દરરોજ ઘરે બેઠા કરો આ નાનું એવું કામ, ઓગાળી દેશે કમર અને શરીરની બધી ચરબી. ફિગર બની જશે કિયારા અડવાણી જેવું…

કમર ઉપર ચરબી ખુબ જ જલ્દી થઈ જાય છે. આને ઓછી કરવા માટે જીવનશૈલી અને આહારમા બદલાવની સાથે એક્સરસાઈઝ કરવી પણ એટલી જ જરૂરી છે. છેલ્લા દોઢ વર્ષમા લોકડાઉને લોકોના બોડી શેપને પુરી રીતે બદલાવી દીધો છે. ઘણા લોકોએ આ સમયનો ઉપયોગ એક્સ્ટ્રા કેલેરી ઓછી કરવા માટે કર્યો તો કોઈકે વજન વધારવા માટે કર્યૌ.

જો કે જે લોકોનો વજન વધી ગયો છે એ લોકોએ બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીથી પ્રેરણા લેવી જોઈએ. આ અભિનેત્રીએ ખુબસુરતીની સાથે બોડી ટોંન્ડ પણ મેંટેંન કર્યો છે. જો તમે પણ તેના જેવી કમર ઈચ્છતા હોવ તો અહી બતાવેલી ત્રણ એક્સરસાઈઝને ફિટનેસ માટે રૂટીન બનાવી લો.

ટો ટચ (Toe touch) : બોડીને સ્લીમ, ટ્રીમ અને ફ્લેક્સીબલ બનાવા માટે ટો ટચ એક્સરસાઈઝ ખુબ ફાયદાકારક છે.

1) આને કરવા માટે પહેલા તમે સીધા ઉભા રહો. ધ્યાન રાખો પગને બહુ પહોળા ન કરો. 2) પછી હાથને પગની આંગળી સુધી લઈ જાવ3) નીચે નમતા જ તમારા પેટને પાછળની તરફ ખેચો4) આ સ્થિતિમાં થોડીવાર રહો. 5) એક ઉંડો શ્વાસ લો અને ધીરે ધીરે છોડો.

જો તમારા શરીરની ચરબી વધુ છે તો થોડો સમય નમવામાં મુશ્કેલી થશે. પણ ધીમે ધીમે તમારું શરીર વળવા લાગશે. જેનાથી તમે સરળતાથી નમી શકશો. નિયમિત રૂપે તેને ત્રણ વખત કરો.

ઓબ્લીક ક્રંચ (Oblique crunch) : બોડી ને ટોંન્ડ કરવુ હોય તો ઓબ્લીક ક્રંચ ખુબ સારી એક્સરસાઈઝ છે. 1) આને કરવા માટે સૌથી પહેલા યોગા મેટ પર ડાબી બાજુ સુઈ જાવ2) આની ઉપર તમારા જમણા પગને રાખો અને માથા ને પાછળ રાખો.

3) પછી તમારા પગ ને સીધા કરો અને એક સાથે ધીરે ધીરે ઉપર ઉઠાવો. ત્યા સુધી ઉપર ઉઠાવો કે જ્યા સુધી બન્ને પગ મળી ને વી શેપ ના બનાવે4) પોતાના હાથથી પગને સપોર્ટ કરો 5) પછી પાછા એજ સ્થિતિમા આવો. જો તમે શરૂઆત કરો છો તો આ કસરત માત્ર 5 વખત કરો. પછી ધીમે ધીમે તેને વધારી શકો છો.

પ્લૈંક (Plank) : આ પ્લૈંક એક્સરસાઈઝ તમારા હાથ પગ અને કોણી પર દબાવ આપે છે. જે બોડી ને લચીલુ બનાવે છે. જે દરેક છોકરીઓએ જરૂર કરવી જોઈએ.

1) આને કરવા માટે સૌથી પહેલા તમે તમારા ફોરઆર્મને રીલેક્સ કરો અને ખંભાને સીધા કરો2) શરીરના આખા વજનને સંતુલીત કરવાનો પ્રયાસ કરો. કારણ કે સમયે તમે તમારા શરીરના નીચેના ભાગ ને ઉપર ઉઠાવો છો. સમયે તમારા પગની આંગળી જમીનને અડી જાય છે.

3) ધ્યાન રાખો પુરી પ્રક્રિયામા તમારી કરોડરજ્જુ અને ગળું સીધું હોવું જોઈએ4) સામાન્ય રૂપથી શ્વાસ લો અને 5 થી 10 સેંકંડ માટે એક જ સ્થિતમાં રહો5) એક્સરસાઈઝને 4 થી 5 વાર કરવાની કોશીશ કરો

પાતળી કમર માટે આ 3 અસરકારક વ્યાયામની પુરી લગનથી શરૂઆત કરો. નિયમિતતા અને આહારની સાથે થોડા સમયમા કિયારા અડવાણી જેવી પાતળી કમર કરી શકશો. આમ આ ત્રણ કસરત દ્વારા તમે શરીરની ચરબી ઓછી કરવામાં સફળ થઈ શકશો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment