આ ધાનના લાડુંથી પેટ, પાચન, બ્લડ પ્રેશર અને હૃદય સંબંધી રોગો થશે 100% ગાયબ… જાણો બનાવીને ખાવાની રીત… થશે અઢળક ફાયદા….

મિત્રો ભારતીય ઘરોમાં લાડુ બનાવવા અને ખવડાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. લાડુને આપણા ઘરમાં સ્નેક્સના રૂપે જોવામાં આવે છે. સાંજે ભૂખ લાગે તો મોટાભાગે લોકો એક લાડુ ખાઈ લે છે અને પેટ ભરી લે છે. જોકે સમયની સાથે લોકો લાડુ ખાવાથી હવે પરેજી કરવા લાગ્યા છે. ખાંડ, ઘી ના કારણે આજકાલ લોકો લાડુને અનહેલ્દી માનવા લાગ્યા છે.

અનહેલ્દી હોવાના કારણે મન હોવા છતાં પણ કેટલાક લોકો લાડુ ખાવાથી બચે છે. જો તમે પણ લાડુને અનહેલ્ધી માનતા હોવ તો આજે અમે તમને એક સ્પેશિયલ લાડુ ની રેસીપી વિશે જણાવીશું. આ લાડુ સુપરફુડ બાજરી અને ગોળને મેળવીને બનાવવામાં આવે છે. બાજરીના લાડુ ન માત્ર સ્વાદમાં જ ઉત્તમ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ લાડુ બાળકોને તો ખૂબ જ ભાવે એવા હોય છે. આવો જાણીએ બાજરીના લાડુ બનાવવાની રેસીપી અને તેને ખાવાના ફાયદા વિશે. બાજરીના લાડુ બનાવવાની રીત અને સામગ્રી:- બાજરીનો લોટ : ½  કપ, ગોળનો પાવડર :  ¾ કપ, ઘી : સ્વાદ પ્રમાણે, ડ્રાયફ્રૂટ્સ  : 1 કપ – કાજુ, બદામ, પિસ્તા અને નારિયેળ છીણેલું, ઈલાયચી પાવડર : ½ ચમચી.

લાડુ બનાવવાની રીત:- સૌથી પહેલા એક વાસણમાં થોડું ઘી નાખીને તેને ગરમ કરી લો. ત્યારબાદ તેમાં બાજરીનો લોટ નાખો અને પાંચથી સાત મિનિટ સુધી શેકી લો. જ્યારે બાજરીનો લોટ શેકાઈ જાય એટલે તેને એક મોટા બાઉલમાં કાઢી લો.

હવે એક વાસણમાં થોડું પાણી નાખો અને તેમાં ગોળનો પાવડર નાખીને ઓગાળી લો. હવે શેકેલા બાજરીના લોટ માં ઈલાયચી નો પાવડર નાખીને ઓગળેલા ગોળને તેમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં બધા ડ્રાયફ્રુટ ને સારી રીતે નાના નાના ટુકડામાં કાપીને મિક્સ કરો. તમારું બાજરીના લાડુ નું મિશ્રણ તૈયાર થઈ ચૂક્યું છે તેને એક થાળીમાં કાઢી લો. હવે આને લાડુનો આકાર આપીને લાડુ બનાવી લો અને તેને થોડા ડ્રાયફ્રુટ થી સજાવી લો.બાજરીના લાડુ ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા:- 

1) ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:- બાજરીમાં કાર્બોહાઇડ્રેટ ઉપલબ્ધ હોય છે. બીજા અનાજની તુલના એ બાજરીને પચાવવામાં થોડો સમય લાગે છે. ધીરે ધીરે પચવાના કારણે બાજરી શરીરમાં ગ્લુકોઝના લેવલને સ્થિર બનાવી રાખવામાં મદદ કરે છે. તેથી બાજરીના લાડુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાજરીમાં અદ્રવ્યશીલ ફાઇબર ઉપલબ્ધ હોય છે, જે પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે.

2) બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- બાજરીમાં પોટેશિયમ ઉપલબ્ધ હોય છે. પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બાજરીનું એક નિશ્ચિત પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાંથી વધુ પડતા સોડિયમ ને બહાર કાઢવામાં મદદ મળે છે. શરીરમાંથી સોડિયમ બહાર નીકળવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.3) હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- બાજરી ફાઇબરથી ભરપૂર હોય છે અને આ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવાના કારણે બાજરી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment