને પલાળેલી દ્રાક્ષને એક સાથે સેવન કરવાના ફાયદા વિશે જાણો છો ? તમને જણાવી દઈએ કે, પલાળેલી બદામ અને પલાળેલી દ્રાક્ષ સવારના નાસ્તામાં લેવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે.

આયુર્વેદ વિશેષજ્ઞ જણાવે છે કે, સવારનો નાસ્તો ખુબ જ હેલ્ધી અને એનર્જેટિક લેવો જોઈએ, અને તમે તેમાં પલાળેલી બદામ અને દ્રાક્ષનું એક સાથે સેવન કરી રહ્યા છો તો તમારા પીરિયડ્સ દરમિયાન આવતા દુખાવાની તકલીફ થી છુટકારો મળી શકે છે, અને તેની સાથે જ તેનું સેવન કરવાથી પેટ ભરેલું પણ રહે છે.

એનર્જી : સવારમાં પલાળેલી બદામ અને દ્રાક્ષ એક સાથે ખાવાથી આપણા શરીરમાં સંપૂર્ણ દિવસ એનર્જી રહે છે, જેના કારણે આપણને કોઈ પણ કામ કરતી વખતે થાકનો અનુભવ થતો નથી.

ડાયજેશન સિસ્ટમ : નાસ્તામાં પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન કરવાથી ડાયજેશન સિસ્ટમ સારી રહે છે. જેના કારણે એસિડિટીની તકલીફ દૂર થઈ જાય છે અને આપણું પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે.

યાદશક્તિ : પલાળેલી બદામ અને દ્રાક્ષનું એક સાથે સેવન કરવાથી આપણા મગજનું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે જેના કારણે યાદશક્તિ પણ સારી રહે છે.

ત્વચા અને વાળ : પલાળેલી બદામ અને દ્રાક્ષનું એક સાથે સેવન કરવાથી ત્વચા અને વાળના સ્વાસ્થ્યમાં પણ ખુબ જ સુધારો જોવા મળે છે. બદામ અને દ્રાક્ષ બન્ને વસ્તુમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે અને ત્વચા તથા વાળ માટે ખુબ જ ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર : પલાળેલી બદામ અને દ્રાક્ષને દરરોજ નાસ્તામાં સામેલ કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment