માત્ર બે દાણા મોં માં રાખી ચૂસો, શરીરમાં થશે આવા ચોંકાવનારા ફેરફાર અને ફાયદા… જાણીને વિશ્વાસ નહિ આવે…

મિત્રો આપણા ભારતીય રસોઈ ઘરમાં મસાલાનો ઉપયોગ વિશેષ રૂપે ભોજન નો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ મસાલા ભોજન નો સ્વાદ વધારવાની સાથે જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તેમાંથી જ એક લવિંગ છે જેને આપણે સૌ ભોજન કે ચા બનાવતા સમયે તેનો ઉપયોગ કરીએ છીએ. લવિંગ ખાવાનો સ્વાદ તો વધારે જ છે સાથે જ શરીરને પણ અનેક લાભ પહોચાડે છે.

લવિંગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેના સિવાય લવિંગમાં એન્ટીઇમ્ફલેમેટરી, એનલજેસિક, એનેસ્થેટિક અને એન્ટી બેકટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે.પરંતુ આ બધા ફાયદા માટે લવિંગનું યોગ્ય રીતે સેવન કરવું જરૂરી હોય છે. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે દરરોજ બે લવિંગ ચુસવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે. શરદી-કફમાં રાહત મળે છે અને દાંતના દુખાવામાં પણ આરામ મળે છે. મોઢામાં લવિંગ રાખીને ધીમે ધીમે ચૂસવાથી સિગરેટ અને દારૂ પીવાની ઈચ્છા પણ શાંત થાય છે. તો આવો વિસ્તારપૂર્વક જાણીએ દરરોજ બે લવિંગ ચુસવાના ફાયદા 

1) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- લવિંગમાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્ટ હાજર હોય છે જે શરીરની ઇમ્યુનિટી ને મજબૂત બનાવે છે. લવિંગમાં હાજર ગુણ શરીરમાં સફેદ રક્ત કોષિકાઓને વધારવા માટે સારા માનવામાં આવે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને અનેક પ્રકારની બીમારીઓથી બચાવ થાય છે.2) દાંતના દુખાવામાં રાહત અપાવે:- લવિંગમાં યુજેનોલ ઉપલબ્ધ હોય છે, જે દાંતના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. દરરોજ સવારમાં ખાલી પેટે લવિંગ ચુસવાથી દાંતનો દુખાવો અને કેવીટીની સમસ્યાતમાં ખૂબ જ રાહત મળે છે. આ સાઇનસ ના દુખાવામાં પણ રાહત આપવામાં મદદરૂપ થાય છે.

3) શરદી-ઉધરસ દૂર કરે:- શરદી-ઉધરસ માં લવિંગનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ ઉપલબ્ધ હોય છે, જે શરદી ઉધરસ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. લવિંગ ચુસવાથી શરીરને ગરમાવો મળે છે અને ઉધરસ તથા ફલૂ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

4) પાચન તંદુરસ્ત રાખે:- સવારમાં ખાલી પેટે બે લવિંગ ચૂસવાથી પાચન સ્વસ્થ રહે છે. લવિંગ પાચન એન્જાઈમ ના સ્ત્રાવને વધારે છે, જેથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. લવિંગમાં ફાઇબર હાજર હોય છે જે આંતરડાની સફાઈ કરવામાં મદદ કરે છે. નિયમિત રૂપે લવિંગનું સેવન કરવાથી પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.5) શ્વાસની દુર્ગંધ દૂર કરે:- લવિંગ મોઢા અને શ્વાસ ની દુર્ગંધ ને દૂર કરવામાં અત્યંત અસરકારક છે. તેમાં એન્ટી બેકટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે, જે શ્વાસની દુર્ગંધ ને દૂર કરે છે અને બેક્ટેરિયલ સંક્રમણથી લડવામાં મદદ કરે છે. જો તમે શ્વાસની દુર્ગંધથી પરેશાન હોય તો મોઢામાં બે લવિંગ રાખીને ધીરે ધીરે ચૂસતા રહો 

👉 લવિંગ ખાવાની યોગ્ય રીત : હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે લવિંગને મોઢામાં રાખીને ધીરે ધીરે ચૂસતા રહેવું જોઈએ. જેટલા લાંબા સમય સુધી તમે તેના રસ ને ચૂસવાની કોશિશ કરશો તેટલો જ વધારે લાભ મળશે. તેને તુરંત જ ચાવવાની કે ગળવાની ભૂલ ન કરવી, કારણકે લવિંગ ની અંદર ઉપલબ્ધ તેલમાં ઘણા બધા ગુણ છુપાયેલા હોય છે, તેથી તેને ધીરે ધીરે ચૂસીને સેવન કરવું જ ફાયદાકારક હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment