રસોડાની આ 3 જડીબુટ્ટીને ભેગી કરી પીવો આ મિશ્રણ, ઝાડા, ઉલ્ટી, વાત્ત, કફ જેવી સમસ્યાઓ દુર કરી, સાંધા અને હાડકાના દુખાવાથી મળી જશે કાયમી છુટકારો…

આજના સમયમાં દરેક માણસ કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલ હોય છે. આ સમયે મોટાભાગના લોકો દવાઓનું સેવન કરીને જે તે બીમારી દુર કરવાની કોશિશ કરે છે. પરંતુ જો તમે કોઈ પણ બીમારીને જડમૂળથી દુર કરવા માંગતા હો, તો તમે હળદર, મેથી તેમજ સુંઠનો પણ ઉપયોગ કરી શકો છો. આ ત્રણેયનું મિશ્રણ તમને ઘણી સમસ્યાઓમાં આરામ આપી શકે છે. તેમજ તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રાખે છે.

હળદર, મેથી અને સૂંઠ ત્રણેય સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ત્રણેયનો ઉપયોગ મોટાભાગે ભારતીય ઘરોમાં મસાલાનાં રૂપમાં કરવામાં આવે છે. આયુર્વેદમાં આ ત્રણેયનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે જણાવેલ છે. આ ત્રણેયની તાસીર ગરમ હોય છે, માટે જ હળદર, મેથી અને સૂંઠનું એક સાથે સેવન કરવાથી શરીરને ગરમી મળે છે. તેમજ તેમનું સેવન પણ સીમિત માત્રામાં જ કરવું જોઈએ. તો ચાલો જાણીએ હળદર, મેથી અને સૂંઠના મિશ્રણને એક સાથે લેવાથી ક્યાં-ક્યાં ફાયદાઓ મળે છે.

હળદર, મેથી અને સૂંઠમાં રહેલા પોષકતત્વો : હળદરમાં કોપર, ઝીંક, ફૉસ્ફરસ, વિટામિન બી-6 હોય છે. સાથે જ હળદરમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ ઓક્સિડેંટ અને એન્ટિફંગલ તત્વો પણ રહેલા હોય છે. તેમજ મેથીમાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન, ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ અને વિટામિન કે પણ હોય છે. જો વાત કરવામાં આવે સૂંઠની તો તે પણ પોષકતત્વોથી ભરપૂર હોય છે. સૂંઠમાં કેલ્શિયમ, સેલેનિયમ, થાઇમીન, વિટામિન સી, વિટામિન બી-6, વિટામિન બી-12, લિપિડ એસિડ જેવા પોષકતત્વો જોવા મળે છે. આ બધા જ પોષકતત્વો ઘણી બીમારીઓથી આપણો બચાવ કરે છે.

1 ) ગોઠણના દુખાવા : જો તમને ગોઠણનો દુખાવો રહેતો હોય તો તેના માટે આ ત્રણેયનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. હળદર, મેથી અને સૂંઠના પાવડરમાં પ્રોટીન, ઝીંક અને ઘણા વિટામીન્સ હોય છે. તેનાથી માંસપેશીઓ મજબૂત બને છે, સાથે જ માંસપેશીઓનો વિકાસ પણ થાય છે. જો તમને ગોઠણમાં દુખાવો રહેતો હોય તો આ મિશ્રણનું સેવન કરવું ફાયદાકારક રહે છે.

2 ) હાડકાં : જો તમારા હાડકા નબળા છે તો તેને મજબુત બનાવવા માટે આ ત્રણેયનું સેવન લાભકારી છે. હળદર, મેથી અને સૂંઠના પાવડરમાં કેલ્શિયમ ઘણી સારી માત્રામાં જોવા મળે છે. સાથે જ તેમાં વિટામીન્સ પણ ભરપૂર છે. તેવામાં આ મિશ્રણ હાડકાં મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

3 ) રોગપ્રતિકારક ક્ષમતા : આપણી રોગો સામે લડવાની શક્તિ મજબુત હોવી જોઈએ જો એ નબળી હશે તો ઘણા રોગો થશે. આથી જુદા-જુદા પ્રકારના વાઇરસ, બેક્ટેરિયાથી લડવા માટે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાનું મજબૂત હોવું ખૂબ જરૂરી છે. હળદર, મેથી અને સૂંઠના મિશ્રણમાં વિટામિન સી, ઝીંક અને પ્રોટીન હોય છે. તેનાથી ઇમ્યુનિટી વધે છે.

4 ) ઝાડા-ઉલ્ટીમાં રાહત અપાવે : ગેસ, અપચાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે હળદર, મેથી અને સૂંઠના મિશ્રણનું સેવન કરી શકો છો. તેનાથી વારંવાર થતી ઝાડા-ઉલ્ટીની સમસ્યા પણ સારી થઈ શકે છે. તમે તેના મિશ્રણને ઉકાળાના રૂપમાં લઈ શકો છો.

5 ) વાત્ત અને કફ : હળદર, મેથી અને સૂંઠની તાસીર ગરમ હોય છે. તેનાથી વાત્ત અને કફ દોષમાં આરામ મળે છે. આ મિશ્રણથી વાત્ત અને કફને સંતુલિત કરી શકાય છે.

કેવી રીતે કરવું હળદર, મેથી અને સૂંઠનું સેવન : સૌથી પહેલા હળદર, મેથી અને સૂંઠનો પાવડર તૈયાર કરવો પડશે. એ માટે ત્રણેયને અલગ અલગ વાટીને પાવડર બનાવી લેવો. હવે ત્રણેયને એક સાથે મિક્સ કરી લો. તેમાં હળદરની માત્ર ઓછી જ રાખવી. તે પછી તમે મિશ્રણને ગરમ પાણી સાથે લઈ શકો છો. તેનાથી તમારી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે. તેની તાસીર ખુબ ગરમ હોય છે માટે પિત્ત પ્રકૃતિ વાળા લોકોએ તેનું સેવન કરવાથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment