સામાન્ય સમજી ફેંકી દેવામાં આવતી આ વસ્તુ શરીર માટે છે અમૃત સમાન, આટલી બીમારીમાં છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

કોરોનાકાળમાં નાળિયેર પાણીની માંગ ખુબ જ વધી ગઈ હતી. લોકો નાળિયેર પાણીને એક ખુબ જ સારું ઇમ્યુનિટી બુસ્ટર માને છે. પરંતુ લોકો અકસર નાળિયેર પાણી પિયને તેની મલાઈને ફેંકી દે છે. જે શરીરની તમામ બીમારીઓ માટે ફાયદાકારક છે.

હાલના દિવસોમાં નાળિયેર પાણીની માંગ ખુબ જ વધી છે. મોટાભાગના લોકોએ તેને ઇમ્યુનિટી બુસ્ટર માનીને તેનું સેવન કરવાનું શરૂ કરી દીધું છે. આથી તેના ભાવમાં પણ વધારો થયો છે. નાળિયેર પાણી એક સુપર ડાઈટીંગ ફૂડ છે જે ગરમી હોય કે શરદી હમેશા પી શકાય છે. આને આપણે કોઈ પણ સમયે અને ગમે ત્યાં પી શકીએ છીએ.

અકસર જોવા મળે છે કે, લોકો નાળિયેર પાણી પિયને તેની અંદરની મલાઈને એમ જ છોડી દે છે. જેને આપણે મલાઈ કે કોકોનટ ક્રીમ પણ કહીએ છીએ. જે નાળિયેરના અંદરના ભાગમાં કિનારે લાગેલી હોય છે. તો આજે આપણે નાળિયેરની મલાઈથી આપણા શરીરને શું ફાયદા થાય છે તેના વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

નાળિયેરની મલાઈ : નાળિયેરની મલાઈ ખાવાનું એ લોકો પસંદ નથી કરતા જે વજન ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા હોય. કારણ કે તેમાં વસાનું પ્રમાણ વધું હોય છે. પરંતુ તેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ છે. નાળિયેરની મલાઈ પણ આપણા માટે એટલી જ ફાયદાકારક છે જેટલું તેનું તેલ, પાણી અને દૂધ.

નાળિયેર પાણીના પોષક તત્વો : દરરોજ નાળિયેરનું પાણી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની ઉણપ દૂર થાય છે. તેની સાથે જ નાળિયેરનું પાણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. આ સિવાય નાળિયેર પાણી શરીર માટે જ નહિ, પરંતુ વાળ અને સ્કીન માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

તેમાં પોટેશીયમ, સોડીયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ્સ અને વીટામીન-સી જેવા તત્વો રહેલા હોય છે. તેમાં ખનીજ તત્વોની માત્રા વધારે હોય છે. જ્યારે ફેટ, શર્કરા અને કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. તો ચાલો જાણીએ નાળિયેરની મલાઈ ખાવાના ફાયદા.

1 ) સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે, નાળિયેર પાણીની મલાઈનું સેવન કરવાથી કેલરી વધી જાય છે. પરંતુ જો તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો વસા એટલે કે ફેટ જમા કરવાની જગ્યાએ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. મલાઈમાં રહેલ પાવર પેક ફેટ તમારું પેટ ભરેલું રાખે છે. જેના કારણે ચરબી ઓછી થાય છે.

2 ) નાળિયેરની મલાઈમાં ફાઈબર મળી આવે છે, જે આપણી પાચનક્રીયાને સારી કરવામાં મદદ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે. નાળિયેર પાણી પીધા પછી તેની કાચી મલાઈ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમના ફાયદાકારક છે.

3 ) નાળિયેર પાણી અને મલાઈના સેવનથી આપણને તરત એનર્જી મળે છે. નાળિયેરની મલાઈને એનર્જીનું પાવર હાઉસ પણ કહી શકાય છે. તેમાં રહેલ વસા મીડીયમ ચેન ટ્રાઈગ્લીસરાઈડ્સ હોય છે, જે શરીરમાં તુરંત ઉર્જાનો સંચાર કરે છે.

4 ) એ વાત સત્ય છે કે, તેમાં વસાની માત્રા વધારે હોય છે પણ આ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી ડાયેટ છે. તેમાં સારા કોલેસ્ટ્રોલને વધારવા વાળા વસા મળી આવે છે અને તેનાથી ખરાબ કોલેસ્ટ્ર્રોલ ઓછું થાય છે.

5 ) નાળિયેરની મલાઈ શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવે છે. એન્ટી ઓક્સીડેન્ટ તત્વોથી ભરપુર નાળિયેર એક શાનદાર ઇમ્યુનિટી બુસ્ટર છે. આ રીતે તે આપણા શરીરને દરેક વાયરસ સામે લડવામાં મદદ કરે છે.

6 ) હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ નાળિયેર પાણીની સાથે તેની મલાઈનો ઉપયોગ થાય છે. તેમાં રહેલ વીટામીન સી, પોટેશીયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં સહાયક થાય છે. સાથે સાથે આ હાઈપરટેંશનને પણ નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.

7 ) વધતી ઉંમરના પ્રભાવને ટાળવા માટે પણ નાળિયેરની મલાઈનું સેવન દરરોજ કરી શકાય છે. તેમાં રહેલ cytokinins કોશીકાઓ અને ઉતકો ઉપર સકારાત્મક પ્રભાવ રાખીને વધતી ઉંમરના પ્રભાવને ઓછું કરે છે. આમ તમે નાળિયેરની મલાઈનું સેવન કરીને અનેક બીમારી સામે લડી શકો છો. તેમજ તેનાથી તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર વગેરે પણ કંટ્રોલ કરી શકો છો. આમ નાળિયેરની મલાઈ ફેંકી ન દેતા તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.

નાળિયેરની મલાઈના અન્ય ફાયદાઓ :  ઓસ્ટીયોપોરોસીસના જોખમથી બચાવે છે, હાડકાઓ મજબુત બને છે, હેંગઓવરથી તરત રાહત આપે છે, દાંતને મજબુત બનાવે છે, સ્કીન માટે ફાયદાકારક છે, કિડની માટે ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment